Gujarat RAIN : જામનગરના કાલાવાડ પંથક એક ઇંચ વરસાદ , સાબરકાંઠા- નર્મદા પંથકમાં પણ વરસાદી હેલી

|

Jul 10, 2021 | 6:09 PM

ગુજરાતમાં ઠેકઠેકાણે વરસાદ નોંધાઇ રહ્યો છે. જામનગર, સાબરકાંઠા અને નર્મદા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

Gujarat RAIN : જામનગરના કાલાવાડ પંથક એક ઇંચ વરસાદ , સાબરકાંઠા- નર્મદા પંથકમાં પણ વરસાદી હેલી
Gujarat Rain News:

Follow us on

Gujarat RAIN : હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં અનેક ઠેકાણે વરસાદી માહોલ છવાયો છે. જામનગર જિલ્લામાં વરસાદના સમાચાર આવી રહ્યાં છે. જિલ્લામાં સવારના વાદળીયા વાતાવરણ બાદ બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઇ છે. ભારે ઉકરાટ બાદ જોરદાર વરસાદની એન્ટ્રી થઇ છે.

જેમાં કાલાવડ શહેર તથા આજુબાજુના ગ્રામ્યવિસ્તારોમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ નોંધાયો છે. સાથે જ તાલુકાના નિકાવા, મોટા વડાલા,શિશાગ,ખરેડી, પીપર સહિતના આજુબાજુના ગામોમાં જોરદાર વરસાદ પડયો છે. આ વિસ્તારમાં સતત એક કલાકથી વરસાદ પડી રહ્યો છે. અહીં 1 કલાક માં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હજુ પણ અહીં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.

કાલાવડ શહેરમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. સમયસર વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી લાગણી જોવા મળી છે. ખેતરોમાં ઉભેલ પાક પર કાચા સોના સમાન વરસાદ પડી રહ્યો છે. તો જામજોધપુર તાલુકાના સીદસર, ધ્રાફા, બુટાવદર, સંગચિરોડા સહીતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા પંથકમાં વરસાદી માહોલ છવાયો

સાબરકાંઠા જિલ્લામાં 20 દિવસ બાદ વરસાદનું આગમન થયું છે. ભારે ઉકળાટ વચ્ચે વરસાદથી ઠંડક પ્રસરી છે. જેમાં પોશીના,ખેડબ્રહ્મા અને વડાલીમાં વરસાદનું આગમન થયું છે. પોશીના અને ખેડબ્રહ્મામાં વરસાદી ઝાપટું બાદ વરસાદના છાંટા પડયા હતા. તો વડાલીના કુબા ધરોલ પંથકમાં પવન સાથે ઝરમર વરસાદ નોંધાયો છે.

નર્મદા જિલ્લામાં પણ વરસાદી માહોલ

નર્મદા જિલ્લામાં ભારે પવનો અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. છેલ્લા 15 દિવસથી વરસાદે નર્મદા જિલ્લામાં વિરામ લીધો હતો. વરસાદ વરસતા ભારે ગરમી અને ઉકળાટમાં રાહત મળી છે. વરસાદને કારણે ખેડૂતો માટે ખુશીની લહેર વરસી છે. વરસાદને કારણે સફેદ ટાવર, સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે.

Next Article