સાબરકાંઠા: જમીન રીસર્વેની કામગીરીમાં અનેક ક્ષતીઓનું સમાધાન નહીં થતાં ખેડૂતો રોષે ભરાયા, ધરણા કરવા પહોંચતા ખેડૂતોની અટકાયત કરાઈ

|

Oct 01, 2020 | 5:17 PM

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની જમીન સેટેલાઈટ સર્વે કરી ડિજિટલ કરવામાં આવી હતી. પરંતુ સર્વે દરમિયાન દસ્તાવેજોમાં અનેક ક્ષતિઓ સર્જાઈ હતી. જે ક્ષતિઓ દૂર કરવા માટે ખેડૂતો દ્વારા રી-સર્વે કરવા અને ક્ષતિઓ દૂર કરવા માટે લેખિત માગણી કરેલ હોવા છતાં, હજુ સુધી નિકાલ કરવામાં આવતો નથી તો પ્રમોલગેશનની કામગીરીથી અનેક ખેડુતો પણ હવે જમીનની વધઘટથી પરેશન […]

સાબરકાંઠા: જમીન રીસર્વેની કામગીરીમાં અનેક ક્ષતીઓનું સમાધાન નહીં થતાં ખેડૂતો રોષે ભરાયા, ધરણા કરવા પહોંચતા ખેડૂતોની અટકાયત કરાઈ

Follow us on

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની જમીન સેટેલાઈટ સર્વે કરી ડિજિટલ કરવામાં આવી હતી. પરંતુ સર્વે દરમિયાન દસ્તાવેજોમાં અનેક ક્ષતિઓ સર્જાઈ હતી. જે ક્ષતિઓ દૂર કરવા માટે ખેડૂતો દ્વારા રી-સર્વે કરવા અને ક્ષતિઓ દૂર કરવા માટે લેખિત માગણી કરેલ હોવા છતાં, હજુ સુધી નિકાલ કરવામાં આવતો નથી તો પ્રમોલગેશનની કામગીરીથી અનેક ખેડુતો પણ હવે જમીનની વધઘટથી પરેશન બની ચુક્યા છે. જેને લઈને હવે સાબરકાંઠાના હિંમતનગરમાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડુતો વિરોધના મુડમાં આગળ આવ્યા છે. ધરણાં ધરવા સર્વેની કચેરી આગળ પહોંચતા જ પોલીસે ખેડુતો અને આગેવાનોની અટકાયત કરી હતી. ખેડુતોના પ્રશ્નો અંગે અવાર નવાર રજુઆતો છતાં પણ સરકારમાં તેનો કોઈ ઉકેલ નથી. જમીન રીસર્વેની કામગીરીમાં પણ અનેક ખેડૂતોની જમીનમાં ક્ષતીઓ આવવાને લઈને, રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવતો નથી. જેને લઈને કિસાનસંઘની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હિંમતનગરમાં સર્વે ભવન કચેરી સમક્ષ ધરણાં ધરવા ખેડૂતો અને આગેવાનો પહોંચતા, પોલીસે તેમની અટકાયત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની જમીનના દસ્તાવેજોને ડિજિટલ કરવા માટે ભૂગર્ભ સેટેલાઈટ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ સર્વે દરમિયાન જિલ્લામાં અનેક ખેડૂતોને જમીન માપણીમાં ક્ષતિઓ આવી હતી. એક જ સર્વેનંબરમાં આવેલ જમીનોમાં એક ખેડૂતની જમીન બીજા ખેડૂતના નામે થઈ ગઈ હોય અથવા તો કોઈ ખેડૂતની જમીન ઘટી જવી, કોઈની વધી જવી જેવા પ્રકારની ક્ષતિઓ સર્જાઈ હતી. જેમાં ખેડૂતોએ સર્વેમાં થયેલી ક્ષતિઓ દૂર કરવા માટે જિલ્લા લેન્ડ રેકર્ડ વિભાગમાં લેખિત અરજીઓ કરી ક્ષતિના નિવારણ માટે રી સર્વેની માગણી કરાઈ છે. પરંતુ ખેડૂતો દ્વારા કરવામાં આવેલી અરજીઓનો નિકાલ ન થવાના કારણે, ખેડૂતોને અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાઈ છે. ખેડૂતોને જમીન દસ્તાવેજમાં ઓછી થવાથી પાક ધિરાણ હોય કે પછી, અન્ય કોઈ સરકારી લાભ હોય. જેમાં ખેડૂતને મોટી મુશ્કેલી સર્જાઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ખેડૂતો દ્વારા કરવામાં આવેલી લેખિત રજૂઆતનો કોઈ નિવેડો ના આવવાથી ખેડૂતોએ કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. જેને લઈને ખેડૂતોએ આખરે હવે ધરણાં અને દેખાવોનો સહારો લેવો પડી  રહ્યો છે અને પોલીસની અટકાયતો પણ વહોરવાનો વખત આવ્યો છે. કિસાન સંઘના જિલ્લા પ્રમુખે વાત કરતા જણાવ્યું હતુ કે, આ બાબતે અનેક પ્રકારે સમસ્યાઓ નડી રહી છે. જે જમીન છે તેની પણ અડધી જમીન કાગળ પર દર્શાવાઈ છે, જેથી લોન લેવા જેવી પણ સમસ્યા સર્જાય છે તો આ માટે ધક્કા ખાવા પડે છે તેમ છતાં પણ સર્વેનો ઉકેલ આવતો નથી. અમે આજે ધરણાં કરવા માટે અને દેખાવો કરવા માટે આવ્યા હતા. પરંતુ અમારી અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં 2011ના વર્ષે  સેટેલાઈટ માપણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના 710 ગામોના ખેડૂતોની જમીનના દસ્તાવેજોને ડિજિટલ કરવામાં આવ્યા હતા. પરંતુ અનેક ખેડૂતોના દસ્તાવેજોમાં ક્ષતિઓ સર્જાઈ છે. જેમાં 2016 ના વર્ષમાં પ્રમોગેશન થયું હતું અને ખેતીના 7-12 અને 8અના ઉતારામાં જમીનના નકશાનો સમાવેશ પણ કરાયો હતો.

તેમાં ક્ષતિઓ હોવાથી જિલ્લાના 24,670 જેટલી ક્ષતિઓ દૂર કરવા માટેની વાંધા અરજીઓ આવી હતી. તેમાંથી ચારેક વર્ષની કામગીરીમાં 19,675 જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે, 3,421 જેટલી અરજીઓનું સમાધાન કરવાનું બાકી છે. સરકારના આદેશ અનુસાર હવે ચોથી વાર મુદત વધારવામાં આવી છે અને જે આગામી 31 ડિસેમ્બર સુધી તમામ કામગીરી પૂર્ણ કરવાની છે. સાબરકાંઠા જિલ્લાના લેન્ડ રેકર્ડ અધિકારી શૈલેષ પટેલ કહે છે કે, સર્વેની કામગીરી શરુ કરાઈ હતી. જેમાં 24,670 જેટલી અરજીઓ મળી હતી. જેમાંથી 19,675 જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે જે અરજીઓ મળી હતી, જેમાંથી મોટાભાગે માપણીનું કામ ચાલુ છે. સરકારે સમય વધાર્યો છે અને તે પ્રમાણે હાલમાં કામગીરી ચાલુ છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article