
ભાદરવી પૂનમના મેળાનો રંગેચંગે પ્રારંભ થયો છે.આ સાથે જ મા અંબાની આરાધનાનું પર્વ શરૂ થઇ ગયું છે. લાખો માઇભક્તો મા અંબાના દર્શને ઉમટી રહ્યા છે. કોઇ પગપાળા, તો કોઇ સંઘ દ્વારા મા અંબાની યથા શક્તિ ભક્તિ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે માઇભક્તોને કોઇ તકલીફ ન પડે તે માટે પી.એન.માળી ફાઉન્ડેશને સેવા કેમ્પ શરુ કર્યો છે. પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા સેવા કેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં માઇ ભક્તોની તન, મન અને ધનથી સેવા કરવામાં આવે છે. એટલે કે પી.એન.માળી ફાઉન્ડેશનના આ સેવા કેમ્પમાં ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.
તો પી.એન.માળી ફાઉન્ડેશનના સેવા કેમ્પની ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવ્યો. અહીં હર્ષ સંઘવીએ પદયાત્રીઓને અપાતી સેવાનું નિરીક્ષણ કર્યું. આ સાથે જ પદયાત્રીઓ સાથે સંવાદ કરીને તેઓનો પ્રતિભાવ જાણ્યો. તો ભક્તિના રંગે રંગાતા હર્ષ સંઘવીએ ભક્તોને પ્રસાદ પણ પિરસ્યો છે.
Sea of devotees throng Ambaji Temple on Bhadravi Poonam#Ambaji #BhadarviPoonam #Gujarat #AmbajiMelo #TV9Gujarati pic.twitter.com/Z5CjmMWixE
— Tv9 Gujarati (@tv9gujarati) September 3, 2025
તો મા શક્તિની ભક્તિ સાથે દેશભક્તિનો રંગ જોવા મળ્યો છે. ઓપરેશન સિંદૂરની થીમ પર અહીં સેલ્ફી પોઇન્ટનું નિર્માણ કરાયું છે. પગપાળા આવતા માઇભક્તોને અહીં ભક્તિ, ભજન અને ભોજન સાથે દેશભક્તિના રંગે રંગાવાનો મોકો મળે છે. તો આયોજકો દેશના વડાપ્રધાન અને ગૃહપ્રધાનને મા અંબા શક્તિ આપે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
પી.એન.માળી ફાઉન્ડેશન ખાતે તબીબી સારવાર સાથે આનંદ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે. ભાદરવી પૂનમના મેળાની શરૂઆતના 2 દિવસમાં 8 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરી ચૂક્યા છે. ભક્તોનો આ પ્રવાહ અવિતર વહી રહ્યો છે. તો સ્વચ્છતાની થીમ પર આયોજીત મેળામાં સફાઇનું પણ વિશેષ ધ્યાન રખાય છે. ખુદ કલેક્ટર રસ્તા પર ઉતરીને સ્વચ્છતામાં કોઇ કચાસ ન રહી જાય તેની સમિક્ષા કરે છે.