હિંમતનગરમાં HUDA નુ અમલીકરણ ઝડપી બનાવવા CM ને મળી રજૂઆત કરાશે, MLA અને આગેવાનો રુબરુ મળશે

|

Feb 08, 2023 | 7:53 PM

હિંમતનગરમાં HUDA નો અમલ ઝડપી બનાવવા માટે મુખ્યપ્રધાનને વિવિધ સંસ્થાના પ્રતિનિધીઓ, આગેવાનો, ક્રેડાઈના સભ્યો રાજ્યના મુખ્યપ્રધાનને મળી રજુઆત કરશે. હુડાથી હિંમતનગરનો વિકાસ કાયાપલટ રુપ જોવા મળશે.

હિંમતનગરમાં HUDA નુ અમલીકરણ ઝડપી બનાવવા CM ને મળી રજૂઆત કરાશે, MLA અને આગેવાનો રુબરુ મળશે
HUDA ને ઝડપી મલ કરાવવા માટે ગતિવિધી તેજ બની

Follow us on

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (HUDA) લાગુ કરવા બાદ તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર હુડા લાગુ કરવામાં આવનાર છે. આ માટે સ્થાનિક આગેવાનો અને બિલ્ડરો રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને આ બાબતે રુબરુ મુલાકાત કરીને ઝડપથી શરુઆત કરવા માટે રજૂઆત કરશે. હિંમતનગર અને તેના આસપાસના વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકારનુ આ સુંદર પગલુ હતુ, પરંતુ કેટલાક લોકોએ રાજકીય હાથો બની વિરોધના સૂર પેદા કર્યા હતા. જોકે હવે ફરીથી હુડાને અમલમાં મુકવાને લઈ ઝડપ લાવવા માટે આશા સેવવામાં આવી રહી છે.

હાલમાં જ હિંમતનગર સ્થિત ટાઉન હોલમાં પૂર્વ ધારાસભ્ય અને દમણ-દીવ તેમજ લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે હિંમતનગરના વિકાસ અને ખેડૂતોની સમૃદ્ધી માટે હુડાને ઝડપથી અમલમાં મુકવાની વાત કહી હતી. જેને લઈ હવે શહેરના વિકાસ ઈચ્છતા આગેવાનોએ હુડાને ઝડપી બનાવવા માટે અમલમાં મુકવા માટે કસરત શરુ કરી દીધી છે. બીજી તરફ ક્રેડાઈ દ્વારા પણ રજૂઆત મુખ્યપ્રધાનને હાથ ધરવામાં આવનાર છે.

ક્રેડાઈ દ્વારા CMની મુલાકાત કરાશે

છેલ્લા 10 વર્ષથી હિંમતનગરનો વિકાસ મંદ પડી ગયો હતો. 2012 માં કોંગ્રેસે વિધાનસભામાં જીત મેળવ્યા બાદ અચાનક જ અગાઉ કરેલા વિકાસ કાર્યોના ધમધમાટને રોકી દેવા માટે વિરોધ ઉભો થયો હતો. મેડિકલ કોલેજ, હાથમતી કેનાલ ફ્રન્ટ, ફોર ટ્રેક આંતરીક રસ્તાઓ અને હુડાનો વિરોધ કરવામાં આવ્યો હતો. હવે સમય બદલાયો છે અને વિકાસ માટે આશાઓ લગાવી રહેલ ટીમ સક્રિય બની છે. જશ નહીં પરંતુ વાસ્તવિતાના ધ્યેય સાથે શહેર અને તાલુકાના વિકાસ માટેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. જે 2007 થી 2012 ના વિકાસની તર્જ પર કાર્ય હાથ ધરાશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ માટે હવે ક્રેડાઈ સાબરકાંઠાની ટીમ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની મુલાકાત કરશે. ક્રેડાઈના પ્રમુખ હિતેશ પટેલે આ અંગે ટીવી9 સાથે વાતચીત કરતા આ અંગે જણાવ્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, આ પહેલા ક્રેડાઈ દ્વારા સ્થાનિક સ્તરે બેઠક યોજીને વિકાસમાં સહભાગી થવાનો ટ્રેક તૈયાર કરશે. જેમાં સૌથી અગ્રીમતા હુડાને આપવામાં આવી રહી છે. જેના આધારે એક રુપરેખા તૈયાર કરીને મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવશે. ઝડપથી હુડાને અમલમાં મુકીને સત્વરે વિકાસની ગતિ ઝડપી બનાવવા રુબરુ મળશે.

