Breaking News : ડુમસના આશીર્વાદ ફાર્મમાં રેવ પાર્ટીનો પર્દાફાશ, 4 થાઈલેન્ડની યુવતી સહિત 7 લોકોની ધરપકડ, જુઓ Video

ગુજરાતમાં દારુબંધી હોવા છતા રેવ પાર્ટીનો પર્દાફાશ થયો છે. સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા આશીર્વાદ ફાર્મમાં ગુજરાત પોલીસના સ્ટેટ મોનીટરીંગ સેલે મોટા પાયે દરોડો પાડીને એક ગેરકાયદેસર રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે.

Breaking News : ડુમસના આશીર્વાદ ફાર્મમાં રેવ પાર્ટીનો પર્દાફાશ, 4 થાઈલેન્ડની યુવતી સહિત 7 લોકોની ધરપકડ, જુઓ Video
Surat
| Edited By: | Updated on: Jun 12, 2025 | 4:18 PM

ગુજરાતમાં દારુબંધી હોવા છતા રેવ પાર્ટીનો પર્દાફાશ થયો છે. સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા આશીર્વાદ ફાર્મમાં ગુજરાત પોલીસના સ્ટેટ મોનીટરીંગ સેલે મોટા પાયે દરોડો પાડીને એક ગેરકાયદેસર રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે. દરોડામાં થાઈલેન્ડની યુવતીઓ અને ત્રણ સુરતના યુવકો સહિત કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલના ફાર્મ હાઉસમાં દરોડા

પોલીસે જણાવ્યું છે કે, આશીર્વાદ ફાર્મના રૂમ નંબર 114માં ચાલી રહેલી આ રેવ પાર્ટીમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.પોલીસે કબજે કરેલા દારૂ અને ડ્રગ્સની કુલ કિંમત 1.84 લાખ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ લગાવ્યો છે. પોલીસે 5 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ પણ કબજે કર્યું છે.

થાઈલેન્ડની 4 યુવતી અને 3 યુવાન ઝડપાયા

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ રેવ પાર્ટીનું આયોજન ચિરાગ માણેક નામના વ્યક્તિએ કર્યું હતું. ચિરાગ વરાછાનો રહેવાસી છે. પોલીસે રજત પાઠક, પૂજાસિંહ, ધર્મેશ છોટાડા, દિપા દમાઈ સહિતના અન્ય છ લોકોની પણ ધરપકડ કરી છે. આ તમામ લોકો ઉપર યોગ્ય કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઘટનામાં સ્થાનિક પોલીસની ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે અને થાઈલેન્ડની યુવતીઓને કોણે બોલાવી તેમજ દારૂ અને ડ્રગ્સનો સપ્લાયર કોણ છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના રાજ્યમાં વધી રહેલા ડ્રગ્સના દુષણને લઈને ચિંતાજનક છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો