
ગુજરાતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાબરકાંઠાના ઈડરના રતનપુર ગામમાં સામાન્ય પરિવારને કરોડા રુપિયા ઈન્કમટેક્સ ભરવા માટે નોટિસ ફટકારી છે. ખાનગી કંપનીમાં જીતેશ મકવાણા 12 હજારના પગારે નોકરી કરે છે. નોટિસ અનુસાર જે.કે ઍન્ટરપ્રાઇઝ પેઢીથી કરોડોનો વ્યવહાર થયો હોવાનું દર્શાવ્યું છે. જે.કે ઍન્ટરપ્રાઇઝ પેઢી જીતેશ મકવાણાની હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જીતેશનો પરિવાર સરકારી આવાસમાં રહી જીવન ગુજારે છે. ત્યારે 36 કરોડ રુપિયા ઈન્કમટેક્સ ભરવાની નોટિસ મળતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય એવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 4 દિવસથી પરિવાર સંલગ્ન ઓફિસોના ધક્કા ખાવા મજબૂર છે. યુવાનના દસ્તાવેજોનો ખોટો ઉપયોગ થયો કે IT વિભાગની ભૂલ ? ઈન્કમટેક્સ વિભાગની કરોડોની નોટિસે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
Middle-class family gets Rs 36 Cr Income Tax department notice #Idar #Sabarkantha #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/ahJrQF43pl
— Tv9 Gujarati (@tv9gujarati) April 9, 2025
ઉલ્લેખનીય છે કે ઈડરમાં 12 હજારના પગારદાર યુવાનને 36 કરોડનો ઈન્કમટેક્સ ભરવાની નોટિસ મળતા યુવાનની પગનીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. તેમજ યુવાનના આખા પરિવારમાં પણ ચિંતાનો માહોલ છવાયો હતો. ખાનગી કંપનીમાં નોકરી કરીને યુવક માંડ માંડ જીવન ગુજાર તો હતો. ત્યાં 36 કરોડ ઈન્કમટેક્સ ભરવાનું સામે આવતા જ ચર્ચાનો વિષય બન્યો હતો. જે. કે એન્ટરપ્રાઇઝ પેઢી જીતેશ મકવાણાની હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.