મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા સનાતન એક્તા સહિતની 4 સમિતિઓએ કરી સરકારને રજૂઆત- Video

ચાલુ વર્ષે મહાશિવરાત્રી મેળામાં પ્રાચીન પરંપરાઓનો ભંગ થતા સનાતનીઓમાં રોષ વ્યાપ્યો છે. નાગા સાધુઓની રવેડીમાં સામાન્ય નાગરિકોના શાહી સ્નાનનો વિવાદ ઉઠ્યો છે. જલારામ સર્કલ સેવા સમિતિ સહિત ચાર સંસ્થાઓએ સરકારને રજૂઆત કરી છે કે કરોડોની આસ્થાને ઠેસ ન પહોંચે અને વર્ષો જૂની રીતિ-રિવાજો જાળવવામાં આવે.

| Edited By: | Updated on: Mar 12, 2026 | 4:01 PM

ચાલુ વર્ષે મહાશિવરાત્રિના મેળામાં અનેક ક્ષતિઓ સામે આવી આવી છે. જેને લઈને ચાર જેટલી સંસ્થા દ્વારા રાજ્ય સરકાર અને ધારાસભ્યને પત્ર લખીને રજૂઆત કરવામા આવવી છે. મહાશિવરાત્રીના મેળાના દિવસે રાત્રે મુખ્ય ત્રણ અખાડાના સાધુ સંતો અને નાગા સાધુઓની રવેડી નીકળે છે. નિયમ અનુસાર માત્ર અખાડાના સાધુ સંતો જ આ રવેડીમાં જોડાઈ શકે છે. સામાજિક આગેવાનો અને અન્ય સામાન્ય નાગરિકો આ રવેડી દરમિયાન સાધુ સંતોની સાથે રહી શક્તા નથી અને શાહી સ્નાન કરી શક્તા નથી. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી આ રવેડીમાં સામાજિક આગેવાનો અને અન્ય સેવકો પણ સાધુઓની આ રવેડીમાં સામાન્ય પહેરવેશમાં સ્નાન કરવાનું શરૂ થયુ છે. આ વર્ષે કીર્તિ પટેલના રવેડી દરમિયાન મૃગીકુંડમાં સ્નાન વિવાદ બાબત આ તમામ બાબતો અંગે ચાર સંસ્થા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

જલારામ સર્કલ સેવા સમિતિ, અખિલ ભારત હિંદુ, મહાસભા ગુજરાત, છત્રપતિ શિવાજી મહારાજ જન્મ ઉત્સવ સમિતિ અને સનાતન એક્તા સમિતિ દ્વારા રજૂઆત કરાઈ છે કે મેળા દરમિયાન કરોડો સનાતનીઓની આસ્થાને ઠેસ પહોંચે તે વર્ષોની પરંપરા છેલ્લા કેટલાક વર્ષોથી તૂટી રહી છે. ભવનાથ મંદિરમાં સ્નાન કર્યા બાદ અને ધોતી પહેરીને ગર્ભગૃહમાં પ્રવેશ થઈ શકે છે. સામાન્ય પહેરવેશ પહેરીને વર્જ્ય નથી.

મહાશિવરાત્રી પર્વે રાત્રે જ્યારે સાધુઓની રવેડી નીકળે છે તેમા માત્ર ત્રણ અખાડા જુના અખાડા, આહવાન અખાડા, અગ્નિ અખાડા ના નાગા સાધુઓ અને સાધ્વીઓ મહાંડલેશ્વરમાં જોડાઈ શકે છે. જેમા સંસારી સાધુ સમાજમાંથી માત્ર 8 થી 10 લોકો હોય છે. જેનુ કામ અખાડાના બેનર અને ધ્વજાની વ્યવસ્થા સંભાળવાનુ હોય છે. અખાડાના સાધુ સંતો સિવાય અન્ય કોઈ રવેડીમાં પ્રવેશ શક્તુ નથી. પરંતુ આ પરંપરા તૂટી રહી છે. આવી અનેક હિંદુ ધર્મની લાગણી દુભાઈ છે તો અમારી વિનંતી છે કે આ બાબતે રાજ્ય સરકાર ના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એ યોગ્ય કરવું જોઈએ.

ફરીવાર આવી ભૂલ થવી જોઈએ નહીં…

ખાખી મઢી ના મહંત સુખરામદાસ બાપુ એ પણ જણાવ્યુ કે આવી ભૂલ થવી ના જોઈએ આ તમામ ભૂલો થઈ છે તેમાં તમામ શ્રદ્ધા ધરાવતા લોકોની લાગણી દુભાણી છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

બાંગ્લાદેશ બાદ હવે નેપાળમાં બનવા જઈ રહી છે ભારત વિરોધી-અમેરિકા સમર્થિત સરકાર…. શું ભારતનું વધશે ટેન્શન?

Published On - 4:01 pm, Thu, 12 March 26