World Environment Day 2022: સાબરમતી નદીના કિનારે CM ભૂપેન્દ્ર પટેલે 11 હજાર રોપાનુ વૃક્ષારોપણ કરાવ્યુ, કહ્યુ 5 દાયકાનુ આયોજન કરાય છે.

|

Jun 05, 2022 | 3:23 PM

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મોટા પ્રમાણમાં વૃક્ષોનો ઉછેર સ્થાનિક લોકો કરે છે અને જેને લઈને જ સહેલાણીઓ માટે પોળો ફોરેસ્ટ (Polo Forest) એરિયા ખૂબ પસંદગીની સ્થળ છે. પ્રકૃતિને માણવા માટે મોટી સંખ્યામાં અહીં સહેલાઓ આવે છે.

World Environment Day 2022: સાબરમતી નદીના કિનારે CM ભૂપેન્દ્ર પટેલે 11 હજાર રોપાનુ વૃક્ષારોપણ કરાવ્યુ, કહ્યુ 5 દાયકાનુ આયોજન કરાય છે.
CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં 11 હજાર રોપાનુ વૃક્ષારોપણ

Follow us on

હિમતનગર તાલુકાના દેરોલ (Derol) ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) ની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day 2022) ની ઉજવણી કરવામાં આવી હતી. સાબરમતી નદીના કિનારે અગીયાર હજાર જેટલા છોડનું વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. ગ્રીન ગુજરાત બનાવવા માટે આગામી ૫૦ થી ૬૦ વર્ષને ધ્યાનમાં રાખીને નવા વૃક્ષોનો ઉછેર રાજ્ય સરકાર ધ્વારા કરવામાં આવી રહ્યો હોવાનુ મુખ્યપ્રધાને કહ્યુ હતુ. તેઓએ દેશ અને રાજ્ય પર્યાવરણ માટે મોટુ યોગદાન આપી રહ્યુ છે અને આ દીશામાં નક્કર કામગીરી પણ કરવામાં આવી રહી છે.

વિશ્વ પર્યાવરણ દિન નિમિતે હિમતનગરના દેરોલ નજીક સાબરમતી નદીના કિનારે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો. સાબરમતી ના કિનારે અગિયાર હજાર જેટલા વૃક્ષોનો ઉછેર કરવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ દિવસને લઈને મુખ્ય પ્રધાને રાજ્ય અને દેશ નું આ દિશામાં રહેલ યોગદાન યાદ કરાવ્યું હતું. તેઓએ કહ્યું હતું રાજ્યમાં નવા વૃક્ષોનું ઉછેર આગામી પાચ થી છ દાયકાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. એટલે કે વિકાસ માટે જરૂરી રોડ રસ્તા પહોળા કરવા અથવા નવા નિર્માણ કરતી વેળા ઝાડ ના કાપવા પડે તે પ્રકારનું નવા વૃક્ષોનો ઉછેર કરવામાં આવે છે.

આરોગ્ય પ્રધાને પણ વૃક્ષોની જરુરીયાત સમજાવી

રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.તેઓએ પણ વૃક્ષોના જતન સાથે સ્વાસ્થ્ય ને લઇ થતા ફાયદા સમજાવ્યા હતા. તેઓએ વૃક્ષોની સારા આરોગ્ય માટે કેમ જરુર છે એ બાબત પર ચર્ચા કરી હતી. તેઓએ વૃક્ષોને વધુને વધુ વાવણી કરવા માટે અને તેનુ જતન કરવા માટે અપિલ કરી હતી. આ કાર્યક્રમમાં પદ્મ ભૂષણ સચ્ચિદાનંદ મહારાજ ઉપસ્થિતિ રહ્યા હતા તેમનું પ્રાકૃતિક સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ ૧૧ લાખ ૧૧ હજાર ૧૧૧ નો ચેક પદ્મ ભૂષણ સચ્ચિદાનંદ મહારાજને અર્પણ કરવામાં આવ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વૃક્ષો મોટા પ્રમાણમાં ઉછેર કરવામાં આવે છે અને એટલે જ આ વિસ્તારનો પોળો ફોરેસ્ટ એરિયા સહેલાણીઓને ખૂબ પસંદ છે. સહેલાણીઓ પ્રકૃતિને માણવા માટે એટલે જ અહીં મોટા પ્રમાણમાં ઉમટે છે. સાબરકાંઠાના વિજયનગર અને અરવલ્લીના શામળાજી નજીકનો ઓડ વિસ્તાર પણ મહિલા મંડળીઓ દ્વારા વૃક્ષ ઉછેર માટે જાણીતો છે.

Published On - 3:23 pm, Sun, 5 June 22

Next Article