Gujarat માં ધોરણ 10ના વિધાર્થીઓનું આ તારીખ સુધી જાહેર થઇ શકે છે પરિણામ

|

Jun 05, 2021 | 5:15 PM

Gujarat માં કોરોના વધતાં કહેર અને વિધાર્થીઓના જીવનની કાળજી રાખીને સરકારે  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB)ના ધોરણ 10ના  તમામ વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેના ભાગરૂપે હવે બોર્ડ દ્વારા નક્કી કરાયેલી પધ્ધતિને આધારે ધોરણ 10નું પરિણામ( Result) 30 જૂન સુધીમાં જાહેર થઈ શકે છે.

Gujarat માં ધોરણ 10ના વિધાર્થીઓનું આ તારીખ સુધી જાહેર થઇ શકે છે પરિણામ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Gujarat માં કોરોના વધતાં કહેર અને વિધાર્થીઓના જીવનની કાળજી રાખીને સરકારે  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB)ના ધોરણ 10ના  તમામ વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેના ભાગરૂપે હવે બોર્ડ દ્વારા નક્કી કરાયેલી પધ્ધતિને આધારે ધોરણ 10નું પરિણામ( Result) 30 જૂન સુધીમાં જાહેર થઈ શકે છે.

18 જૂન સુધીમાં વિદ્યાર્થીઓના માર્ક્સ અપલોડ કરવા શાળાને આદેશ 

તેમજ બોર્ડ દ્વારા જુનમાં પરિણામ( Result) જાહેર કરવા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં 10 જૂન સુધીમાં શાળાઓને વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરી 18 જૂન સુધીમાં વિદ્યાર્થીઓના માર્ક્સ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB)  ની વેબસાઈટ પર અપલોડ કરવા આદેશ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના માર્ક્સ અપલોડ થઈ ગયા બાદ એક સપ્તાહમાં બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવી શકે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

યુ ટ્યુબના માધ્યમથી ઓનલાઇન તાલીમ અપવામાં આવી

આ માટે આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB) દ્વારા ધોરણ 10નું પરિણામ( Result) તૈયાર કરવા આચાર્યો અને શિક્ષકોને બાઇસેગ અને યુ ટ્યુબના માધ્યમથી ઓનલાઇન તાલીમ અપવામાં આવી હતી.ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ શાળા દ્વારા વિદ્યાર્થીઓનું કેવી રીતે મૂલ્યાંકન કરી માર્ક્સ આપવા તેની સમજણ આપવામાં આવી હતી.

શાળા દ્વારા વિદ્યાર્થીઓના માર્કસની ઓનલાઇન એન્ટ્રી કરવાની રહેશે

જ્યારે 10 જૂન સુધીમાં વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવા તાકીદ કરવામાં આવી છે.વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર થઈ ગયા બાદ બોર્ડની વેબસાઈટ પર શાળા દ્વારા વિદ્યાર્થીઓના માર્કસની ઓનલાઇન એન્ટ્રી કરવાની રહેશે. જેમાં 17 જૂન સુધીમાં તમામ વિદ્યાર્થીઓના ગુણ ઓનલાઇન અપલોડ કરવા તમામ શાળાઓને બોર્ડે આદેશ કર્યો છે અને સમય મર્યાદામાં માર્કસની એન્ટ્રી કરવામાં આવે તેની પણ તાકીદ કરવામાં આવી છે.

શાળાએ વિદ્યાર્થીઓને આપેલા ગુણનો રેકોર્ડ જાળવી રાખવા આદેશ

આ વર્ષે બોર્ડ દ્વારા પરીક્ષા લેવાઈ ના હોવાથી શાળાએ વિદ્યાર્થીઓને આપેલા ગુણનો રેકોર્ડ જાળવી રાખવા પણ આદેશ કર્યો છે. તેમજ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી વિદ્યાર્થીઓનો રેકોર્ડ જાળવવા આદેશ કર્યો છે. માસ પ્રમોશનને કારણે આ વર્ષે પૂરક પરીક્ષા નહીં યોજાય તથા ગુણ ચકાસણી પણ નહીં થઈ શકે.

બોર્ડની સૂચના અને નિયમોનો ભંગ થશે તો કાર્યવાહી કરવામાં આવશે

આ પરિણામ જાહેર થયા બાદ જ ધોરણ 11ની પ્રવેશ પ્રક્રિયા કરી શકાશે.હોંશિયાર અને નબળા તમામ વિદ્યાર્થીઓને એવરેજ ગુણના મળે તેનું ધ્યાન રાખવા તાકીદ કરાઈ છે.જો કે વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં ગેરરીતિ કરી વધારે માર્ક્સ આપવામાં આવશે કે બોર્ડની સૂચના અને નિયમોનો ભંગ થશે તો કાર્યવાહી કરવામાં આવશે.શાળાની માન્યતા રદ્દ કરવાથી લઈ નાણાકીય દંડ કરવામાં સુધીના પગલાં લેવામાં આવશે.

આ અંગે વિજયનગર હાઈસ્કૂલના આચાર્ય ધવલ પાઠકે જણાવ્યું હતું કે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવાનું શરૂ કરી દેવાયું છે. આ પરિણામ તૈયાર કરવા માટે બોર્ડની સ્પષ્ટ ગાઈડલાઈન છે અને બોર્ડે કેટલાક આદેશો પણ આપ્યા છે.

હોંશિયાર વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ  કે નબળા વિદ્યાર્થીઓને વધારે માર્ક્સ મળવાનો સવાલ જ નથી 

સરદાર પટેલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે માર્ક્સ આપવામાં કોઈ ગેરરીતિ થઈ શકે તેમ નથી. વિદ્યાર્થીઓએ અગાઉની જે પરીક્ષામાં માર્ક્સ મેળવેલા છે તેના આધારે જ મૂલ્યાંકન થવાનું છે.જેથી હોંશિયાર વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ મળવાનું કે નબળા વિદ્યાર્થીઓને વધારે માર્ક્સ મળવાનો સવાલ ઉભો થતો નથી.

Published On - 5:10 pm, Sat, 5 June 21

Next Article