શાંતમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ નર્સિગ કોરોના વોરિયર્સ તૈયાર કરી નર્સિંગના ક્ષેત્રમાં આપી રહી છે પોતાનું યોગદાન

અમદાવાદમાં વર્ષ 2016માં વૈશાલી એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ શાંતમ ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ઼ રિસર્ચ સેન્ટરની શરૂઆત થઈ હતી.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 15, 2021 | 8:19 PM

અમદાવાદમાં વર્ષ 2016માં વૈશાલી એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ શાંતમ ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ઼ રિસર્ચ સેન્ટરની શરૂઆત થઈ હતી. શાંતમ નર્સિંગ ઈન્સ્ટીટ્યુટના ટૂંકા નામે ઓળખાતી આ સંસ્થાનો જેમનો ઉદ્દેશ ગુણવત્તાસભર નર્સિંગ એજ્યુકેશન આપવાનો તેમજ હાઈ લેવલ પ્રોફેશનલ્સ નર્સિસ તૈયાર કરવાનો છે. કોરોના મહામારીમાં મેડિકલ સ્ટાફ ખરેખર કોરોના વોરિયર્સ સાબિત થયો તેવા ગાળામાં આ સંસ્થા પણ આવા કોરોના વોરિયર્સ તૈયાર કરી નર્સિંગના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહી છે. આ ઉપરાંત શાંતમ નર્સિંગ ઈન્સ્ટીટ્યુટની બીજી એક વિશેષતા એ છે કે શાંતમ ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ પીડીતો અને વંચિતો માટે વિનામૂલ્યે યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષા માટેના કોચિંગ ક્લાસ ચલાવે છે અને પીડીતો અને વંચિતોને આત્મનિર્ભર બનાવવાના પ્રશસ્ત પ્રયત્નો કરે છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">