RSSનો આવતીકાલથી 2 દિવસીય સમન્વય વર્ગનો થશે પ્રારંભ, સર કાર્યવાહ ભૈયાજી જોશી રહેશે ઉપસ્થિત

|

Nov 29, 2019 | 11:40 AM

RSSનો 2 દિવસીય સમન્વય વર્ગ આવતીકાલથી અમદાવાદમાં શરૂ થશે. પ્રતિ 2 વર્ષે યોજાતા આ વર્ગમાં સંઘની 40 જેટલી ભગીની સંસ્થાના પ્રમુખ અને પદાધિકારીઓ હાજર રહેશે. સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ […]

RSSનો આવતીકાલથી 2 દિવસીય સમન્વય વર્ગનો થશે પ્રારંભ, સર કાર્યવાહ ભૈયાજી જોશી રહેશે ઉપસ્થિત

Follow us on

RSSનો 2 દિવસીય સમન્વય વર્ગ આવતીકાલથી અમદાવાદમાં શરૂ થશે. પ્રતિ 2 વર્ષે યોજાતા આ વર્ગમાં સંઘની 40 જેટલી ભગીની સંસ્થાના પ્રમુખ અને પદાધિકારીઓ હાજર રહેશે. સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

આ પણ વાંચોઃ વિદેશ પ્રવાસ પર ફ્લાઈટની વચ્ચે રોકાવા માટે હોટલ બુક નથી કરતા પણ આ જગ્યા પર રોકાય છે વડાપ્રધાન મોદી

ભાજપનું સૌથી મોટું પીઠબળ એટલે RSS અને એક રૂમમાંથી શરૂ થયેલી રાજકીય પાર્ટી ભાજપને દેશની સૌથી મોટી પાર્ટી બનાવવામાં તેમજ અનેક રાજ્યોના જીતના સિંહાસન પર બેસાડવામાં સંઘનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. અને એ જ કારણ છે કે, સંઘના તમામ કાર્યક્રમો, બેઠકમાં ભાજપના નક્કી કરાયેલા પદાધિકારીઓની અચૂક હાજરી હોય છે. ત્યારે આવતીકાલથી 2 દિવસ માટે અમદાવાદના જેતલપુર પાસે 2 દિવસીય સમન્વય વર્ગ યોજાવા જઈ રહ્યો છે. જેમા સંઘના સર કાર્યવાહ ભૈયાજી જોશી 2 દિવસ સુઘી ઉપસ્થિત રહેશે. અને કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેમાં સીએમ વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તથા ભાજપ સંગઠન મહામંત્રી ભિખુભાઈ દલસાણીયા ઉપસ્થિત રહેશે. મહત્વનુ છે કે, દર 2 વર્ષે આ પ્રકારનો સમન્વય અભ્યાસ વર્ગ યોજાતો હોય છે. જેમાં કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરવામાં આવે છે. સંઘની 40થી વઘુ ભગિની સંસ્થાઓ છે. જેમાં કિસાન સંઘ હોય કે, શિક્ષણ સંઘ, મજૂર સંઘ કે સ્વદેશી જાગરચ મંચનો સમાવેશ થાય છે. આ તમામ સંસ્થાઓને સમન્વય વર્ગ દરમિયાન એક મંચ પર લાવવામાં આવે છે. સાથે જ સમાજના અલગ-અલગ વર્ગની વર્તમાન પરિસ્થિત સામાજિક તેમજ રાજકીય પરિસ્થિતિઓ મુદ્દે ચર્ચા કરવામાં આવે છે. સાથે તેનું સમાધાન શું હોઈ શકે તેનું પણ તારણ કાઢવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે, કેડરબેઝ કર્યકર્તાઓનું સૌથી મોટું સંગઠન એટલે RSS છે. સંઘ દ્વારા સતત સમાજની વચ્ચે રહીને સમાજની સમસ્યા તથા સમાધાન માટેના પ્રચાસ કરવામાં આવે છે. સમયાંતરે રાજકીય નેતૃત્વને પણ જરૂરી સૂચન કરાય છે. ત્યારે આ સમન્વય વર્ગમાં શું મંથન થશે અને શું નિષ્કર્ષ આવશે તેના પર સૌની નજર છે.

Published On - 11:35 am, Fri, 29 November 19

Next Article