RTOમાં ડ્રાઈવિંગ લાઈસન્સ સહિતની કામગીરી માટે અરજદારોને પડતી મુશ્કેલી માટે ગોઠવી આ વ્યવસ્થા

|

Feb 04, 2020 | 3:40 AM

રાજ્યમાં ટ્રાફિકના નિયમ સરકાર દ્વારા કડક કરવામાં આવ્યા છે. જોકે ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતની RTOની પ્રક્રિયામાં અરજદારોને પડતી મુશ્કેલી હળવી કરવા પણ સરકાર દ્વારા કેટલાક પ્રયાસો કરવામાં આવ્યા છે. તે માટે હવેથી લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ આરટીઓની સાથે ITIમાંથી પણ મળશે. તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં પણ ITI કેન્દ્રમાંથી લર્નિંગ લાયસન્સ આપવાની પ્રક્રિયા શરૂ […]

RTOમાં ડ્રાઈવિંગ લાઈસન્સ સહિતની કામગીરી માટે અરજદારોને પડતી મુશ્કેલી માટે ગોઠવી આ વ્યવસ્થા

Follow us on

રાજ્યમાં ટ્રાફિકના નિયમ સરકાર દ્વારા કડક કરવામાં આવ્યા છે. જોકે ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતની RTOની પ્રક્રિયામાં અરજદારોને પડતી મુશ્કેલી હળવી કરવા પણ સરકાર દ્વારા કેટલાક પ્રયાસો કરવામાં આવ્યા છે. તે માટે હવેથી લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ આરટીઓની સાથે ITIમાંથી પણ મળશે. તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં પણ ITI કેન્દ્રમાંથી લર્નિંગ લાયસન્સ આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જોકે ITIમાંથી લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે પણ અરજદારોએ કલાકો સુધી રાહ જોવી પડે છે અને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. જેથી આ નવી વ્યવસ્થામાં પણ હજુ કેટલીક મુશ્કેલીઓ પડી રહી છે.

આ પણ વાંચોઃ કોરોના વાઈરસ: માસ્કની સંગ્રહખોરી, ગ્રાહકો પાસે 85 રુપિયાના બદલે 200 રુપિયા વસૂલાય છે

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

વાપીની આઈ.ટી.આઈ કચેરી અત્યારે જ્યાં કાર્યરત છે ત્યાં જગ્યાનો અભાવ હોવાથી લર્નિંગ લાયસન્સ માટે ITIને વાપી મામલતદાર કચેરીમાં સગવડ કરી આપવામાં આવી છે. વાપી ITIની લર્નિંગ લાઇસન્સની કામગીરી માટે વાપી ITIનો જ સ્ટાફ કાર્ય કરે છે અને લર્નિંગ લાયસન્સ ઈસ્યુ કરે છે.

જોકે અહીં અરજદારોને કલાકો સુધી લર્નિંગ લાયસન્સની પ્રક્રિયા માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે. આ સમસ્યા અંગે ITIના જવાબદાર કર્મચારીઓ પ્રક્રિયા ધીમી હોવાનું કારણ ઈન્ટરનેટની સ્પીડ દર્શાવ્યું હતું. જોકે સાથે એ પણ જણાવે છે કે રોજના આવતા તમામ અરજદારોને બીજી વખત ધક્કો ન ખાવો પડે તે માટે કચેરીના સમય પછી પણ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article