Ahmedabad : 17 લાખની સાયબર ઠગાઈના તાર રશિયા સુધી ! સાયબર ક્રાઈમે રશિયન આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી, જુઓ Video

|

Jan 03, 2025 | 9:01 AM

રાજ્યમાં અવારનવાર ડીજીટલ અરેસ્ટની ઘટના સામે આવતી હોય છે. ડીજીટલ એરેસ્ટ કરીને લોકો પાસેથી રૂપિયા પડાવતી ગેંગનો આતંક પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો છે. જાગૃતતા માટેના અનેક પ્રયત્નો બાદ પણ હજી લોકો આવા ગઠિયાઓની જાળમાં ફસાઇ રહ્યાં છે.

Ahmedabad : 17 લાખની સાયબર ઠગાઈના તાર રશિયા સુધી ! સાયબર ક્રાઈમે રશિયન આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી, જુઓ Video
Ahmedabad

Follow us on

રાજ્યમાં અવારનવાર ડીજીટલ અરેસ્ટની ઘટના સામે આવતી હોય છે. ડીજીટલ એરેસ્ટ કરીને લોકો પાસેથી રૂપિયા પડાવતી ગેંગનો આતંક પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો છે. જાગૃતતા માટેના અનેક પ્રયત્નો બાદ પણ હજી લોકો આવા ગઠિયાઓની જાળમાં ફસાઇ રહ્યાં છે. ત્યારે સાયબર ક્રાઇમએ આ ગેંગ સાથે સંકળાયેલા વધુ એક વિદેશી આરોપીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમએ પુણેથી ટ્રાન્સફર વોરંટના આધારે રશિયન આરોપી એનાટોલી નામના વ્યક્તિની ધરપકડ કરી છે.

ગોમતીપુરથી 2 આરોપીને ઝડપાયા હતા

અમદાવાદ સાયબર ક્રાઇમમાં એરેસ્ટ વોરંટ અને એરેસ્ટ સિઝર વોરંટ તથા કોંફીડેશિયલ એગ્રિમેન્ટના આધારે લેટર મોકલાવીને વૃદ્ધ પાસેથી 17 લાખ રુપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ગુનામાં પોલીસે અગાઉ ગોમતીપુરના મહેફુઝઆલમ અને નદીમખાન નામના બે આરોપીઓને ઝડપી લીધા હતા. જે આરોપીઓની પૂછપરછ દરમિયાન રશિયન આરોપીનું નામ ખુલ્યુ હતું.

આજનું રાશિફળ તારીખ : 07-01-2025
સાચી પડી આ ભવિષ્યવાણી, તો સ્મોલકેપ ફંડના રોકાણકારો બનશે કરોડપતિ
લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા

શું હતી મોડસ ઓપરેન્ડી ?

આરોપી નદિમખાન પઠાણ જે અલગ અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટની કિટ સાથે મુંબઇ ખાતે આવેલા ઇમ્પરિયલ હોટલમાં રોકાતો હતો. જ્યાં તે આ રશિયન આરોપી સાથે મુલાકાત કરતો જેને તે બેંક એકાઉન્ટની તમામ વિગતો આપતો હતો. નદીમખાન પઠાણ બેંક એકાઉન્ટ હોલ્ડર તથા એજન્ટને મુંબઇ અથવા ગોવાની હોટલમાં બોલાવી એકાઉન્ટમાં જમા થયેલા રૂપિયા તેમના ચાઇનીઝ વ્યક્તિના કહેવા પ્રમાણે અન્ય એકાઉન્ટમાં અથવા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવતા હતાં.

પકડાયેલા રશિયન આરોપીએ ગેટ કિપર તરીકેનું કામ કરતો હતો. એટલે કે જે તે બેંક એકાઉન્ટ ધારકના ખાતામાં મોટી રકમ જમાં થવાની હોય તેવા લોકોને મુંબઇ અથવા તો ગોવા કોઇ હોટલમામં બોલાવતા હતાં. જ્યાં સુધી આ વ્યક્તિના ખાતામાં જમા થયેલા રૂપિયા ટ્રાન્સફર થાય નહીં અથવા તો ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ થાય નહીં ત્યાં સુધી તેને પોતાની નજર સમક્ષ રાખતા હતાં.

પોલીસે રશિયન આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી

રશિયન આરોપીને જે તે રકમમાંથી 10 થી 15 ટકા જેટલું કમિશન મળતું હતું. જ્યારે તે ટેલીગ્રામ થકી ચાઇનીઝ વ્યક્તિઓના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે તે વર્ષ 2015થી આ રીતે કામ કરતો હતો અને અગાઉ પણ અનેક વખત તે ભારત આવી ચુક્યો છે. ગત વર્ષે તે ત્રણ વખત ભારત આવી ચુક્યો છે. તેમજ મોટાભાગે ગોવા અથવા મુંબઇમાં તે બેંક એકાઉન્ટ ધારકોને રાખતો હતો. હાલમાં સાયબર ક્રાઇમ દ્વારા આરોપીની ધરપકડ કરીને આ સિવાય અન્ય કોઇ ગુનામાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Published On - 8:25 am, Fri, 3 January 25

Next Article