ધારાસભ્ય અમલીકરણ માટે કરશે પ્રયાસ

આ અંગે મુખ્યપ્રધાનને મળીને ઝડપથી હુડાના અમલીકરણ માટે પ્રયાસ કરશે. શહેરીવિકાસ વિભાગના સચિવોને પણ કાર્યને ઝડપી બનાવવા માટે રજૂઆતો કરવામાં આવશે. હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ ટીવી9 સાથેની વાતચિતમાં જણાવ્યુ હતુ કે, અમે આ માટે પ્રયાસો શરુ કર્યા છે કે, હુડા ઝડપથી અમલમાં આવે. આ એક લાંબા સમયની પ્રક્રિયા છે, પરંતુ તેમાં સમયનો ઓછો વ્યય થાય એમ પ્રયાસ કરાશે.

ધારાસભ્ય વીડી ઝાલાએ આગળ કહ્યુ હતુ કે, સંકલ્પમાં આપેલા બે મુદ્દા હુડાના પાયામાં રહેશે. જેમાં સૌથી પ્રથમ મુદ્દો ખેડૂતોની સમૃદ્ધી વધે અને બીજો હિંમતનગર શહેર અને આસપાસના ગામડાઓનો આધુનિક વિકાસ થાય. જેથી ખેડૂતોની સમૃદ્ધી વધે, સાથે જ રોજગાર વધશે. આમ વિકાસની ગાડી ફરીથી પુરપાટ દોડે એ માટે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ગૃહરાજ્ય પ્રધાને લેવડાવેલા સંકલ્પ મુજબ વિકાસ કાર્યો આગળ ધપાવવા સખત પ્રયાસ કરાશે.

અગાઉ વિરોધ કર્યો, હવે પસ્તાવો

વર્ષ 2011-12 દરમિયાન હુડાને લાગુ કરવામાં આવ્યુ હતુ. તત્કાલીન ધારાસભ્ય અને ગૃહ રાજ્યપ્રધાન પ્રફુલ પટેલે આ માટે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી હતી. જે પ્રયાસો થકી અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી હિંમતનગરમાં લાગુ કરવામાં આવી હતી. હિંમતનગર શહેર અને આસપાસના 11 ગામોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે તેની અમલવારી શરુ થતા અગાઉ જ વર્ષ 2012 થી 2014 દરમિયાન વિરોધનો વંટોળ હુડાના વિરોધમાં ઉભો થયો હતો. હુડા રદ કરવા માટે ઉગ્ર આંદોલન સ્થાનિક રાજકીય આગેવાનોને ઈશારે શરુ કરવામાં આવ્યુ હતુ.

જેને વિરોધ વધતા અંતે રાજ્ય સરકારે હુડામાંથી 11 ગામોને હુડામાંથી હટાવી દીધા હતા. કોંગ્રેસના ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન વિરોધનો વંટોળ ઉભો કરવાને લઈ હુડાને સિમીત કરી દેવાયા બાદ છેલ્લા પાંચ વર્ષથી વિકાસની ગતિ પકડવા માટે હુડાને ફુલ ફ્લેગમાં શરુ કરવા માંગ થવા લાગી હતી. આસપાસના વિસ્તારના ગામડાઓના ખેડૂતોની સમૃદ્ધી માટે હુડાને ફરી લાગુ કરવા ઉગ્ર માંગ શરુ થઈ છે. હાલમાં ખેડૂતો પાસેથી સસ્તી જમીન દલાલો પડાવી રહ્યા છે, જે હુડા બાદ ત્રણથી પાંચ ગણી કિંમતે વેચાઈ શકે છે. આમ હુડાને લાગુ કરવા માટે ખેડૂતો, બિલ્ડીંગ ડેવલોપરો, આગેવાનો અને રાજકીય નેતાઓ સૌ કોઈ એક થયા છે અને રાજકીય હાથો બનાવીની ભૂલથી પસ્તાવો વ્યક્ત કરી રહ્યા છે.

 

 

Next Article