Ahmedabad: CNG ભાવ વધારા મુદ્દે રિક્ષાચાલકો કરશે રાજ્યવ્યાપી હડતાલ! મિટિંગમાં લેવાયા આ મહત્વના નિર્ણયો

|

Oct 26, 2021 | 8:52 AM

CNG ભાવ વધારા મુદ્દે રિક્ષા ચાલક એસોસિએશનની મિટિંગ યોજાઈ હતી. જેમાં હડતાલ અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. નિર્ણય અનુસાર 30 ઓક્ટોબરે રાજ્યના રિક્ષાચાલકોની મિટિંગ થશે.

CNG ભાવ વધારા મુદ્દે રિક્ષાચાલકો હવે ઉગ્ર બન્યા છે. સીએનજી ભાવ વધારા અંગે રિક્ષા ચાલક એસોસિએશનની મિટિંગ યોજાઈ હતી. આ મહત્વનો નિર્ણય મિટિંગમાં લેવાયો છે. નિર્ણય અનુસાર 30 ઓક્ટોબરે થશે રાજ્ય વ્યાપી રિક્ષા ચાલકોની મિટિંગ થશે. જેમાં મિટિંગમાં હડતાળ પાડવા અંગે ચર્ચા થશે. રાજયવ્યાપી બેઠક અમદાવાદ ખાતે બોલાવવામાં આવશે. દિવાળી બાદ રાજ્ય વ્યાપી હડતાળ પાડવાનો નિર્ણય હાલમાં લેવામાં આવ્યો છે.

સીએનજી ભાવ વધારો અને ભાડું નહીં વધતા પડેલી હાલાકી અંગે અનેક રજૂઆત છતાં કોઈ નિર્ણય નહીં આવતા હડતાળનો રસ્તો અપનાવવા રિક્ષાચાલકો જઈ રહ્યા છે. 30 ઓક્ટોબરે હડતાળની તારીખ જાહેર કરવામાં આવશે. જણાવી દઈએ કે 4 થી 5 દિવસ હડતાળ પાડી રિક્ષા ચાલકો વિરોધ નોંધાવી શકે છે. હડતાળ પડતા અમદાવાદમાં 2 લાખ ઉપર રિક્ષાના પૈડાં થમશે. ત્યારે લાખો રિક્ષાઓ રાજ્યભરમાં થંભી જશે. કોરોના બાદ દિવાળી તહેવારમાં થોડી કમાણી કરવાનો સમય મળતા દિવાળી બાદ હડતાળ પાડવાનું નક્કી કરાયું છે.

 

આ પણ વાંચો: Dahod: મહિલા તલાટી મંત્રીનો પતિ કરે છે વહીવટ, સામાન્ય માણસ સામે દાદાગીરીનો વિડીયો થયો વાયરલ

આ પણ વાંચો: Ahmedabad: પગાર મુદ્દે વિરોધ કરતા સફાઈકર્મીઓની પોલીસે કરી અટકાયત, તો પોલીસ સ્ટેશનમાં જ દર્શાવ્યો જોરદાર વિરોધ

Next Video