ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, સમર્થકો સાથે કમલમ જવા રવાના, પાટીલના હાથે કેસરીયો પહેરશે

|

May 12, 2022 | 3:05 PM

યુવા અને લડાયક મિજાજના નેતા અશ્વિન કોટવાલનો ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર પંથકમાં દબદબો છે. અશ્વિન કોટવાલ બે ટર્મથી જંગી લીડથી ભાજપના રમીલા બારાને હરાવીને ચૂંટણીમાં જીત મેળવતા હતા.

ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, સમર્થકો સાથે કમલમ જવા રવાના, પાટીલના હાથે કેસરીયો પહેરશે
Ashwin Kotwal (File Photo)

Follow us on

વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)પહેલાં ઉત્તર ગુજરાતના આદિવાસી પંથકમાં કોંગ્રેસ (Congress) ને એક મોટો ફટકો પડ્યો છે. સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા અનામત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે (Ashwin Kotwal) ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમા આચાર્યને રાજીનામું સોંપ્યું છે અને આજે બપોર સુધીમાં ભાજપમાં જોડાઈ જશે. અશ્વિન કોટવાલ 2500થી વધુ આગેવાનો અને સમર્થકો સાથે ભાજપ કાર્યાલય કમલમ જવા રવાના થયા છે. જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અશ્વિન કોટવાલને ભગવો ખેસ પહેરાવીને ભાજપમાં આવકારશે. આ પ્રસંગે સાબરકાંઠાના સાંસદ, ધારાસભ્યો અને સ્થાનિક ભાજપના પદાધિકારીઓ પણ કમલમમાં ખાસ ઉપસ્થિત રહેશે.

યુવા અને લડાયક મિજાજના નેતા અશ્વિન કોટવાલનો ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર પંથકમાં દબદબો છે. અશ્વિન કોટવાલ બે ટર્મથી જંગી લીડથી ભાજપના રમીલા બારાને હરાવીને ચૂંટણીમાં જીત મેળવતા હતા. અશ્વિન કોટવાલે 2012માં 50 હજાર થી વધુ મતે વિધાનસભાની સામાન્ય ચુંટણી જીતી હતી. અશ્વિન કોટવાલ આમ તો સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીના નિકટ હતા. અમરસિંહ અને પોતાના પિતા લક્ષ્મણ કોટવાલના માર્ગદર્શન હેઠળ તેઓએ રાજકીય સૂઝબુઝના પાઠ શિખ્યા હતા. રાજકીય શરુઆત કોટવાલે 2005માં સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ચુંટણી લડીને કરી હતી.

આ પહેલા તેમના પિતા જિલ્લા પંચાયતના સભ્ય અને સમિતિના ચેરમેન પદે હતા. અશ્વિન કોટવાલ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા પદે આક્રમકતા અને લોકોના પ્રશ્નોને ઉકેલવા માટેની કૂનેહતા દર્શાવતા કોંગ્રેસે તેમને ખેડબ્રહ્મા બેઠકના ધારાસભ્યના ઉમેદવાર તરીકે 2007માં પસંદ કર્યા હતા.વર્ષ 2017માં પણ તેમણે ફરી થી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ખેડબ્રહ્મા બેઠક ને જીતી લીધી હતી. આમ સળંગ ત્રણવાર ધારાસભ્ય પદે ચુંટાયેલા અશ્વિન કોટવાલ હવે ભાજપના કેસરીયા ધારણ કરશે. અશ્વિન કોટવાલ વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ ન મળતા કોંગ્રેસથી નારાજ થયા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શું હતી નારાજગી?

દિગ્ગજ આદીવાસી નેતા તેમજ સમાજ પર મજબૂત પકડ હોવા છતાં કેટલાક કોંગ્રેસી નેતાઓ તેમને કટ ટુ સાઈઝ કરવા માટે છેલ્લા દોઢ દાયકા થી પ્રયાસ કરી રહ્યા હતા. જેમની સામે કોટવાલે પક્ષમાં રહીને પક્ષના નેતાઓ સામે લડત આપવી પડી રહી હતી. 2012માં પણ તેમની ટીકીટ કાપવા માટે અથાગ પ્રયાસો પક્ષના જ નેતાઓએ કરી હોવાની રજૂઆત તેમણે મોવડી મંડળને કરી હતી. પરંતુ ટીકીટ મેળવીને 50 હજાર મતે જીત મેળવી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતા મધુસૂદન મિસ્ત્રી સાથે તેમની અણબન જગજાહેર છે અને તે બનેની લડાઈની આગમાં ઘી હોમવાનુ કાર્ય પણ કોંગ્રેસના જ કેટલાક કાર્યકરો અને આગેવાનો કરતા હોવાની રજૂઆત પણ તેઓ કરી ચુક્યા છે. સિનિયર હોવા છતાં વિપક્ષી નેતાની રેસમાંથી તેમને બહાર ગણવામાં આવતા તેમની નારાજગી વધી હતી અને તેનુ સમાધાન થઇ શક્યુ નહોતુ.

પરીવાર પણ રાજકીય અનુભવી

અશ્વિન કોટવાલના પિતા, પત્નિ અને પુત્ર પણ રાજકારણના ખૂબ જ અનુભવી છે. અશ્વિન કોટવાલના પત્નિ ઈન્દુબેન શિક્ષક હતા પરંતુ બાદમાં તેઓએ રાજકારણ અપનાવ્યુ હતુ અને તેઓએ વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચુંટાયા હતા. તેમના પિતા પણ તાલુકા અને જિલ્લા પંચાયતમાં ચેરમેન પદના હોદ્દાઓ પર રહી ચુક્યા છે અને તેમના પિતા લક્ષ્મણભાઈ કોટવાલ આદીવાસી સમાજમાં સારા આગેવાન તરીકે ગણના થાય છે. પુત્ર યશ કોટવાલ પણ તાલુકા પંચાયતના પ્રમુખ પદે રહી ચુક્યો છે.

Published On - 10:32 am, Tue, 3 May 22

Next Article