VIDEO: સુરતની મહાનગરપાલિકામાં i-Phone વગર કામ નહીં, પ્રજાના ટેક્ષમાંથી 4 લાખ 60 હજારના i-Phone ખરીદ્યા

|

Sep 25, 2019 | 8:15 AM

એક તરફ સામાન્ય પ્રજા મોંઘવારીના મારથી ત્રસ્ત છે. ત્યારે બીજી તરફ કેટલાક નેતાઓ પ્રજાના પૈસાનો વેડફાટ કરવામાં મસ્ત છે. એક RTIમાં સુરત મનપાના શાસકોની પોલ ખોલતી માહીતી સામે આવી છે. જેમાં સુરત કોર્પોરેશનના શાસકો માટે પ્રજાના પૈસાથી 4.58 લાખના ખર્ચે 4 મોંઘાદાટ મોબાઇલ ખરીદાયા છે. 1.15 લાખનો એક એવા 4 આઇફોન-10 મોબાઇલ મેયર, ડેપ્યુટી મેયર, […]

VIDEO: સુરતની મહાનગરપાલિકામાં i-Phone વગર કામ નહીં, પ્રજાના ટેક્ષમાંથી 4 લાખ 60 હજારના i-Phone ખરીદ્યા

Follow us on

એક તરફ સામાન્ય પ્રજા મોંઘવારીના મારથી ત્રસ્ત છે. ત્યારે બીજી તરફ કેટલાક નેતાઓ પ્રજાના પૈસાનો વેડફાટ કરવામાં મસ્ત છે. એક RTIમાં સુરત મનપાના શાસકોની પોલ ખોલતી માહીતી સામે આવી છે. જેમાં સુરત કોર્પોરેશનના શાસકો માટે પ્રજાના પૈસાથી 4.58 લાખના ખર્ચે 4 મોંઘાદાટ મોબાઇલ ખરીદાયા છે.

1.15 લાખનો એક એવા 4 આઇફોન-10 મોબાઇલ મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન અને શાસક પક્ષના નેતા માટે ખરીદાયા છે. જો કે મોંઘાદાટ મોબાઇલ ફોનની ખરીદીને લઇને અનેક સવાલો સર્જાયા છે. સૌથી મોટો સવાલ એ છે કે શાસકોને આટલા મોંઘાદાટ મોબાઇલ ફોનની જરૂર કેમ પડી? શું મોંઘાદાટ ફોન હોય તો જ પ્રજાલક્ષી કામો થઈ શકે?

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે મોંઘાદાટ મોબાઈલ ખરીદવાના મામલે સુરત કોર્પોરેશનનું રાજકારણ ગરમાયું છે. એક તરફ વિપક્ષે આ મામલે શાસકોને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો તો બીજી તરફ સુરતના પ્રથમ નાગરિક એવા મેયર જગદીશ પટેલે મોબાઈલ ફોન પ્રજાના કામ માટે જ ખરીદવામાં આવ્યા હોવાનો લુલો બચાવ કર્યો છે. મેયરને તર્ક છે કે આ પરંપરા વર્ષોથી ચાલે છે. તેમાં કશું ખોટું નથી. પરંતુ જાણી જોઇને વિવાદ પેદા કરવામાં આવી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article