VIDEO: નેતાઓ અને પોલીસના અધિકારીઓ જેના દરબારમાં સલામ ભરે તે ઢબૂડી માતાની પોલ ખૂલી

|

Aug 27, 2019 | 11:33 AM

ઢબૂડી માતાના ઢોંગનો વ્યાપ એટલો વધ્યો છે કે તેમની અંધશ્રદ્ધાની જાળમાં ધારાસભ્ય અને પોલીસ પણ ફસાવામાંથી બાકાત નથી. સામાન્ય માણસોની વાત તો દૂર રહી, પણ ધારાસભ્ય અને પોલીસ પણ માતા પાસે માનતા માગવા કે પછી તેમના આશીર્વાદ લેવા માટે જાય છે. વાત છે ગત 4 ઓગસ્ટની, તે દિવસે ઢબૂડી માતાનો કાર્યક્રમ પાલનપુરમાં હતો. જેને પગલે […]

VIDEO: નેતાઓ અને પોલીસના અધિકારીઓ જેના દરબારમાં સલામ ભરે તે ઢબૂડી માતાની પોલ ખૂલી

Follow us on

ઢબૂડી માતાના ઢોંગનો વ્યાપ એટલો વધ્યો છે કે તેમની અંધશ્રદ્ધાની જાળમાં ધારાસભ્ય અને પોલીસ પણ ફસાવામાંથી બાકાત નથી. સામાન્ય માણસોની વાત તો દૂર રહી, પણ ધારાસભ્ય અને પોલીસ પણ માતા પાસે માનતા માગવા કે પછી તેમના આશીર્વાદ લેવા માટે જાય છે. વાત છે ગત 4 ઓગસ્ટની, તે દિવસે ઢબૂડી માતાનો કાર્યક્રમ પાલનપુરમાં હતો. જેને પગલે અહીંના ધારાસભ્ય મહેશ પટેલ પણ માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ VIDEO: વડોદરામાં કથાના ફોટા સોશિયલ મીડિયા પર મૂકવા મુદ્દે બે શખ્સો વચ્ચે મારામારી

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય મહેશ પટેલ અંધશ્રદ્ધામાં ગળાડૂબ જોવા મળ્યા હતા. દ્રશ્યોમાં તમે ધારાસભ્યના ચહેરા પરનો રંગ જોઈ શકો છો. ધારાસભ્યનો વીડિયો વાયરલ થતા તેઓ પણ અંધશ્રદ્ધામાં માનતા હોવાની વાત ફેલાઈ. જે બાદ જ્યારે કાર્યક્રમ અંગે પૂછવામાં આવ્યું. તો તેમના તેવર બદલાઈ ગયા. એકસમયે માતાના દરબારમાં પહોંચેલા ધારાસભ્યએ, એવી સ્પષ્ટતા કરી કે કોઈના ગળે પણ ન ઉતરે. તેમણે સ્પષ્ટ કહી દીધું કે તેઓ અંધશ્રદ્ધામાં માનતા નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ફક્ત ધારાસભ્ય જ નહીં પોલીસ પણ માતાના આશીર્વાદ લેવા આવી પહોંચ્યા હતા. ઢબૂડી માતાના આશીર્વાદ લેવા પોલીસકર્મીઓ વર્ધીમાં જ પહોંચી ગયા હતા અને પોતાની મુશ્કેલીઓ માતા સમક્ષ રજૂ કરવા કતાર લગાવી દીધી હતી. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે પોલીસકર્મીઓ માતા સમક્ષ કેવી રીતે પોતાની રજૂઆતો કરી રહ્યા છે. આ પ્રજાના રક્ષકો છે. જેઓ પોતાના રક્ષણ માટે અંધશ્રદ્ધાનો સહારો લઈ રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article