ગુજરાતમાં સતત 5 દિવસ સુધી રહેશે મેઘમહેર, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

|

Sep 28, 2020 | 4:28 PM

ગુજરાતના અનેકલ જિલ્લાઓમાં જોરદાર વરસાદી માહોલ જામ્યો છે.  સુરત અને ઓલપાડમાં વીજળીના કડાકા તેમજ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદી ઝાપટાને પગલે રસ્તા પર પાણી ભરાયા હતા.  વલસાડ-વાપી અને ઉમરગામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો તો પોરબંદર અને છોટા ઉદેપુરમાં પણ વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના કેશોદમાં પણ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ […]

ગુજરાતમાં સતત 5 દિવસ સુધી રહેશે મેઘમહેર, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

ગુજરાતના અનેકલ જિલ્લાઓમાં જોરદાર વરસાદી માહોલ જામ્યો છે.  સુરત અને ઓલપાડમાં વીજળીના કડાકા તેમજ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદી ઝાપટાને પગલે રસ્તા પર પાણી ભરાયા હતા.  વલસાડ-વાપી અને ઉમરગામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો તો પોરબંદર અને છોટા ઉદેપુરમાં પણ વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના કેશોદમાં પણ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

સૌરાષ્ટ્રમાં સતત પાંચમાં દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે.  અમરેલીના બાબરાના ચમારડી, વલારડી, ઈંગોરાળ, પીર ખીજડિયામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભાવનગરના ગારિયાધાર અને અમદાવાદના ધોળકામાં પવન સાથે વરસાદ પડ્યો હતો. ભૂજ અને બોટાદમાં પણ મેઘાએ જમાવટ કરી હતી. આમ રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં આતંકી હુમલાનો સુરક્ષા એજન્સીનો ઈનપુટ, અમદાવાદમાં સઘન પોલીસ ચેકિંગ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત્ રહેશે.  સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે તો સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, છોટા ઉદેપુર, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.  હવામાન વિભાગે 11 જૂને રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 11:27 am, Sun, 7 June 20

Next Article