રસ્તો બનાવવા માટે રજૂઆતો કરી પણ કોઈ એ સાંભળી નહીં, હવે ગામના લોકો જાતે જ માર્ગ બનાવવા શ્રમદાન કરવા લાગ્યા-Video

|

Jul 24, 2022 | 7:17 PM

ગામના લોકોએ જાતે જ ડુંગરાળ વિસ્તારમાંથી છુટા છવાયા પથ્થરો વિણવાની શરુઆત કરી, અને બાદમાં તેના વડે ખાડા ધરાવતા રસ્તા પર પાથરીને કાચો માર્ગ તૈયાર કરવા પરીશ્રમ શરુ કરતા વિડીયો વાયરલ (Video Viral) થયો

રસ્તો બનાવવા માટે રજૂઆતો કરી પણ કોઈ એ સાંભળી નહીં, હવે ગામના લોકો જાતે જ માર્ગ બનાવવા શ્રમદાન કરવા લાગ્યા-Video
ગામના લોકોએ સ્મશાન અને ખેતરમાં જવા કાચો માર્ગ તૈયાર કર્યો

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના હિંમતનગરના પેઢમાલા ગામના લોકોને રસ્તાને લઈને અગવડા સર્જાતા જાતે જ અવર જવર કરી શકાય એવો રસ્તો તૈયાર કરવાની શરુઆત કરી. ગામના ખેડૂતોને ખેતરમાં જવા અને સ્મશાને જવાની સમસ્યા ભોગવવી પડતી હતી. વરસાદની સિઝનમાં સ્થાનિકોએ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હતો. જેને લઈ સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં સરકારી તંત્ર કે નેતાઓ કોઈ જ મદદ નહીં કરતા અંતે ગ્રામજનોએ જાત મહેનત જીંદાબાદનુ સૂત્ર અપનાવી રસ્તો તૈયાર કરવા માટે પ્રયાસ કર્યો છે. ગામના લોકોએ આ અંગેનો વિડીયો પણ સોશીયલ મીડિયા પર વાયરલ (Video Viral) કરતા હવે સ્થાનિક રાજકીય આગેવાની સ્થિતી શરમજનક બની ગઈ છે.

પેઢમાલા ગામ આમ પણ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈને લઈ ચર્ચામાં રહ્યુ હતુ. આ ગામના પર્વત પર અહીં પિતા પુત્રનો વિશાળ આશ્રમ હતો. જેની પર ચાલતી ગતીવીધીઓનો ગામના લોકોએ શરુઆતથી વિરોધ કર્યો હતો. જેથી આ ગામ સતત ચર્ચામાં રહ્યુ હતુ. હવે આ ગામના લોકો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, પરંતુ આ વખતે સમસ્યા જુદી છે. કારણ કે જે નારાયણ સાંઈના આશ્રમ લગી ખાનગી જમીનમાં વ્યક્તિગત રસ્તો હોવાને લઈ વિવાદ બન્યો હતો. એ જ ગામના લોકોને માટે સ્મશાન અને ખેતરમાં પહોંચવા માટે રસ્તો નિર્માણ થઇ શકતો નથી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગામના લોકો શ્રમદાન કરવા જોડાયા

ગામના લોકો એ અંતે રજૂઆતોથી હારી થાકીને પોતાની મેળે જ કાચા રસ્તાને સમાર કામ કરવાની શરુઆત કરી છે. ગામના લોકોએ ગામની આસપાસના ડુંગરાળ વિસ્તારમાં છુટા છવાયા પડેલા પથ્થરોને એકઠા કરીને સ્મશાન અને ખેતરમાં જવાના રસ્તાને સમાર કામ કરી રહ્યા છે. વરસાદની સિઝમાં રસ્તા પર થી નિકળી શકવુ મુશ્કેલ હોઈ ગામના લોકોએ તેમાં પોતાનુ શ્રમદાન આપીને ખાડાઓને પથ્થર પાથરીને પુરવામાં આવી રહ્યા છે. અને ધીરે ધીરે કાચો પણ અવર જવર કરી શકાય એવો રસ્તો નિર્માણ કરવાનુ કાર્ય હાથ ધર્યુ છે. ગામના લોકોએ આ પરિશ્રમ શરુ કરીને હવે રજૂઆતો કરવાને બદલે હવે જાત મહેનત પસંદ કરી લીધી છે.

પંચાયતે રસ્તો બનવવા કરી મદદ-સરપંચ

ગ્રામ પંચાયત દ્વારા આ રસ્તા પર ખેડૂતો ચાલી શકે અને પગદંડી અવર જવર થઈ શકે એ માટે ટ્રેક્ટર વડે પથ્થર પાથરી આપ્યા હતા. તો વળી જેસીબી વડે પણ અહીં મદદ કરી હતી. આ દરમિયાન એક ગરનાળુ પણ ગ્રામ પંચાયત દ્વારા નિર્માણ કરવામાં આવ્યુ છે એમ સરપંચે Tv9 સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યુ હતુ. સાથે જ તેઓએ મીડિયાને કહ્યુ હતુ કે, ગામના રસ્તાઓ માટે તેઓએ પંચાયત મારફત રજૂઆત કરવામાં આવી છે. તેઓએ કહ્યુ હતુ કે અગાઉ પંદર વર્ષ રહેલા ડેલીગેટ દ્વારા પણ રસ્તાને લઈ ગરનાળાને મંજૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

Published On - 12:25 pm, Sun, 24 July 22

Next Article