Sabarkantha: દુર્ગાવાહિની દ્વારા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાયો, સપ્તાહ દરમ્યાન યુવતીઓએ રાષ્ટ્ર ભાવના દર્શાવતા કાર્યક્રમો યોજ્યા

|

May 21, 2022 | 10:07 PM

દુર્ગાવાહિની દ્વારા યોજાયેલ શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં સાત દિવસ સુધી યુવતીઓએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યુ હતુ, સલમતી અને સુરક્ષા અંગે પણ જાગૃતી અને માર્ગદર્શન મેળવ્યુ હતુ.

Sabarkantha: દુર્ગાવાહિની દ્વારા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાયો, સપ્તાહ દરમ્યાન યુવતીઓએ રાષ્ટ્ર ભાવના દર્શાવતા કાર્યક્રમો યોજ્યા
Durga Vahini દ્વારા હિંમતનગરમાં રેલી યોજવામાં આવી હતી

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના હિંમતનગર (Himmatnagar) નજીક આવેલા એક શૈક્ષણિક સંકુલમાં દુર્ગાવાહિની દ્વારા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યાં યુવતીઓ ઉપસ્થિત રહી હતી. યુવતીઓમાં સલામતી અને સુરક્ષા માટેના માર્ગદર્શન સાથે યુવતીઓ અને મહિલાઓને જાગૃત અને સંગઠિત કરવા માટે પણ માર્ગદર્શન આ દરમિયાન આપવામાં આવ્યુ હતુ. એક સપ્તાહ સુધીનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો અને જેમાં યુવતીઓએ પણ રાષ્ટ્ર ભાવનાના વિકાસ હેતુના પ્રશિક્ષણનો લાભ લીધો હતો. દુર્ગાવાહિની (Durga Vahini) દ્વારા યોજાયેલ આ પ્રસંગે કેન્દ્રીય સહમંત્રી સુરેન્દ્રજી જૈન પણ વર્ગમાં માર્ગદર્શન માટે શનિવારે વિશષ ઉપસ્થિત રહ્યા હતા.

હિંમતનગર શહેર નજીક આવેલા વિશાળ શૈક્ષણિક સંકુલમાં દુર્ગાવાહિની દ્વારા મહિલાઓ અને યુવતીઓ માટે પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો હતો. સાત દિવસના આ શૌર્ય પ્રશિક્ષણ વર્ગ દરમિયાન યુવતીઓમાં શારીરિક, માનસિક, બૌદ્ધિક વિકાસ થાય સાથે રાષ્ટ્રભાવનાનો પણ વિકાસ થાય તે હેતુસર માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતુ. દિકરીઓ દ્વારા સપ્તાહ દરમિયાન દર્શાવેલ ઉત્સાહને વિશ્વ હિન્દુ પરિષદ ના કેન્દ્રીય સહમંત્રી સુરેન્દ્રજી જૈન પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યુ હતુ. રાષ્ટ્ર સમર્પણ માટે ના દીકરીઓના ભાવ દ્વારા અન્ય દીકરીઓ ને પણ તેઓ પ્રેરણા આપે એવી વાત કરી હતી . ત્યારબાદ દીનેશગીરીજી મહારાજે અને રામદાસ બાપુ એ આશીર્વચન પાઠવ્યા હતા. ઉ.ગુ. પ્રાંત મંત્રી નલિનભાઈ પટેલ, ઉ.ગુ. સંગઠન મંત્રી રાજેશભાઇ પટેલ, મહંત શ્રી રામદાસજી, વિરેશ્વર મહાદેવ ઉપસ્થિત રહ્યા હતા.

વર્ગ દરમિયાન યુવતીઓ અને મહિલાઓને હાલમાં વર્તમાન સમયમાં સલામતી અને સુરક્ષાને લઈને જાગૃતી કેળવે એ માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. દેશના ઇતિહાસમાં મહિલાઓએ દર્શાવેલ દેશદાઝના દાખલા અને સંઘર્ષની વાતો પણ સપ્તાહ દરમિયાન યુવતીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

હિંમતનગરમાં શૌર્ય સંચલન યોજાયુ હતુ

દુર્ગાવાહિની યુવતીઓ દ્રારા ગત ગુરુવારે વિશાળ શૌર્ય પથ સંચાલનનુ આયોજન કર્યુ હતુ. જેમાં શહેરના મહાકાળી મંદિરથી ટાવર ચોક સુધી પથ સંચલન ગુરુવારે સાંજે યોજવામાં આવ્યુ હતુ. યુવતીઓએ જીપ, બાઈક અને ઘોડે સવારી કરીને પથ સંચલનમાં જોડાઈ હતી. યુવતીઓ સ્વંયં જીપ સહિતના વાહનો આ દરમિયાન હંકાર્યા હતા. તેઓએ પથ સંચલન મારફતે શહેરની યુવતીઓમાં જાગૃતિ પ્રેરવાનો પણ પ્રયાસ કર્યો હતો. શહેરમાં અગ્રણીઓએ પથ સંચલનમાં જોડાયેલ યુવતીઓનુ સ્વાગત કર્યુ હતુ.

 

 

Published On - 9:52 pm, Sat, 21 May 22

Next Article