Sabarkantha: હિંમતનગર નજીકથી 234 કિલો માદક પદાર્થનો જથ્થો SOG એ ઝડપ્યો, અજાણ્યા શખ્શો કાર બીનવારસી છોડી ફરાર

|

Jun 05, 2022 | 4:11 PM

કારની તલાશી લેતામાં કારમાં પ્લાસ્ટીકના થેલા અને કોથળામાં ભરેલ 234.42 કિલોગ્રામ પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો. રાજકોટ (Rajkot) પાસીંગની કાર કોઈ અજાણ્યા શખ્શો બેરણાં રોડની સાઈડમાં મુકીને ફરાર થઈ ગયા હતા.

Sabarkantha: હિંમતનગર નજીકથી 234 કિલો માદક પદાર્થનો જથ્થો SOG એ ઝડપ્યો, અજાણ્યા શખ્શો કાર બીનવારસી છોડી ફરાર
SOG ને બાતમી મળતા તપાસ હાથ ધરી હતી

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના હિંમતનગર નજીક બેરણાં પાટીયા પાસે બિનવારસી પડેલી કારમાંથી તપાસ કરતા પોશ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજી સાબરકાંઠા ટીમને એક બિનવારસી કારમાં માદક પદાર્થ હોવાની બાતમી મળી હતી. જેને લઈને (SOG) ની ટીમ દ્વારા પહોંચીને કારની તલાશી લેતામાં કારમાં પ્લાસ્ટીકના થેલા અને કોથળામાં ભરેલ 234.42 કિલોગ્રામ પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો. રાજકોટ (Rajkot) પાસીંગની કાર કોઈ અજાણ્યા શખ્શો બેરણાં રોડની સાઈડમાં મુકીને ફરાર થઈ ગયા હતા. એસઓજીએ કાર કબ્જે લઈને ગાંભોઈ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવીને આરોપીને શોધવા માટે પ્રયાસો શરુ કર્યા છે.

એસઓજીની ટીમને એક બાતમી મળી હતી, જેને લઈને આ અંગે ટીમ દ્વારા શામળાજી રોડ પર બેરણાં ગામના પાટીયા પાસે જોતા એક સફેદ રંગની કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. કારને ખોલીને તલાસી લેતા કારમાં થી માદક પદાર્થનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કારનુ બોનેટ અને કારનો સાઈડ ગ્લાસ પણ તૂટેલી હાલતમાં હોવાનુ પોલીસને જણાઈ આવ્યુ હતુ. પોલીસને કારમાંથી 9 જેટલા કોથળા-થેલા મળી આવ્યા હતા. જેમાં 234 કિલોગ્રામથી વધુનો પોશ ડોડાનો જથ્થો ભરેલો હતો.

પોલીસે એફએસએલની ટીમને રુબરુ બોલાવીને તપાસ કરાવતા માદક જથ્થો હોવાનુ પ્રાથમિક રીતે જ જણાઈ આવ્યુ હતુ. તમામ થેલાઓમાંથી સેમ્પલ લઈને એફએસએલની ટીમે તપાસ માટે મોકલી આપ્યા હતા. મોટી માત્રામાં માદક જથ્થો મળી આવવાને લઈ એસપી દ્વારા પણ ચીવટપૂર્વક તપાસ કરીને આરોપીઓને શોધી નિકાળવા માટેનીી કાર્યવાહી હાથ ધરાઈ હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આરોપી સુધી પહોંચવા CCTV સહિતની ચકાસણી હાથ ધરી

બિનવારસી કાર હોવાને લઈને પોલીસને અનેક સવાલો પણ થઈ રહ્યા છે, કારણ કે કારનો કેટલાક પાર્ટ્સ તુટેલી હાલતમાં હતા. આ સ્થિતીમાં કારના ચાલક સાથે અકસ્માત જેવી કોઈ ઘટના બની હોય કે કોઈએ તેનો પીછો કર્યો હોય એવા સંજોગોમાં ડરના માર્યા તે નેશનલ હાઈવેથી 100 મીટર અંદર રોડ પર કાર લઈ જઈને ઝાડી ઝાંખરાઓમાં થઈને ફરાર થઈ ગયો હોય. પોલીસે આરોપી સુધી પહોંચવા માટે હવે ટોલપ્લાઝા સહિત રસ્તામાં આવતા તમામ સીસીટીવી પણ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરી છે. કારના ચાલક સુધી પહોંચવા માટે તમામ પાસોઓને ચકાસવા અને તપાસવાની શરુઆત કરી છે.

 

 

 

Published On - 3:58 pm, Sun, 5 June 22

Next Article