સાબરકાંઠા: વડવાસા બ્રીટીશ નાગરિકના મોત મામલે ૨૩ કરોડના દાવામાંથી PM મોદીનું નામ હટાવાયું

  • Publish Date - 3:19 am, Sun, 6 September 20 Edited By: TV9 Webdesk11
સાબરકાંઠા: વડવાસા બ્રીટીશ નાગરિકના મોત મામલે ૨૩ કરોડના દાવામાંથી PM મોદીનું નામ હટાવાયું


2002ના કોમી રમખાણો દરમ્યાન પ્રાંતિજના વડવાસા પાટીયા પાસે નેશનલ હાઈવે પર એનઆરઆઈ બ્રિટિશ નાગરિકના ટોળાના હુમલામાં મોતના મામલે 23 કરોડના વળતરના દાવાના કેસમાંથી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ હટાવી લેવામા આવ્યું છે.

Prantij Court

નામ હટાવી લેવા કરાયેલી અરજી પ્રાંતિજ સિનિયર ડિવિઝન સિવિલ કોર્ટે મંજૂર કરી છે. જેને લઈને 17 વર્ષના સમય બાદ નામ દુર કરવાનો નિર્ણય લેવાયો છે. મળતી માહિતી અનુસાર વર્ષ 2002ના ગોધરાકાંડ બાદના રમખાણો વેળા પ્રાંતિજના વડવાસા પાટીયા પાસેથી પસાર થતા બ્રિટનનાં નાગરિકનું મોત ટોળાના હુમલામાં નિપજ્યુ હતું. જેમાં એનઆરઆઈ બ્રિટન નિવાસી ઈમરાન દાઉદ, સિરિન દાઉદ વગેરેએ સ્વજનના મોતને લઈ 23 કરોડના વળતરનો કેસ કર્યો હતો. તેમાં પ્રતિવાદીઓ વિરુદ્ધ દાવો કર્યો હતો તે પૈકીના એક પ્રતિવાદી તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વળતરનો કેસ કર્યો હતો. જે કેસમાં નરેન્દ્રભાઈ મોદીને પક્ષકાર તરીકે દૂર કરવા અરજી કરી હતી. જે અરજી પ્રાતિજ પ્રિ.સિ.જ્જ એસ.કે.ગઢવી સમક્ષ સુનાવણી થતા PM મોદીને પક્ષકાર તરીકે દૂર કરતો હુકમ કર્યો છે. જ્યારે બાકીના પ્રતિવાદીઓ યથાવત રહેશે. જોકે હજુ આગામી ૧૪ સપ્ટેમ્બરના રોજ વધુ મુદત આપવામા આવી છે જેમાં હવે દાવો રજૂ કરનાર પક્ષ તરફ થી દાવા માટે પ્રતિવાદીઓ વિરુદ્ધના પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવા પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati