અમદાવાદનો ASI અને ભાજપ નેતા દારુની હેરાફેરી કરતા ઝડપાયા

|

Jul 27, 2024 | 3:20 PM

વિજયનગરના બિલડીયા પાસે એક રાજસ્થાન તરફથી આવતી કારને ઉભી રાખીને તલાશી લેતા જેમાંથી દારુનો જથ્થો મળી આવ્યો હતો. કાર અને તેમા સવાર શખ્શોને પોલીસ મથકે લઈ આવતા જ્યાં આરોપીઓની ઓળખ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.

અમદાવાદનો ASI અને ભાજપ નેતા દારુની હેરાફેરી કરતા ઝડપાયા
દારુની હેરાફેરી કરતા ઝડપાયા

Follow us on

ગુજરાતમાં દારુબંધી છે અને ખુદ પોલીસના કર્મીઓ દારુની હેરાફેરી કરાવતા હોવાના કિસ્સાઓ એક બાદ એક સામે આવતા ખાખીને ડાઘ લાગી રહ્યા છે. થોડાક દિવસ પહેલા કચ્છમાં નીતા ચૌધરી નામની એક મહિલા કોન્સ્ટેબલ બુટલેગર સાથે કારમાં દારુના જથ્થા સાથે ઝડપાઈ હતી. હવે અમદાવાદના આસીસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ભાજપ નેતા પણ દારુની હેરાફેરી કરતા ઝડપાયા છે.

સાબરકાંઠાના વિજયનગરના બિલડીયા પાસે એક રાજસ્થાન તરફથી આવતી કારને ઉભી રાખીને તલાશી લેતા જેમાંથી દારુનો જથ્થો મળી આવ્યો હતો. કાર અને તેમા સવાર શખ્શોને પોલીસ મથકે લઈ આવતા જ્યાં આરોપીઓની ઓળખ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.

નેતા અને પોલીસ બંને સાથે ઝડપાયા

ચીઠોડા પોલીસ મથકના પીએસઆઈને આ અંગેની બાતમી મળી હતી. બાતમી મુજબ એક કારમાં રાજસ્થાનથી દારુનો જથ્થો ભરીને લાવવામાં આવી રહ્યો છે. જેને લઈ પોલીસની ટીમ બિલડીયા પાસે રસ્તા પર આડશ કરીને કારને રોકી હતી. જે દરમિયાન કચ્છ પાર્સિંગની એક કાર આવતા જ તેને રોકી હતી. જે ચમચમાતી કારના દરવાજા ખોલીને જોતા અંદર કારની વચ્ચેની સીટ અને પાછળ દારુ ભરેલો હતો.

આજનું રાશિફળ તારીખ : 05-12-2024
Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા

આ જોઈને પોલીસે ચમચમાતી કારના ચાલકને પૂછતા જ પોલીસ વધુ ચોંકી ઉઠી હતી. કારણ કે ચાલકે ઓળખ પોલીસ તરીકેની આપી હતી. તે અમદાવાદ શહેર પોલીસમાં એએસઆઈ હોવાનું જણાવ્યું હતુ. પોલીસે કારમાંથી ત્રણેય આરોપીઓને ઉતારીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની ઓળખ કરવામાં આવતા તેમાંથી એક પ્રવિણ ધનજીભાઈ ચૌહાણ પોલીસ કર્મી અને બીજો જયેશ ભાવસાર ભાજપનો નેતા હોવાનું ખૂલ્યું હતુ. જ્યારે ત્રીજો શખ્શ પ્રહલાદ ઓમપ્રકાશ સોનગરા નેતાની સોસાયટીમાં રહેતા હોવાનું બતાવ્યું હતુ.

કારમાંથી 893 બોટલ દારુ ઝડપાયો

નેતા અને પોલીસની દોસ્તીનો નશો પણ જબરો હતો. કારણ કે બંનેને પોતાની સત્તાનો જાણે કે એટલો નશો હતો કે દારુની હેરાફેરી અંગે કોઈનો ડર નહોતો. એટલે જ તેઓએ કારમાં દારુનો જથ્થો ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યો હતો. વ્હિસ્કી અને બીયરની 893 જેટલી બોટલો કારમાં ભરવામાં આવી હતી. જેની કિંમત 1 લાખ 96 હજાર જેટલી અંદાજવામાં આવી છે.

દારુ અમદાવાદ સરદારનગર પહોંચાડવાનો હતો

ઝડપાયેલા પોલીસ કર્મી અને નેતાજીની પૂછપરછ કરતા દારુનો જથ્થો અમદાવાદ પહોંચાડવાનો હોવાની કબૂલાત તેઓએ કરી હતી. આ જથ્થો પોલીસ કર્મી પ્રવિણ ચૌહાણે રાજસ્થાનનાન પહાડાથી ભરત નામના શખ્શ પાસેથી ભરાવ્યો હતો. જે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં ટાઉનશીપ સિટીમાં રહેતા કિશોર કનૈયાલાલ વંજાનીને આપવાનો હતો. આમ હવે પોલીસે સરદારનગરમાં પણ આરોપીની તપાસ શરુ કરી છે. પોલીસે દારુ ભરી આપનાર અને તેને લેનાર બંને આરોપીઓને પણ આરોપી બનાવ્યા છે.

ઝડપાયેલા આરોપી

  • પ્રવિણ ધનજીભાઈ ચૌહાણ, રહે બિલડીયા, તા. વિજયનગર જિ. સાબરકાંઠા. હાલ રહે શાહીબાગ રુમ નંબર-505 કેમ્પ, સદર બજાર, હનુમાન કેમ્પ, અમદાવાદ
  • જયેશ ભરતભાઈ ભાવસાર, હાઉસીંગ બોર્ડ, ક્લાપીનગર, અસારવા, અમદાવાદ
  • પ્રહલાદ ઓમપ્રકાશભાઈ સોનગરા, હાઉસીંગ બોર્ડ, ક્લાપીનગર, અસારવા, અમદાવાદ

ફરાર આરોપી

  • કિશોર કનૈયાલાલ વંજાની, રહે ભગવતીનગર ટાઉનશીપ સિટી, સરદારનગર, અમદાવાદ
  • ભરત જેનું પુરુ નામ ઠામ જણાયેલ નથી, રહે પહાડા જિ. ઉદયપુર, રાજસ્થાન

 

આ પણ વાંચો: રેલવે સ્ટેશન પર સામાન સલામત રાખવા લાંચ માંગતા 2 કોન્સ્ટેબલ સામે ACBની કાર્યવાહી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:19 pm, Sat, 27 July 24

Next Article