Surat : નાના ભુલકાંઓએ તૈયાર કરેલી રાખડી મોકલાવાશે સરહદ પર રક્ષા કરતા ભારતીય સૈનિકોને

|

Jul 25, 2021 | 4:23 PM

સુરતમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલ રાખડીઓ સરહદે પર દેશની રક્ષા કરતા સૈનિકોને મોકલવામાં આવશે.

Surat : નાના ભુલકાંઓએ તૈયાર કરેલી રાખડી મોકલાવાશે સરહદ પર રક્ષા કરતા ભારતીય સૈનિકોને
Rakhi prepared by children will sent to Indian Soldiers

Follow us on

રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હવે નજીક છે. ત્યારે આ દિવસે બહેન પોતાના ભાઈને હાથ પર રાખડી બાંધીને પ્રેમ વ્યક્ત કરશે. ભાઈ જીવનભર તેની રક્ષા કરે અને ઈશ્વર તેના ભાઈને રક્ષા કરે એવા શુભ આશય સાથે બહેનો ભાઈઓને રાખડી બાંધે છે. ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક એટલે રક્ષા બંધનનો તહેવાર.

ત્યારે દેશની સરહદ પર પણ આપણા સેનિકો મા ભોમની રક્ષા કરે છે. પોતાના પરિવાર ને ભૂલીને જયારે તેઓ દેશની રક્ષા કરવા સરહદ પર રાત દિવસ ફરજ બજાવે છે ત્યારે તેમની રક્ષા કરવા માટે સુરતના નાના ભુલકાંઓએ રાખડી તૈયાર કરી છે. યુવા જાગૃતિ ચેરીટેબલ ટ્ર્સ્ટ  સાથે જોડાયેલા બાળકો અને કાર્યકર્તાઓ દ્વારા આવી 12 હજાર રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. જેને તેમના દ્વારા પાર્સલ કરીને કુરિયર મારફતે દેશની સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનોને મોકલવામાં આવશે.

યુવા જાગૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના યુવા કાર્યકર્તા ચિંતન સંઘાણીએ જણાવ્યું હતું કે આ તેમનો પહેલો પ્રયાસ છે, જેમાં તેઓ સંસ્થાના બાળકો દ્વારા તૈયાર કરાયેલી રાખડીઓ સરહદ પર મોકલવા જઈ રહ્યા છે. તેઓ સંદેશો આપવા માંગે છે કે સરહદ પર દેશની રક્ષા કરતા ભારતીય સેનિકોની રક્ષા માટે આ બહેનો છે તેવો તેમને વિશ્વાસ અપાવવા માંગે છે. સરહદ પર ભલે તેઓ દુશમન સામે એકલા હાથે લડતા હોય પણ આ બહેનોના આશીર્વાદ અને પ્રેમ હમેશા તેમની સાથે રહેશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અને એટલા માટે બાળકો દ્વારા તૈયાર કરાયેલી આ રાખડીઓ દેશની સરહદ પર ફરજ બજાવતા સૈનિકોને મોકલવામાં આવશે. આ વર્ષે તેમના દ્વારા 12 હજાર રાખડીઓ મોકલવામાં આવનાર છે. અને હવે દર વર્ષે રક્ષાબંધનના પવિત્ર પ્રેમના પર્વ પર સુરતથી આ રાખડીઓ મોકલવામાં આવશે તેવો નિર્ણય તેમના દ્વારા લેવામાં આવ્યો છે.

Next Article