Sabarkantha: શેરી શિક્ષણ અને આર્થિક રાહતથી સરકારી શાળાનું આકર્ષણ વધ્યુ, વિદ્યાર્થીની સંખ્યા વધવા લાગી

|

Jun 25, 2021 | 5:20 PM

સરકારી શિક્ષણ વ્યવસ્થાએ કોરોના જેવા કપરાકાળમાં વાલીઓને આર્થિક ભાર વગર જ શિક્ષણ પુરુ પાડવા લાગ્યુ છે. જેને લઈને ગ્રામ્ય વિસ્તારમાં બાળકો શિક્ષણ મેળવી શકે છે.

Sabarkantha: શેરી શિક્ષણ અને આર્થિક રાહતથી સરકારી શાળાનું આકર્ષણ વધ્યુ, વિદ્યાર્થીની સંખ્યા વધવા લાગી
Street Education System

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં કોરોનાકાળ દરમ્યાન સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. હાલમાં કોરોનાકાળ (Corona Virus) દરમ્યાન શાળાઓ બંધ છે. આ દરમ્યાન મોટાભાગની શાળાઓ શિક્ષણ કાર્ય ઓનલાઈન (Online Education) ચલાવી રહી છે. ખાનગી શાળાઓ ઓનલાઈન શિક્ષણ માટે તગડી ફી વસુલ કરે છે. જેની સામે સરકારી શાળાનું શિક્ષણ હવે આકર્ષણ વધારવા લાગ્યુ છે. સાબરકાંઠામાં આવા 800 જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા કોરોનાકાળ શરુ થયા પછી વધી છે.

 

કેટલાક શિક્ષકો પોતાની પાસે ઉપલબ્ધ સ્માર્ટ ફોન વડે જ શિક્ષણને ઓનલાઈન કરી રહ્યા છે. આમ વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે તો વળી ખાનગી શાળાઓમાં યોગ્ય ડીગ્રીઓ વિનાના સ્ટાફને લઈને શિક્ષણનું સ્તર પણ ઘટવા લાગ્યુ છે. જેને લઈને હવે વાલીઓ સરકારી શાળાઓ તરફ વળવા લાગ્યા છે. સરકારી શિક્ષણ વ્યવસ્થાએ કોરોના જેવા કપરાકાળમાં વાલીઓને આર્થિક ભાર વગર જ શિક્ષણ પુરુ પાડવા લાગ્યુ છે. જેને લઈને ગ્રામ્ય વિસ્તારમાં બાળકો શિક્ષણ મેળવી શકે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

કાંકણોલ ગામના વાલી મનિષ મિસ્ત્રીએ કહ્યું હતુ પહેલા ખાનગી શાળામાં પહેલા 15 હજાર રુપિયા ફી ચુકવતો હતો. અહીં બાળક મફતમાં ભણે છે. અહીં શેરી શિક્ષણ અને ઓનલાઈન શિક્ષણ મળી રહે છે. આવુ જ એક વાલી ભૌમિક પટેલે પણ કહ્યું હતુ કે મોંઘી ફી સામે શેરી શિક્ષણ અને ઓનલાઈન શિક્ષણની સુવિધા સરકારી શાળામાં સારી મળી રહી છે. જેને લઈને પોતાની દીકરીને સરકારી શાળામાં અભ્યાસ કરવા એડમિશન લીધુ છે.

 

શિક્ષણના અધિકારી કહે છે, શેરી શિક્ષણ અસરકારક

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરીએ કહ્યું હતુ કે વિદ્યાર્થીની સંખ્યા વધી રહી છે. જ્યાં ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થાની સમસ્યા છે, જ્યાં શિક્ષકો શેરી શિક્ષણ મારફતે શિક્ષણ પુરુ પાડે છે. જે જોઈને હવે વાલીઓ સરકારી શાળાઓ તરફ આકર્ષાયા છે. કારણ કે હાલમાં શેરી શિક્ષણ અસરકાર નિવડી રહ્યું છે.

 

આ રીતે ચાલે છે શેરી શિક્ષણ

કોરોનાકાળ દરમ્યાન ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષકો દ્વારા શેરી શિક્ષણ હાથ ધરવામાં આવ્યુ છે. શિક્ષકો દ્વારા 5-10 બાળકને તેમના ઘરે જઈ નજીકમાં એક સ્થળે બેસાડીને અભ્યાસ કરાવે છે. તેમજ કેટલાક વીડિયો પણ બાળકોના વાલીને મોકલવામાં આવે છે. જેના દ્વારા બાળકો શિક્ષણ મેળવી શકે છે. પોગલુ, કાંકણોલ, સોનાસણ અને સીતાવાડા જેવી શાળાઓએ શરુઆતથી જ શેરી શિક્ષણ (Street Education) પર ભાર મુક્યો હતો. જે સીધુ જ જીલ્લા શિક્ષણાધિકારીની દેખરેખ હેઠળ અભિયાન શરુ થયુ હતુ.

 

મોંઘી ફી પોષાતી નહતી

કોરોનાકાળમાં મધ્યમવર્ગના લોકોએ આર્થિક સમસ્યાઓનો સામનો કર્યો છે. જેને લઈને વાલીઓને પોતાના બાળકોનો અભ્યાસ મોંઘીદાટ શાળાઓમાં કરવો પોષાતો નથી તો બીજી તરફ ખાનગી અને સરકારી શાળાઓના શિક્ષણની પણ તુલના હવે ઘરે બેઠા વાલીઓ ઓનલાઈન શિક્ષણને લઈને કરી રહ્યા છે. આમ વાલીઓ મોંઘી ફીના બદલે હવે સરકારી શાળાઓ તરફ આકર્ષાઈ રહ્યા છે.

 

Published On - 5:16 pm, Fri, 25 June 21

Next Article