VIDEO: સરકારની 700 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત ખેડૂતોને કેવી લાગી?

|

Nov 14, 2019 | 4:53 AM

સાબરકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદને લઈને ખેડૂતોએ નુકશાની વેઠવી પડી હતી અને જેને લઈને ખેડૂતોએ પોતાના નુકશાનના વળતર માટે આખરે સરકારી સહાય પર આશ લગાવી હતી. સરકારે જે રીતે ઝડપી સરવે કરવાતા આખરે હવે ખેડૂતોને પણ હાશકારો કેટલાક અંશે પહોંચ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં પણ અંદાજે 4,300 હેકટર જમીન વિસ્તારમાં ખેતીને નુકશાન થયાનો અંદાજ માનવામાં આવ્યો […]

VIDEO: સરકારની 700 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત ખેડૂતોને કેવી લાગી?

Follow us on

સાબરકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદને લઈને ખેડૂતોએ નુકશાની વેઠવી પડી હતી અને જેને લઈને ખેડૂતોએ પોતાના નુકશાનના વળતર માટે આખરે સરકારી સહાય પર આશ લગાવી હતી. સરકારે જે રીતે ઝડપી સરવે કરવાતા આખરે હવે ખેડૂતોને પણ હાશકારો કેટલાક અંશે પહોંચ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં પણ અંદાજે 4,300 હેકટર જમીન વિસ્તારમાં ખેતીને નુકશાન થયાનો અંદાજ માનવામાં આવ્યો છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સાબરકાંઠા જિલ્લામાં પણ રાજ્યના અન્ય વિસ્તારોની માફક જ કમોસમી વરસાદે ખેડૂતોને પરેશાન કરી મુક્યા હતાં. ડાંગર અને શાકભાજી જેવા પાકોને પણ ઓછા વતા પ્રમાણમાં નુકશાન થયું હતુ તો મગફળી અને સોયાબીન જેવા પાકોમાં વ્યાપક નુકશાન ખેતીમાં જોવા મળ્યુ હતુ. ખેડૂતોએ પાકનું ઉત્પાદન લણવાના સમય દરમ્યાન જ ખેતીમાં કમોસમી વરસાદ જાણે કે આફત બનીને વરસતા ખેડૂતોને સિઝન દરમ્યાન વહાવેલો પરસેવો પળવારમાં જ ધોવાણ થઈ જવાનો અહેસાસ થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે રાજ્ય સરકાર દ્વારા પણ નુકસાનની રજુઆતો બાદ આખરે ત્વરીત સર્વેની કામગીરી હાથ ધરવાની પ્રક્રિયા કરાવતા ખેડૂતોને આશા જાગી હતી કે નુકસાનનું વળતર હવે સરકારી સહાયરુપે મળશે અને જેને લઈને સર્વે કામગીરી શરુ થઈ ત્યારથી ખેડૂતો વળતર માટે સરકાર સામે મીટ માંડીને બેઠા હતા. પરંતુ જ્યારે આજે રાજ્ય સરકારે સહાયને લઈને જાહેરાત કરતા ખેડુતોને પણ એક રીતે સંતોષજનક હાલ તો જાહેરાત લાગી રહી છે. સરકારે સમયસર સર્વે કરાવ્યો એ જ ખેડૂતોને માટે આનંદ વર્તાઈ રહ્યો હોય એમ લાગે છે. જો કે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને સર્વે માટે જ કોઈ ફરક્યુ નહીં હોવાના પણ આક્ષેપો સર્વે દરમ્યાનથી ઉઠી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સાબરકાંઠા જિલ્લામાં ખાસ કરીને ખેડબ્રહ્મા વિસ્તારમાં 2.5 થી 3 ઈંચ વરસાદ ‘મહા’ વાવાઝોડાની અસર દરમ્યાનના માહોલ વેળાએ ખાબક્યો હતો. જેને લઈને વિસ્તારમાં ખાસ કરીને વ્યાપક નુકશાન થયું હતુ અને સૌથી વધુ રજુઆતો પણ ખેડબ્રહ્મા અને વડાલી વિસ્તારમાંથી સામે આવી હતી. આ ઉપરાંત જિલ્લામાંથી પણ 1,858 જેટલી ખેતી વાડી વિભાગ પાસે વળતરની અરજીઓ સામે આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જિલ્લામાં 10 ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તે પુર્ણ કર્યા બાદ રાજ્યના ખેતીવાડી વિભાગને અહેવાલ મોકલી દેવામાં આવ્યો હતો. જે મુજબ 4,300 હેકટર વિસ્તારમાં ખેતીના પાકમાં નુકસાન થયાનો અંદાજ સામે આવ્યો હતો. જેમાં સૌથી વધુ મગફળીના પાકમાં નુકસાન સામે આવ્યુ હતુ. આ ઉપરાંત કપાસ, અડદ અને સોયાબીન જેવા પાકોમાં પણ નુકસાન સામે આવ્યુ હતુ.

Next Article