સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના રોધરા અને ગલોડિયા ગામે SEBIની ટીમ ત્રાટકી હતી. IPS રવિન્દ્ર પટેલના ઘરે SEBIની ટીમ ત્રાટકી હતી. જેના પગલે પોલીસ બેડામાં પણ ખળભળાટ થઈ ગયો છે. નાણાકીય લેવદેવડ, મિલકત સહિતના બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. શેરબજાર કોમોડિટીમાં નાણાંની મોટી હેરફેરની આશંકા કરવામાં આવી રહી છે. ચોક્કસ કંપનીના શેર પોર્ટફોલિયો પસંદ કરવા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કાર્યવાહી પાછળ પાલડીના મેઘ – મહેન્દ્ર શાહ કારણભૂત હોવાની આશંકા છે.
SEBI કે અન્ય કોઈ પાસેથી સત્તાવાર વિગતો સામે આવી નથી. ચોક્કસ શેરમાં રોકાણને લઈ IPSનો પરિવાર શંકાના ઘેરામાં આવ્યો છે. ખેડબ્રહ્માના રોધરા અને ગલોડિયા ગામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. SEBI દ્વારા IPS રવિન્દ્ર પટેલ અને તેમના પરિવારની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
IPS રવિન્દ્ર પટેલના પિતા IG કક્ષાના નિવૃત IPS અધિકારી છે. ગલોડીયા ગામે રહેતા IPSના સાળાની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં SP તરીકે IPS રવિન્દ્ર પટેલ ફરજ બજાવે છે. SEBIની તપાસમાં વધુ ખુલાસાઓ સામે આવી તેવી શક્યતાઓ છે. IPSના ઘરે કેન્દ્રિય ટીમોની તપાસથી પોલીસ બેડામાં ખળભળાટ થયો છે.
ઉલ્લેખનીય છે કે IPS રવિન્દ્ર પટેલના ઘરે SEBIની ટીમ દ્વારા દરોડા પાડ્યા હતા. મળતી માહિતી અનુસાર નાણાકીય લેવદેવડ, મિલકત સહિતના બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. શેરબજારમાં કોમોડિટીમાં નાણાની મોટી હેરફેરની આશંકાના પગલે IPS રવિન્દ્ર પટેલના ઘરે દરોડા પાડ્યા હતા. જો કે તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.