સાબરકાંઠાઃ વરસાદી ભેજના વધતા પ્રમાણથી હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ પંથકમાં મગફળીના પાકમાં નુકસાન

|

Sep 17, 2020 | 10:25 PM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, તલોદ અને પ્રાંતિજ તાલુકાઓમાં પણ અનેક વિસ્તારોમાં મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો ચાલુ વર્ષે મુશ્કેલીમાં મુકાયા છે. જમીનમાં પાછોતરા વરસાદથી વધેલા ભેજને લઈને ઉભો પાક હવે સુકાવા લાગ્યો છે. જાણે કે લીલો દુષ્કાળ સમાન વરસાદી ભેજ રહેવાથી ખેતી પાકોમાં નુકશાન સામે આવી રહ્યુ છે તો બીજી તરફ ખેડૂતોને માટે મુંઝવણ છે કે જો […]

સાબરકાંઠાઃ વરસાદી ભેજના વધતા પ્રમાણથી હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ પંથકમાં મગફળીના પાકમાં નુકસાન

Follow us on

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, તલોદ અને પ્રાંતિજ તાલુકાઓમાં પણ અનેક વિસ્તારોમાં મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો ચાલુ વર્ષે મુશ્કેલીમાં મુકાયા છે. જમીનમાં પાછોતરા વરસાદથી વધેલા ભેજને લઈને ઉભો પાક હવે સુકાવા લાગ્યો છે. જાણે કે લીલો દુષ્કાળ સમાન વરસાદી ભેજ રહેવાથી ખેતી પાકોમાં નુકશાન સામે આવી રહ્યુ છે તો બીજી તરફ ખેડૂતોને માટે મુંઝવણ છે કે જો પાક વળતર લેવા જાય છે તો રહ્યો સહ્યો પાક પણ ટેકાના ભાવે વેચી શકાશે નહીં. સાબરકાંઠા જિલ્લામાં જાણે કે ખેડૂતો માટે મુશ્કેલીનું વર્ષ નિવડી રહ્યુ છે. કપાસ, તુવેર અને સોયાબીન ઉપરાંત શાકભાજી અને ડાંગર જેવા ધાન્ય પાકોમાં વરસાદી નુકશાન સામે આવ્યા બાદ હવે મગફળીના પાકમાં પણ નુકશાન વર્તાઈ રહ્યુ છે.

 

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તલોદ, પ્રાંતિજ અને હિમતનગરના અનેક વિસ્તારોમાં હવે મગફળીનો પાક પણ નિષ્ફળ જેવી સ્થિતી અનેક ખેતરોને જોઈ લાગે છે. ખેતરમાં વાવેલો મગફળીનો પાક જ જાણે કે હવે કોહવાઈ જવા લાગવાને લઈને નાશ પામી રહ્યો છે તો વળી જે વાવણીમાં હવે મગફળીનો પાક તૈયાર થયો છે, તેવા પાકમાં મગફળી જ જમીનમાં કોહવાઈ રહી છે. અનેક ખેતરોમાં હવે મગફળીનો પાક નાશ પામ્યો હોય એમ સુકાઈને છોડ જ નાશ પામી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

બીજી તરફ ખેડૂતો જો વળતર માટેની માંગ કરે છે તો રહ્યો સહ્યો પાક છે તે પણ ટેકાના ભાવે વેચી શકશે નહીં તેવી મુંઝવણ વર્તાઈ રહી છે. ખેડૂતો જો કે હવે આ મુંઝવણને લઈને હવે બેવડો માર સહન કરવો પડે તેવી સ્થિતી અનુભવી રહ્યા છે. પ્રાંતિજ અને તલોદ વિસ્તારના નિકોડા કંપા, ફતેપુર, પુરાલ, નિકોડા, રણાસણ, ભીમપુરા, નવલપુર જેવા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો માટે જાણે કે ચિંતાના વાદળો ઘેરાયા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article