Sabarkantha, Aravalli: વડાલી માં 4 ઈંચ વરસાદ ખાબક્યો, ધનસુરા અને ઈડરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જાણો અપડેટ

|

Aug 04, 2022 | 8:13 PM

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ (Heavy Rain) વરસ્યો હતો. વડાલી, ઇડર અને ધનસુરામાં નિચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા.

Sabarkantha, Aravalli: વડાલી માં 4 ઈંચ વરસાદ ખાબક્યો, ધનસુરા અને ઈડરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જાણો અપડેટ
વડાલીમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી (Aravalli) જિલ્લામાં વરસાદનો ઓગષ્ટ માસનો રાઉન્ડ શરુ થઈ ચૂક્યો છે. સવારથી જ બંને જિલ્લામાં છૂટા છવાયા વરસાદ વરસવા બાદ ઈડર અને વડાલીમાં બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વડાલી વિસ્તારમાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો (Rain Fall) છે. જ્યારે ધનસુરા અને ઈડરમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. વહેલી સવાર થી ભારે બફારો અનુભવાઈ રહ્યો હતો અને બાદમાં વરસાદ છૂટો છવાયો વરસ્યો હતો. પરંતુ બપોર બાદ કાળા ડિબાંગ વાદળો ચઢી આવતા ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વડાલીમાં અનેક સ્થળે પાણી ભરાઈ જવા પામ્યા હતા.

વડાલીમાં સરકારી કચેરીઓ આગળ પાણી ભરાયા

વડાલીમાં બપોર બાદ ચાર ઈંચ જેટલો વરસાદ માત્ર ત્રણેક કલાકમાં જ વરસ્યો હતો. ધોધમાર વરસાદ શરુ થતા વડાલીમાં નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા હતા. વડાલીમાં અંબાજી-હિંમતનગર સ્ટેટ હાઈવે પર આવેલ સરકારી કચેરીઓના પ્રાંગણમાં પણ પાણી ભરાવા લાગ્યા હતા. મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન અને તાલુકા પંચાયત સહિતના વિસ્તારો આગળ પાણી ભરાયા હતા. જ્યારે વડાલીના સમલેશ્વર તળાવમાં એક ખેડૂતનુ ટ્રેક્ટર ફસાઈ ગયુ હતુ. ઈડરમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ઈડર શહેરમાં પણ નિચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. હિંમતનગર શહેરના દક્ષિણ વિસ્તાર અને ગાંભોઈ વિસ્તારમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. જેને લઈ આ વિસ્તારોમાં પણ પાણી રસ્તાઓ પર ભરાઈ જવા પામ્યા હતા.

સાબરકાંઠા જિલ્લામાં સવારે 06.00 થી સાંજે 06.00 કલાક દરમિયાન વરસેલ વરસાદ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
સાબરકાંઠા જિલ્લો
ક્રમ તાલુકો વરસાદ
1 વડાલી 105 મીમી
2 ઈડર 45 મીમી
3 વિજયનગર 27 મીમી
4 પ્રાંતિજ 11 મીમી
5 પોશીના 08 મીમી
6 ખેડબ્રહ્મા  05 મીમી
7 હિંમતનગર 03 મીમી
8 તલોદ 00 મીમી

ધનસુરામાં પાણી પાણી

અરવલ્લી જિલ્લાના ધનસુરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધનસુરામાં બે કલાકમાં જ બે ઈંચ વરસાદ નોંંધાયો હતો. અહીં બપોર બાદ વરસેલા વરસાદને લઈ દર વખતની માફક આ વખતે પણ નડીયાદ મોડાસા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ધનસુરાના પરબડી વિસ્તાર અને બસસ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. બાયડમાં પણ એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે ભીલોડા અને મોડાસામાં અડધા-અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

અરવલ્લી જિલ્લામાં સવારે 06.00 થી સાંજે 06.00 કલાક દરમિયાન વરસેલ વરસાદ

અરવલ્લી જિલ્લો
ક્રમ તાલુકો વરસાદ
1 ધનસુરા 54 મીમી
2 બાયડ 21 મીમી
3 મોડાસા 10 મીમી
4 ભીલોડા 10 મીમી
5 માલપુર 00 મીમી
6 મેઘરજ 00 મીમી

 

Published On - 7:03 pm, Thu, 4 August 22

Next Article