સાબરકાંઠાઃ વડાલીના થુરાવાસ વિસ્તારમાં સુકારાથી કપાસનો પાક નિષ્ફળ થતાં ખેડૂતો પરેશાન

|

Sep 19, 2020 | 1:35 PM

સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા વિસ્તાર એટલે કપાસની ખેતી માટે જાણીતો વિસ્તાર, આ વિસ્તારના ખેડૂતો કપાસની ખેતી મહત્તમ પ્રમાણમાં વાવેતર કરવા સાથે જ સારી ગુણવત્તાના કપાસનું ઉત્પાદન કરતા હોય છે. જો કે ચાલુ સાલે પણ વધુ એક લપડાક ખેડૂતોને કપાસની ખેતીમાં સહન કરવી પડી રહી છે. ઈડર અને વડાલી અને ખેડબ્રહ્મા વિસ્તારમાં કપાસની ખેતી […]

સાબરકાંઠાઃ વડાલીના થુરાવાસ વિસ્તારમાં સુકારાથી કપાસનો પાક નિષ્ફળ થતાં ખેડૂતો પરેશાન

Follow us on

સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા વિસ્તાર એટલે કપાસની ખેતી માટે જાણીતો વિસ્તાર, આ વિસ્તારના ખેડૂતો કપાસની ખેતી મહત્તમ પ્રમાણમાં વાવેતર કરવા સાથે જ સારી ગુણવત્તાના કપાસનું ઉત્પાદન કરતા હોય છે. જો કે ચાલુ સાલે પણ વધુ એક લપડાક ખેડૂતોને કપાસની ખેતીમાં સહન કરવી પડી રહી છે. ઈડર અને વડાલી અને ખેડબ્રહ્મા વિસ્તારમાં કપાસની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. વિસ્તારના ખેડૂતો સારી માવજત સાથે કપાસની ખેતી કરીને સારુ વળતર મેળવવા માટે જાણીતા હતા. પરંતુ સમય જતા વિસ્તારમાં ખેડૂતોને હવે દર વર્ષે નાનો મોટો માર કપાસની ખેતીમાં સહન કરવો પડી રહ્યો છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો કે આ દરમ્યાન વડાલીના થુરાવાસ, ભંડવાલ સહીતના પુર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ચાલુ સાલે પણ વરસાદની અપેક્ષા વચ્ચે હવે વરસાદ બે દિવસ સારા પ્રમાણમાં વરસી ગયા બાદ સુકારાની અસર ખેતરોમાં જોવા મળી રહી છે. કપાસના ખેતરોમાં ફુગ આવી જવી અને સુકારાના કારણે કપાસની ખેતી સુકાવા લાગતા જ તૈયાર થવા આવેલો પાક સિઝનનો ઉતારો મેળવાય એ પહેલા જ હવે નષ્ટ થઈ રહ્યો છે. વિસ્તારના થુરાવાસ, થેરાસણાં અને થેરાસણ કંપા વિસ્તાર, ધામડી તેમજ વડાલી વિસ્તારમાં ખેડૂતો કપાસમાં સુકારાને લઈને પરેશાન બની રહ્યા છે. પ્રતિ વર્ષ ખેડૂતોએ કપાસમાં આમ તો નાનો મોટો માર સહન કરવો પડે છે. ક્યારેક વરસાદ વિના પાક સુકાય છે તો ક્યારેક વરસાદ વધુ વરસી જતા ખેડૂતોએ નુકસાન વેઠવુ પડે તો ક્યારેક ઈયળોનો પ્રકોપ તો ક્યારેક રોગચાળો પણ ખેડૂતોને પરેશાન કરી મુકતા હોય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ ઉપરાંત ખેડૂતો માટે છેલ્લે પોષણક્ષમ ભાવની પણ ચિંતા એટલી જ વ્યાપતી હોય છે. પરંતુ ચાલુ સાલે તો હજુ ઉત્પાદન મળવાની શરુઆત થાય એ પહેલા જ સુકારાને લઈને ખેતરમાં પાક સુકાવા લાગ્યો છે. ખેડૂતો એકરે 25થી 30 હજાર રુપીયા જેટલો ખર્ચ વાવેતર અને તેની માવજત પાછળ ખર્ચ કરતા હોય છે. જો કે હવે માવજતનો પરીશ્રમ જાણે કે ખેતરમાં સુકાઈ રહ્યો છે. જો કે ખેડૂતો સરકાર સામે આશા લગાવી બેઠા છે કે સરકાર સર્વેની કામગીરી વિસ્તારમાં હાથ ધરવામાં આવે અને વળતર માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે તો ખેડૂતોને નુકસાનના ઘા પર મલમની રાહત મળી શકે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:58 pm, Fri, 4 September 20

Next Article