Sabarkantha: હવે ખેડૂતો પણ ફંગસથી પરેશાન, ફુલાવરમાં ફંગસ આવી જતા પાકનું ઉત્પાદન નિષ્ફળ

|

May 24, 2021 | 12:25 PM

તાઉતે વાવાઝોડા (Tauktae Cyclone) સાથે વરસેલા વરસાદ ના ત્રણ ચાર દિવસ બાદ હવે ફુલાવર ની ખેતીમાં ફંગસે કેર વર્તાવ્યો છે. વિસ્તારામાં ખેતરોના ખેતર હવે ફંગસ (fungus) ફેલાવવા લાગતા ખેડૂતો માટે પાક સદંતર નિષ્ફળ થવા લાગ્યો છે.

Sabarkantha: હવે ખેડૂતો પણ ફંગસથી પરેશાન, ફુલાવરમાં ફંગસ આવી જતા પાકનું ઉત્પાદન નિષ્ફળ
Cauliflower production failed

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં ફુલાવર (Cauliflower) અને કોબીજની શાકભાજીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. જિલ્લાનો પ્રાંતિજ (Prantij) વિસ્તાર ફુલાવર અને કોબીજની ખેતી માટે જાણીતો વિસ્તાર છે. તાઉતે વાવાઝોડા (Tauktae Cyclone) સાથે વરસેલા વરસાદ ના ત્રણ ચાર દિવસ બાદ હવે ફુલાવરની ખેતીમાં ફંગસે કેર વર્તાવ્યો છે. વિસ્તારોમાં ખેતરોના ખેતરમાં હવે ફંગસ (fungus) ફેલાવા લાગતા ખેડૂતો માટે પાક સદંતર નિષ્ફળ થવા લાગ્યો છે.

પ્રાંતિજ વિસ્તારમાં કોબીજ અને ફુલાવરની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. અહીથી અમદાવાદ સુરત અને વડોદરા તેમજ મુંબઇ, દિલ્હી, નાસિક ઉદયપુર જેવા બહારના શહેરોમાં ફુલાવર કોબીજ ખેડૂતો વેચાણ કરતા હોય છે. હાલના સમયમાં વિસ્તારમાં ખેડૂતોને ખેતીનુ ઉત્પાદન તૈયાર હતુ. એવા સમયે જ કમોસમી વરસાદ બાજ ફુગ (ફંગસ) નુ પ્રમાણ ફેલાવા લાગ્યુ છે. ફુગ વધવા લાગતા ખેતરમાં તૈયાર પાક બગડી જવા પામ્યો છે.

Cauliflower

વરસાદ બાદ ફેલાવા લાગેલી ફુગને લઇને મોટાભાગનો પાક નિષ્ફળ થવા પામ્યો છે. ફુલાવર અને કોબીજનુ બિયારણ અન્ય શાકભાજીના પ્રમાણમાં ખૂબ જ મોંઘુ હોય છે. સાથે જ તેની માવજત પણ ખૂબ ખર્ચાળ હોય છે. આમ માંડ માવજત કરીને તૈયાર કરેલો પાક ફુગને લઇને નાશ પામવા લાગ્યો છે. ફુગ થી બગડેલા ફુલાવરને ફેંકી દઇને ખેડૂતો હાલમાં પોતાના પાકને પશુઓને ચારા તરીકે ખવરાવવા લાગ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ખેડૂતો માટે હાલના સમયમાં મહેનતના પ્રમાણમાં વળતર મળે તેવા પોષણક્ષમ ભાવ મળી રહ્યા હતા. એ સમયે જ હવે પાક નિષ્ફળ જતા ખેડૂતોએ દુ:ખી થવાની નોબત આવી છે. હાલમાં ખેડૂતોને 400 થી 600 રુપિયા ભાવ પ્રતિ 20 કીલોગ્રામે મળી રહ્યો હતો. પરંતુ હાલમાં ખેડૂત પાસે વેચાણ કરવા લાયક ખેતરમાં ઉત્પાદન જ રહ્યુ નથી. તો બીજી તરફ પાક નુકશાનીનું સર્વે કરવા માટે પણ આ વિસ્તારમાં કોઇ ફરકતુ નથી.

Next Article