Sabarkantha અને Aravalli માં 24 કરોડના ખર્ચે નવનિર્મિત કચેરીઓ અને આવાસનુ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ઈ-લોકાર્પણ

|

May 29, 2022 | 5:34 PM

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ (Amit Shah) ના હસ્તે ખેડાથી ઈ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. બાયડમાં નવીન DySP કચેરીનુ પણ લોકાર્પણ કરવામાં આવ્યુ.

Sabarkantha અને Aravalli માં 24 કરોડના ખર્ચે નવનિર્મિત કચેરીઓ અને આવાસનુ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ઈ-લોકાર્પણ
Amit Shah એ ઈ-લોકાર્પણ કર્યુ હતુ

Follow us on

સાબરકાંઠા અને અરવલ્લી (Sabarkantha-Aravalli) જિલ્લામાં આવેલા 24 કરોડથી વધુ રકમના બનાવેલા ભવન અને પોલીસ મથક સહિત કચેરીઓનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ (Amit Shah) ના હસ્તે ઈ-લોકાર્પણ મારફતે વિવિધ નવનિર્મિત ભવન, કચેરીઓ, આવાસ સહિતનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર (Himmatnagar) ખાતે આવેલ સ્વામીનારાયણ મંદિર ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના 17.61 અને અરવલ્લી જિલ્લાના 6.29 કરોડના ખર્ચે નિર્માણ પામેલ કાર્યોનુ લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાને કર્યુ હતુ.

વર્ચ્યુઅલ કાર્યક્રમમાં રાજ્યના અન્ન અને નાગરીક પુરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર અને સાબરકાંઠાના સાંસદ સભ્ય દિપસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના 25 જિલ્લાઓમાં એક સાથે વિવિધ નવનિર્મિત ભવન અને કચેરીઓ સહિત ક્વાર્ટસ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે લોકાપર્ણ કરાયા હતા. પ્રધાન ગજેન્દ્રસિંહે કહ્યુ હતુ કે, રાજ્યમાં વિકાસનો પાયો સલામતી છે અને જેના થકી જ રાજ્યમાં મૂડીરોકાણમાં વધારો થઈ રહ્યો છે. વર્ષો અગાઉ પોલીસ પાસે ટાંચાના સાધનો હતા, જેનાથી અનેક અગવડતાનો સામનો કરવો પડતો હતો. પરંતુ આજે અદ્યતન વાહનો, અને સાધનો ઉપલબ્ધ છે. સાંસદ દીપસિંહ રાઠોડે કહ્યુ હતુ કે, પોલીસના પરીવારના અદ્યતન સુવિધાઓ ધરાવતા સરકારી ક્વાર્ટર્સ મળી રહેશે.

હિંમતનગરમાં આવાસ અને માઉન્ટેડ કચેરીનુ લોકાર્પણ કરાયુ

સાબરકાંઠા SP વિશાલકુમાર વાઘેલાએ માહિતી આપતા કહ્યુ હતુ કે, ગુજરાત રાજ્યના પોલીસ આવાસ નિગમ દ્વારા રાજ્યમાં અલગ અલગ શહેર જિલ્લાઓ ખાતે નવનિર્મિત બિન રહેણાંક, રહેણાંક આવાસોનું ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો છે. જેમાં હિંમતનગર ગ્રામીણ પોલીસ સ્ટેશન ખાતે રૂ 4.41 કરોડના ખર્ચે પોલીસ આવાસ, પોલીસ હેડ ક્વાર્ટરની સામે રૂ 10.8 કરોડના ખર્ચે પોલીસ લાઇન તેમજ રૂ 3.12 કરોડના ખર્ચે પોલીસ હેડ ક્વાર્ટર હિંમતનગર ખાતેની નવીન માઉન્ટેડ કચેરી ઉપરાંત હોર્સ ઘાસ ગોડાઉન, હોર્સ સ્ટેબલ મળી કુલ રૂ 17.61 કરોડ ના ખર્ચે પોલીસ આવાસોનું ઈ-લોકાર્પણ કરાયુ છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

બાયડમાં નવી DySP ઓફીસ, સાઠંબાનુ નવુ પોલીસ સ્ટેશન લોકાર્પણ કરાયુ

અરવલ્લી જિલ્લામાં બાયડ ખાતે ડીવાયએસપી કચેરી અને પોલીસ આવાસ તથા સાઠંબા પોલીસ મથકનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ સિવાય અરવલ્લી જિલ્લામાં પોલીસના પરીવાર સારા આવાસમાં રહે તે માટે થઈને ભવ્ય હેડક્વાર્ટર આકાર લઈ રહ્યુ છે. જેમાં 280 પોલીસ પરીવાર રહી શકે તેવા પોલીસ ક્વાર્ટર નિર્માણ પામશે. તેમજ બાળક્રિડાંગણ, માઉન્ટેન ડિવિઝન, પોલીસ તાલીમ સંકુલ, એમટી ડિવિઝન અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ પણ નિર્માણ કરાઈ રહ્યુ છે. પોલીસ પરીવારના બાળકોને અદ્યતન સ્પોર્ટ્સ સંકુલનુ લોકાર્પણ આગામી સમયમાં કરાનાર છે. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.

Published On - 5:32 pm, Sun, 29 May 22

Next Article