ધરોઈ ડેમમાં એક લાખ ક્યુસેક કરતા વધારે નોંધાઈ પાણીની આવક, ધરોઈ છલોછલ! સાબરમતી નદીમાં પાણી છોડવાને લઈ એલર્ટ અપાયુ

|

Aug 17, 2022 | 10:53 AM

ઉત્તર ગુજરાત (North Gujarat) માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ સારા પ્રમાણમાં નોંધાયો છે. જેને લઈ ઉત્તર ગુજરાતના જળાશયોમાં નોંધપાત્ર આવક નોંધાઈ છે. ધરોઈ જળાશય (Dharoi Dam) હવે તેની ભયજનક સપાટી તરફ પહોંચવાથી થોડેક દૂર રહ્યો છે.

ધરોઈ ડેમમાં એક લાખ ક્યુસેક કરતા વધારે નોંધાઈ પાણીની આવક, ધરોઈ છલોછલ! સાબરમતી નદીમાં પાણી છોડવાને લઈ એલર્ટ અપાયુ
Dharoi Dam માં મધ્યરાત્રી દરમિયાન 1.43 લાખ ક્યુસેક આવક નોંધાઈ હતી

Follow us on

સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા ઉપરાંત ઉપરવાસ રાજસ્થાન વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ મંગળવારે નોંધાયો હતો. રાત્રી દરમિયાન પણ સારા વરસાદને લઈ સ્થાનિક જળાશયોમાં નોંધપાત્ર આવક થઈ રહી છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સાબરમતી નદી (Sabarmati River) પર આવેલા ધરોઈ ડેમ (Dharoi Dam) માં પણ છેલ્લા ચોવીસ કલાકથી પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે. સોમવાર મધ્યરાત્રીથી થઈ રહેલી પાણીની આવક મંગળવારે મધ્યરાત્રી બાદ 1.42 લાખ ક્યુસેક પર પહોંચી હતી. જેને લઈ ડેમની સપાટી સતત વધવા લાગી હતી. ધરોઈ ડેમ હવે તેની ભય જનક સપાટીથી નજીક છે. સવારે 7 કલાક થી 1200 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યુ છે, જે 9 કલાકે 10 હજાર કે તેથી વધુ ક્યુસેક છોડવાનો નિર્ણય કરાયો છે.

ધરોઈમાં બુધવારે સવારે 10 થી 15 હજાર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે સાબરમતી નદી કાંઠાના વિસ્તારને આ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તબક્કાવાર સાબરમતી નદીમાં એક લાખ ક્યુસેક સુધીનો પ્રવાહ છોડી શકાય છે એમ પણ જારી કરેલ એલર્ટમાં જણાવવામાં આવ્યુ છે. આ માટે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, અમદાવાદ, ખેડા અને આણંદ વિસ્તારના જિલ્લા કલેકટરને પત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ધરોઈ રુલ લેવલ થી માત્ર થોડા ઈંચ દૂર

ધરોઈ ડેમમાં છેલ્લા ચોવીસ કલાકથી ભરપૂર આવક નોંધાઈ રહી છે. હાલમાં મંગળવારે સવારે 8.00 કલાકે ધરોઈની આવક 1.12 લાખ ક્યુસેક નોંધાઈ હતી. જે સવારે 7.00 કલાકે 1.38 લાખ ક્યુસેક નોંધાઈ હતી. જ્યારે સવારે 5.00 કલાક અને 6.00 કલાકે આવક 1.43 લાખ ક્યુસેક નોંધાઈ હતી. મધ્યરાત્રી બાદ આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો. જે તબક્કાવાર મધ્યરાત્રીના 1 કલાકે 51 હજાર ક્યુસેક હતી, જે 2 કલાકે 69 હજાર અને 3 કલાકે 1.3 લાખ ક્યુસેક પર પહોંચી હતી.

હાલમાં સવારે 8.00 કલાકની સ્થિતીએ ધરોઈ ડેમ 188.11 મીટરની સપાટી નોંધાઈ છે. જે ભયજનક સપાટીથી હવે માત્ર થોડોક જ દૂર રહ્યો છે. રુલ લેવલ 188.67 મીટર છે અને સંપૂર્ણ સપાટી 189.50 મીટર છે. આમ હવે જો આ પ્રકારે આવક આગામી સમયમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદથી રહેશે તો, સાબરમતી નદીમાં ડેમનુ પાણી છોડવાની સ્થિતી થઈ છે. એટલે કે આગામી સમયમાં વરસાદની સ્થિતી ભારે રહેશે તો, ધરોઈ ડેમ છલોછલ થઈ શકે છે અને હવે રુલ લેવલ થી ઈંચમાં જ અંતર બાકી રહેવા પામ્યુ હોઈ ધરોઈના દરવાજાને ખોલવામાં આવનાર છે.

 

માઝમ ડેમ ના બે ગેટ ખોલાયા

અરવલ્લી જિલ્લાના માઝમ ડેમમાં પાણીની આવક સતત નોંધાવવાને લઈ ડેમની સપાટી રુલ લેવલ પર પહોંચી છે. માઝમ ડેમમાંથી બુધવારે સવારે 9 કલાકથી પાણી નદીમાં છોડવમાં આવ્યુ છે. ડેમના બે ગેટ ખોલી દેવામાં આવ્યા છે અને 3600 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યુ છે. માઝમ ડેમ નું સવારે 9 કલાકની સ્થિતીએ ડેમનુ લેવલ ૧૫૬.૧૩ મીટર છે અને પાણીની આવક ૩૬૦૦ ક્યુસેક નોંધાઈ હતી. રૂલ લેવલ ૧૫૬.૧૪ મીટર છે. માઝમ નદી કાંઠા વિસ્તારના ગામો ને અગાઉ થી જ સાવચેત કરાયા હતા.

 

શામળાજીમાં આવેલ મેશ્વો જળાશય છલકાવાની તૈયારી

 

મેશ્વો જળાશય 94.85 ટકા ભરાઈ ચુક્યો છે. જેને લઈ હવે તંત્ર દ્વારા તેની પર સતત નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક નદી વિસ્તારના લોકોને પણ આ અંગે સતર્ક રહેવાની જાણકારી આપી દેવામાં આવી છે. મેશ્વો જળાશયની હાલની સપાટી 214.12 મીટર સવારે 8.00 કલાકે નોંધાઈ છે.  જળાશયની સંપૂર્ણ સપાટી 214.59 મીટર છે.  સવારે 8.00 કલાકે 1270 ક્યુસેક આવક મેશ્વો નદીમાં નોંધાઈ રહી છે. આમ આવક વધતા જ મેશ્વો જળાશય છલકાઈ જવાની સ્થિતી જણાઈ રહી છે. જેને લઈ જિલ્લા તંત્ર દ્વારા મેશ્વો જળાશયના નદી કાંઠા અને વેસ્ટ વિયર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોને સતર્ક કર્યા છે.

Published On - 8:26 am, Wed, 17 August 22

Next Article