Banaskantha : Amul ના નામે અંબાજી મંદિર પ્રસાદ માટે નકલી ઘી સપ્લાયનો મામલો, સાબરડેરીના અધિકારીએ કર્યો મોટો ખુલાસો

|

Oct 05, 2023 | 2:00 PM

અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદના માટે ઉપયોગમાં લેવામાં આવતા ઘીના નમૂના નિષ્ફળ નિવડ્યા છે. 100 થી વધારે નમૂના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા. જે તમામ નમૂના નિષ્ફળ નિવડ્યા હતા. જેને લઈ ઘીનો જથ્થો નકલી હોવાની સામે આવ્યુ છે. આ મામલે સાબરડેરીના લેબોરેટરી અધિકારીએ અમૂલ ઘીનો જથ્થો નકલી હોવાને મામલે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે હવે ફરિયાદી બનનારા અધિકારીએ મોટો ખુલાસો કર્યો છે.

અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદના માટે ઉપયોગમાં લેવામાં આવતા ઘીના નમૂના નિષ્ફળ નિવડ્યા છે. 100 થી વધારે નમૂના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા. જે તમામ નમૂના નિષ્ફળ નિવડ્યા હતા. જેને લઈ ઘીનો જથ્થો નકલી હોવાની સામે આવ્યુ છે. આ મામલે સાબરડેરીના લેબોરેટરી અધિકારીએ અમૂલ ઘીનો જથ્થો નકલી હોવાને મામલે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે હવે ફરિયાદી બનનારા અધિકારીએ મોટો ખુલાસો કર્યો છે.

આ પણ વાંચોઃ  Sabarkantha: ટામેટાનુ ઉત્પાદન કરનારા ખેડૂતોની સ્થિતિ કપરી બની, 1 લાખ રુપિયા ખર્ચ સામે 2 રુપિયા કિલો વેચાઈ રહ્યા છે

Tv9 સાથેની વાતચિતમાં સાબરડેરીના અધિકારી અને પ્રકરણના ફરિયાદી જિગ્નેશ પટેલે કહ્યુ હતુ કે, જે બેચ નંબર સહિતની વિગતો દર્શાવી છે એ જોતા જ આ નકલી ઘી હોવાનુ સમજતા વાર લાગી નહોતી. આ અંગે અમને લેખિત જાણકારી બનાસકાંઠાથી મળતા તુરત જ આ ઘી અંગે પ્રાથમિક તપાસ શરુ કરવામાં આવી હતી. જે પ્રકારની વિગતો ઘીના પેકિંગ પર જોવામાં આવી હતી એ વિગતો અમારા ઉત્પાદન અંગેની માહિતી સાથે સુસંગત નહીં હોવાનુ જણાતા જ ગરબડ હોવાનુ સ્પષ્ટ થઈ ગયુ હતુ.

એ જ બેચનુ ઘી જ ઉત્પાદન નહોતુ થયુ

 

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

ઘીનો જે જથ્થો પુરો પાડવામાં આવ્યો હતો, એ જથ્થા પર ઘી અંગેની વિગતો દર્શાવવામાં આવી હતી. અંબાજી મંદિરના પ્રસાદ માટે જે ઘીનો જથ્થાના ઉત્પાદન અને બેચ નંબર સહિતની વિગતો જોતા જ સાબરડેરીના અધિકારીઓએ ઘીનો જથ્થાની ગરબડ હોવાનુ પારખી લીધુ હતુ. આ અંગે સાબરડેરીના અધિકારીઓએ તમામ વિગતોનુસાર તપાસ કરતા પ્રાથમિક રીતે જ જાણકારી મળી ગઈ હતી કે, જે બેચ અને વિગત દર્શાવી છે એ દિવસે તેનુ ઉત્પાદન થયુ જ નહોતુ. આમ ખોટી વિગતો હોઈ ઘી અમૂલનુ સાબરડેરીમાં ઉત્પાદન નહીં હોવાનુ સ્પષ્ટ થઈ ચુક્યુ હતુ.

જેને લઈ આગળ તપાસ શરુ કરી હતી કે, આ ઘીનો જથ્થો કેવી રીતે અહીં પહોંચ્યો હતો. તો અધિકારીઓએ આ ઘી સાબરડેરીએ ઉત્પાદન નહીં કર્યુ હોવાની જાણકારી પોલીસ સહિત બનાસકાંઠા પૂરવઠા વિભાગ સહિતના અધિકારીઓને આપતા તપાસ તેજ બની હતી. આ જથ્થો કેવી રીતે અંહી સપ્લાય કરવામાં આવ્યો તેની પણ તપાસ શરુ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

આ એક ભૂલ નડી ગઈ?

જો અમૂલના ઘી ઉત્પાદક અને તેના ઉત્પાદનની ગુણવત્તાની ચકાસણી કરનારા અધિકારી જિગ્નેશ પટેલની વાત માનીએ તો શરુઆતથી જ ઘીને અમૂલની પાસેથી ખરીદ કરવામા આવે તો શુદ્ધ ઘી મળી રહે છે. આમ સવાલ એ પણ શરુઆતથી થઈ રહ્યો છે, મોટા પ્રમાણમાં પ્રસાદનુ ઉત્પાદન થતુ હોય અને તેના માટે ઘી સહિતની ચિજોની ખરીદી મોટા પ્રમાણમાં થતી હોય તો એ અંગે દરકાર રાખવી જરુરી છે. લાખ્ખો લોકોના આરોગ્ય સાથે ચેડાં સમાન આ બેદરકારી સામે આવી છે.

ઘીને અમૂલના ઉત્પાદન કે ઓથોરાઈઝ્ડ વિક્રેતા પાસેથી કેમ ખરીદવામાં ના આવ્યુ એવો સવાલ થઈ રહ્યો છે. લાખો લોકોના આરોગ્ય અને લાખો લોકોની શ્રદ્ધા સાથેની બાબત હોવા છતાં ઘી સહિતની ચિજોની ગુણવત્તાની જાળવણી બાબતે કોણે ભૂલ કરી એ સવાલ મોટો બન્યો છે. શુદ્ધ ઘીનુ ઉત્પાદન સહકારી ધોરણે ગુજરાતમાં જ થતુ હોવા છતાં સીધી રીતે કેમ ખરીદવામાં ના આવ્યુ એ પણ બાબત ખામી હોવાના સવાલ ખડા કરે છે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:38 pm, Tue, 3 October 23

Next Article