AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેઘરાજાએ ખેડૂતોની આશાઓ પર કૃપા વરસાવી દીધી, ધરોઈ ડેમ બાદ મેશ્વો અને માઝૂમ છલોછલ ભરાયા, હાથમતી-ગુહાઈમાં પણ ભરપૂર આવક થઈ

ધરોઈ ડેમ (Dharoi) માં ધીરે ધીરે ગુરુવારે સવારથી પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે, આ સાથે જ સાબરમતી નદી (Sabarmati River) માં પણ પાણ છોડવાના પ્રમાણમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

મેઘરાજાએ ખેડૂતોની આશાઓ પર કૃપા વરસાવી દીધી, ધરોઈ ડેમ બાદ મેશ્વો અને માઝૂમ છલોછલ ભરાયા, હાથમતી-ગુહાઈમાં પણ ભરપૂર આવક થઈ
Daroi Dam ના 4 દરવાજા હાલ ખુલ્લા
| Updated on: Aug 18, 2022 | 11:21 AM
Share

ઉત્તર ગુજરાત (North Gujarat) ના જળાશયોમાં છેલ્લા 48 કલાક દરમિયાન ભરપૂર પાણીની આવક નોંધાઈ છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ (Dharoi Dam) પણ તેના રુલ લેવલ પર પહોંચ્યો છે. ધરોઈ ડેમના 8 દરવાજા બુધવારે ખોલવાની સ્થિતી સર્જાઈ હતી. ગુરુવારે પણ સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. જોકે પાણીની આવકમાં ગુરુવારે સવાર થી ધીરે ધીરે ઘટાડો નોંધાઈ રહ્યો છે. શામળાજી (Shamlaji) નો મેશ્વો જળાશય પણ બુધવાર રાત્રી દરમિયાન છલકાઈ ગયો ગયો હતો. જ્યારે માઝૂમ ડેમ પણ બુધવારે સવારે રુલ લેવલ પર પહોંચ્યો હતો. ગુરુવારે સવારે 10 કલાકની સ્થિતી મુજબ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જળાશયો પર નજર કરીએ.

ધરોઈ જળાશય

સાબરમતી નદીમાં 66 હજાર ક્યુસેક પાણી બુધવારે સાંજે 7 કલાકે ધરોઈ ડેમમાંથી છોડવામાં આવ્યુ હતુ. આ માટે 12 પૈકીના 8 ગેટ ને 2.13 મીટર જેટલા ખોલી દેવામાં આવ્યા હતા. બુધવારે સવારે 1.43 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાતા ધરોઈ ડેમની સપાટી સતત ઝડપભેર વધવા લાગી હતી. જે રુલ લેવલ પર પહોંચતા જ પાણી નદીમાં છોડવામાં શરુ કરાયુ હતુ.. ગુરુવારે સવારે 9 કલાકે 36 હજાર ક્યુસેક અને 10 કલાકે 28 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ.

મેશ્વો ડેમ

ગત રાત્રી દરમિયાન ડેમ ઓવર ફ્લો થયો છે. ડેમના વેસ્ટ વિયરમાંથી ગત રાત્રીના 12 કલાકના અરસા દરમિયાન પાણી ઓવરફ્લો થયુ હતુ. ડેમની કુલ સપાટી 214.59 મીટર છે. અને હાલમાં 214.68 મીટરની સપાટી નોંધાઈ રહી છે. આમ જળાશય 100 ટકા ભરાઈ ચુક્યુ છે.

માઝમ ડેમ

સપાટી રુલ લેવલ પર પહોંચી છે. ડેમમાંથી હાલમાં 1000 ક્સુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. જે સવારે 2800 ક્યુસેક છોડાઈ રહ્યુ છે. બે ગેટ 0.20 મીટર ખુલ્લા રાખવામાં આવ્યા છે. ડેમની સંપૂર્ણ સપાટી 157.10 મીટર છે અને રુલ લેવલ 156.75 મીટર છે.

હરણાવ જળાશય

332.00 મીટરની સપાટી ધરાવતા હરણાવમા હાલમાં 400 ક્યુસેકની આવર અને એટલી જ જાવક છે. રુલ લેવલ સપાટી પહોંચવાને લઈ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. જળાશયમાં 95 ટકા થી વધુ પાણી છે.

ગુહાઈ જળાશય

બુધવારે 10 હજાર ક્યુસેકની આવક નોંધાઈ હતી, આ અગાઉ પણ સારી આવક નોંધાઈ હતી. ગુરુવારે સવારે 10 કલાકની સ્થિતીએ ડેમનુ કુલ સ્ટોરેજ 56.75 ટકા પર પહોંચ્યુ છે. જ્યારે 173 મીટર સંપૂર્ણ સપાટી ધરાવતા ગુહાઈની હાલની સપાટી 170.31 મીટર પર પહોંચી છે. હાલમાં સાડા પાંચસો ક્યુસેક આવક નોંધાઈ છે.

વાત્રક ડેમ

હાલમાં 3855 ક્યુસેક નોંધાઈ રહી છે. 136.25 મીટરની સંપૂર્ણ સપાટી ધરાવતા ડેમની હાલની સ્થિતી 132.01 મીટર છે. જળાશયમાં હાલનુ સ્ટોરેજ 45.85 ટકા જેટલુ નોધાયેલુ છે.

હાથમતી જળાશય

180.75 મીટરની સંપૂર્ણ સપાટી ધરાવતા હાથમતી જળાશયમાં હાલમાં 179.81 મીટરની સપાટી સુધી પાણી ભરાયુ છે. જળાશયમાં જથ્થાની સ્થિતી 81.40 મીટર પહોંચી છે. જે ખેડૂતો માટે ખુશી જનક છે. જેના આધારે સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને સિંચાઈના પાણી મળી રવી સિઝનમાં મળી રહેતા હોય છે.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">