સાબરકાંઠા જિલ્લાના આ શિક્ષકે રાજ્યનું વધાર્યુ ગૌરવ, શિક્ષક દિને રાષ્ટ્રપતિના હસ્તે મળશે એવોર્ડ

|

Sep 19, 2020 | 7:44 PM

આગામી 5મી સપ્ટેમ્બર શિક્ષક દિને સમગ્ર દેશમાંથી શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રપતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ માટે દેશભરમાંથી પસંદ કરાયેલા ગણતરીના શિક્ષકોમાં એક નામ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કંજેલી ગામના પ્રકાશચંદ્ર નરભેરામ સુથારનું નામ પણ પસંદ થયુ છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના […]

સાબરકાંઠા જિલ્લાના આ શિક્ષકે રાજ્યનું વધાર્યુ ગૌરવ, શિક્ષક દિને રાષ્ટ્રપતિના હસ્તે મળશે એવોર્ડ

Follow us on

આગામી 5મી સપ્ટેમ્બર શિક્ષક દિને સમગ્ર દેશમાંથી શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રપતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ માટે દેશભરમાંથી પસંદ કરાયેલા ગણતરીના શિક્ષકોમાં એક નામ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કંજેલી ગામના પ્રકાશચંદ્ર નરભેરામ સુથારનું નામ પણ પસંદ થયુ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આગામી શિક્ષક દિવસના દિવસે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા શિક્ષકોનું સન્માન કરવામાં આવશે. ગ્રામિણ કક્ષા સુધી શિક્ષણમાં યોગદાન આપનાર શિક્ષકોને આ સન્માનનો લાભ મળતો હોય છે. સાબરકાંઠા જિલ્લાના પણ એક શિક્ષકનું નામ ગણતરીના પસંદ કરાયેલા શિક્ષકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાષ્ટ્રપતિના હસ્તે ગૌરવભેર સન્માન થવાનું હોવાને લઈને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના તમામ ગુણોની ચકાસણી કરીને દેશભરમાંથી શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા છે અને જેમાં ગુજરાત રાજ્યના ત્રણ શિક્ષકો પસંદ થયા છે, જે પૈકી એક શિક્ષક સાબરકાંઠાના વડાલીના છે. વડાલીના શિક્ષક પ્રકાશભાઈ સુથારનું નામ પસંદ થતાં જિલ્લાના શિક્ષણ સમુદાયમાં પણ ઉત્સાહનો માહોલ બન્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી માટે સમગ્ર દેશના કેન્દ્રશાસિત અને સંઘ પ્રદેશો તેમજ રાજ્યોમાંથી 47 શિક્ષકોને રાષ્ટ્રીય સ્તરના વિશેષ એવોર્ડ માટે ભારત સરકારના શિક્ષણ વિભાગે પસંદ કર્યા છે. તેમાંથી ગુજરાતના ત્રણ શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષકોના રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હોવાની સૌ પ્રથમ જાણકારી રાજ્યના શિક્ષણપ્રધાન  ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સોશિયલ મીડિયા મારફતે આપી હતી અને રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદ થનાર શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

 

Published On - 2:23 pm, Sun, 23 August 20

Next Article