Ramol Police Station લાઈફ સેવિંગ સપોર્ટ સિસ્ટમથી સજ્જ, સંક્રમિત પોલીસકર્મીઓને મળશે સારવાર
Ramol Police Station માં પોલીસકર્મીઓ માટે 7 બેડની સુવિધા વાળો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

AHMEDABAD : કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ શહેરની તમામ ખાનગી હોસ્પિટલના બેડ ભરાઈ ગયા છે ત્યારે Ramol Police Station ના પી.આઈ કે.એસ દવે દ્વારા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ માટે અનોખી પહેલ કરવામાં આવી છે.
રામોલ પોલીસ સ્ટેશનમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કોરોનાથી સંક્રમિત થનાર પોલીસકર્મીને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે Ramol Police Station માં જ લાઈફ સેવિંગ સપોર્ટ વાળો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના કોરોના દર્દીઓની હાલ હાલત કફોડી છે.સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી પૈસા ખર્ચતા પણ હોસ્પિટલમાં બેડ મળતા નથી જેને કારણે અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓનો મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.આવી પરિસ્થિતિમાં પોલીસકર્મીઓ વિવિધ ફરજો નિભાવતા હોય છે જેમાં સંક્રમિત થવાનો ખતરો વધી જાય છે.અને આવી વિકટ પરિસ્થિતિમાં કામ કરનાર પોલીસકર્મીઓને યોગ્ય સમયે સારવાર મળવી પણ જરૂરી છે આ જ કારણથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરફથી શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પોલીસ સ્ટેશનમાં જ લાઈફ સેવિંગ સિસ્ટમ ઉભી કરવાની સૂચના આપવામાં આવી હતી..જેના ભાગરૂપે રામોલ પોલિસ સ્ટેશનમાં જ 7 બેડ ની સુવિધા વાળો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
આઇસોલેશન વોર્ડની વિશેષતા Ramol Police Station માં ઉભા કરાયેલા આ આઇસોલેશન વોર્ડની વિશેષતાની વાત કરીએ તો આ વોર્ડમાં એડમિટ થનાર પોલીસક્રમીનું દિવસમાં 3 વાર મેડિકલ ઓફિસર દ્વારા ચેકઅપ કરવામાં આવશે.આ સાથે જ પલ્મોલોજીસ્ટ તેમજ એમડી ફિઝિશિયન સાથે ઉપચાર અંગે ઓનલાઇન સંવાદ થઈ શકે તે માટેની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસકર્મીને સમયસર સારવાર મળી રહે તે માટે વિવિધ સાધનો જેમ કે ઓક્સીમીટર, બ્લડપ્રેશર ચેકીંગ મશીન, ટેમ્પરેચર ગન પણ વસાવવામાં આવી છે. રામોલ પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આવેલા આ આઇસોલેશન વોર્ડની સુવિધાનો લાભ ઝોન 5 અંતર્ગત આવતા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ લઈ શકશે.
આ ઉપરાંત જરૂરી દવાઓ, ઓક્સીજનનો પુરવઠો, નાસ માટેનું મશીન અને ફસ્ટ એડનો તમામ સમાન વસાવવામાં આવ્યો છે. રામોલ પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આવેલા આ આઇસોલેશન વોર્ડની સુવિધાનો લાભ ઝોન 5 અંતર્ગત આવતા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ લઈ શકશે.
Ramol Police Station દ્વારા સામાજિક પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. ગતવર્ષે વસ્ત્રાલમાં 4 જગ્યાઓ ઉપર શાકભાજીની 160 લારીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. શાકભાજીને સીધો સ્પર્શ ના થાય તે માટે શિસ્ત જાળવી શાકભાજી ખરીદવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.
