ભરૂચમાં ધાર્મિક સંસ્થા આવી લોકોની મદદે, જળ સંચયથી ઉકેલી પાણીની સમસ્યા

|

Sep 19, 2020 | 4:39 PM

  સુવ્યવસ્થિત આયોજનના અભાવે, આપણી સામે ચોમાસા દરમ્યાન પાણીના નિકાલની સમસ્યા સર્જાય છે. તો બાકીના સમયમાં પિવા અને સિંચાઈના પાણીની સમસ્યા સર્જાય છે.  પાણીની આ સમસ્યાનો ઉકેલ લાવી છે,  ભરૂચની એક ધાર્મિક સંસ્થા. વરસાદી પાણીના સંચયની અલાયદી વ્યવસ્થા ઉભી કરી એક વર્ષ સુધી એક બે નહિ પરંતુ ૧૦૦ લોકો માટે પીવાના પાણીની અને 10 વીંઘા […]

ભરૂચમાં ધાર્મિક સંસ્થા આવી લોકોની મદદે, જળ સંચયથી ઉકેલી પાણીની સમસ્યા

Follow us on

 

સુવ્યવસ્થિત આયોજનના અભાવે, આપણી સામે ચોમાસા દરમ્યાન પાણીના નિકાલની સમસ્યા સર્જાય છે. તો બાકીના સમયમાં પિવા અને સિંચાઈના પાણીની સમસ્યા સર્જાય છે.  પાણીની આ સમસ્યાનો ઉકેલ લાવી છે,  ભરૂચની એક ધાર્મિક સંસ્થા. વરસાદી પાણીના સંચયની અલાયદી વ્યવસ્થા ઉભી કરી એક વર્ષ સુધી એક બે નહિ પરંતુ ૧૦૦ લોકો માટે પીવાના પાણીની અને 10 વીંઘા ખેતી માટે આખું વર્ષ મીઠું, શુદ્ધ અને પ્રદુષણ મુક્ત પાણી મળે તેવી વ્યવસ્થા ઉભી કરી છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

નર્મદા ડેમ તેની મહત્તમ ઊંચાઈ ઉપર પહોંચ્યા બાદ, નર્મદા નદીના ડાઉન સ્ટ્રિમમાં પાણીનો પ્રવાહ ઘટવાથી, સમુદ્રના ખારાપાણી ભરૂચ સુધી ઘુસી આવવાની સમસ્યા સર્જાય છે. નર્મદા કિનારે વસવાટ છતાં અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉભી થવા લાગી છે. જેમાં નર્મદાના દક્ષિણ કિનારે આવેલ તપોવન આશ્રમ પણ, ખારા પાણીની સમસ્યાથી પિડાઈ રહ્યો હતો.

 

 

આ ધાર્મિક સંસ્થામાં સમયાંતરે આધ્યાત્મિક કાર્યક્રમ થતા રહે છે. જેમાં ભાગ લેવા મોટી સંખ્યામાં લોકો આશ્રમમાં આવતા રહે છે. તો આશ્રમની પોતાની વિશાળ ખેતી છે.  નદી ખારી થતા ભુગભ જળની ગુણવત્તા નીચી ગઈ હતી જેના કારણે આશ્રમ સંકુલમાં આવેલા પાંચ બોરવેલનું પાણી પણ ખરું મળવા લાગ્યા હતા. વિકટ બનતી સમસ્યા ઉપર દરરોજ ટેન્કરથી પાણી મંગાવવું મુશ્કેલ બનતા સંસ્થાએ એક અલાયદી વ્યવસ્થા ઉભી કરવાનું નક્કી કર્યું હતું. આશ્રમના ૩ મકાનોની છત વરસાદી પાણીને વહી જતા અટકાવી પાઈપલાઈનનું નેટવર્ક તૈયાર કરી એક જગ્યાએ એકત્રિત કરવામાં આવ્યું. વરસાદી પાણી સાથે કચરું અને ગંદકી સ્ટોરેજ ટેન્કમાં ન ભળે તે માટે એક ફિલ્ટર ચેમ્બરમાંથી પાણી પસાર કરી ૧ .૨૫ લાખ લીટર પાણીને સ્ટોરેજ કરવાની શરૂઆત કરવામાં આવી છે.

 

તપોવન આશ્રમના સ્વયંસેવક કમલેશ પટેલએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ અગાઉ પાણીની વિકટ સમસ્યા હતી. દરિયાનું પાણી નર્મદાના મીઠાજળને ધકેલી દેવાથી ખારાશ ફેલાઈ હતી. ૧.૨૫ લાખ લીટર પાણી સ્ટોર કરી સંસ્થાએ માત્ર ૧૦૦ લોકોની પીવાની અને ૧૦ વીંઘા ખેતીની સમસ્યા હલ કરી છે. ૧૦૦ લોકો માટે પીવા , રસોઈ અને ઉનાળામાં ખેતી માટે પર્યાપ્ત પાણી સંગ્રહ થઇ જતા સંસ્થાની પાણીની સમસ્યા દૂર થઈ છે. ચોમાસામાં હજારો લીટર પાણી આકાશમાંથી વરસતું હોય છે. સ્ટોરેજ કેપેસીટી પૂરતો સવા લાખ લીટર પાણીનો જથ્થો સ્ટોર થયા બાદ વધારાનું પાણી વહાવી ન દઈ ૫ બોરવેલ રિચાર્જ કરવામાં આવી રહ્યા છે. ત્રણ વર્ષના સતત પ્રયાસ બાદ સંસ્થાના ખારા થયેલા બોરવેલનું પાણી પણ મીઠું મળવા લાગ્યું છે.

 

તપોવન આશ્રમના અધ્યક્ષ નાયારણસ્વામી અનુસાર આશ્રમમાં યોજાતી શિબિરોમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેવા પહોંચે છે આશ્રમના ૫ બોર ખરા થી જતા સમસ્યા ઉભી થઇ હતી પરંતુ વરસાદી પાણીના સંચયથી બોર રિચાર્જ કરવાનું શરુ કરતા ૩ વર્ષ પછી બોરનું પાણી પણ મીઠું થઇ ગયું છે. જળસંચયથી પાણીની વિકટ સમસ્યા ન માત્ર હલ કરાઈ છે કરાઈ છે પરંતુ સાથેસાથે ભુગભજળની ગુણવત્તા પણ સુધારી શકાઈ છે ત્યારે તપોવન આશ્રમના સફળ પ્રયોગને અપનાવી પાણીની સમસ્યાનો કાયમી હલ મળી શકે તેમ છે.

 

 

Published On - 10:26 am, Fri, 28 August 20

Next Article