લ્યો બોલો! યુવાને ખાનગી કાર પર લાલ-વાદળી લાઇટ લગાવવા SP પાસે મંજૂરી માંગી

|

Mar 20, 2024 | 8:13 PM

નકલી અધિકારીઓ ઝડપાવાના સિલસિલા વચ્ચે હવે યુવાનોમાં જાણે કે કાર પર લાલ-વાદળી બિકન લગાવવાનો શોખ લાગ્યો હોય એવી ઘટના સાબરકાંઠામાં સામે આવી છે. એક યુવાને જિલ્લા પોલીસ વડા સમક્ષ એક અરજી કરી છે અને ખાનગી કાર પર લાલ પીળી અને વાદળી રંગની લાઇટ લગાવવા માટેની માંગ કરી છે.

લ્યો બોલો! યુવાને ખાનગી કાર પર લાલ-વાદળી લાઇટ લગાવવા SP પાસે મંજૂરી માંગી
SP પાસે માંગી મંજૂરી

Follow us on

એક તરફ રાજ્યમાં નકલી અધિકારીઓ ઝડપાઇ રહ્યા છે. ત્યાં હવે કેટલાક યુવાનો પોતાની કાર પર અલગ અલગ એલઇડી લાઇટ અને હોર્ન લગાવીને રુઆબ છાંટતા નજર આવતા હોય છે. પોલીસ દ્વારા આવા અધિકારીઓને પણ પકડવામાં આવે છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

આ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં એક યુવાને લાલ, પીળી અને વાદળી લાઇટ પોતાની ખાનગી કાર પર લગાવવા માટેની મંજૂરી માંગી છે. યુવાને આ માટે જિલ્લા પોલીસ અધિક્ષકને અરજી પણ કરી છે.

એસપી અને આરટીઓને કરી અરજી

સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકને સંબોધીને એક યુવાને અરજી કરી છે. જે અરજીમાં તેણે પોતાની ખાનગી કાર પર બિકન-એલઇડી લગાવવા માટે મંજૂરી માંગી છે. વિજયનગરના આ યુવાને એસપીને અરજી કરીને આ અંગે રજૂઆત કરી છે. યુવાને અરજીની એક નકલને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, હિંમતનગરને પણ મોકલી આપી છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

પોલીસ તંત્ર પણ યુવાનની માંગણી જોઇને ચોંકી ઉઠ્યુ છે. કારણ કે ખાનગી વાહન પર અને એ પણ કોઇ પદ વિના જ લાઇટ લગાવવીની મંજૂરી કેવી રીતે આપી શકાય. જે રીતે અધિકારીઓ અને પોલીસના અધિકારીઓના વાહનો પર લાલ અને વાદળી એલઇડી-બિકન લગાવેલી હોય છે. એવી જ લાઇટ ખાનગી કાર પર લગાવવાની માંગણીને લઈ હવે પોલીસ આશ્ચર્ય અનુભવી રહી છે.

મંજૂરી માંગવાનું આ છે કારણ?

હવે તમને પણ થતુ હશે કે, આ યુવાનને વળી કોઈ હોદ્દા અને સરકારી પદ વિના જ કેમ આવી લાઇટ પોતાની ખાનગી કાર પર લગાવવાની ઇચ્છા થઈ હશે. તો આ માટેનું કારણ એ છે કે, નાયબ વન સંરક્ષક, સાબરકાંઠાની એક ખાનગી સ્કોર્પિયો કાર પર આવી જ એલઈડી-બિકન લાઇટ લગાવવામાં આવી છે. જેને દૂર કરવા માટે આ યુવાને રજૂઆત કરી છે.

આ પણ વાંચો: હિંમતનગરમાં થયેલ 49 લાખની આંગડીયા લૂંટનો ભેદ ઉકેલાયો, 7 આરોપીઓ ઝડપાયા

આ રજૂઆત બાદ પણ કાર પર આવી લાઇટ નજર આવવાને લઈ યુવાને અરજીમાં જ લખ્યુ છે કે, જેવી લાઇટ નાયબ વનસંરક્ષકના ખાનગી વાહન પર લગાડવામાં આવેલ છે, તેવી જ તે પોતે પોતાની ખાનગી કાર પર લાઈટ લગાવવાની ઈચ્છા ધરાવે છે. જેમાં તેણે લાલ, પીળી અને વાદળી લાઈટ લગાડવાની માંગ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 8:13 pm, Wed, 20 March 24

Next Article