રાજ્યમાં સાર્વત્રિક વરસાદ,રાજકોટ જિલ્લામાં આવેલા તમામ 25 ડેમ ઓવરફ્લો,સૌરાષ્ટ્ર પંથકની સિંચાઈમાં સમસ્યાનો આવશે અંત

|

Sep 19, 2020 | 4:11 PM

આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો તેમાં પણ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર, જૂનાગઢમાં ઘેડ પંથકમાં સતત અને ધોધમાર વરસાદથી પાણી-પાણી થઇ ગયું તો ગીરસોમનાથના વેરાવળમાં પણ જોરદાર વરસાદ પડ્યો તેવી જ રીતે અમરેલીમાં પણ વરસાદ પડ્યો તો રાજકોટમાં સવારથી ધોધમાર વરસાદ પડતા શહેરમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. રાજકોટ જિલ્લામાં આવેલા તમામ […]

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ,રાજકોટ જિલ્લામાં આવેલા તમામ 25 ડેમ ઓવરફ્લો,સૌરાષ્ટ્ર પંથકની સિંચાઈમાં સમસ્યાનો આવશે અંત
https://tv9gujarati.in/rajya-ma-sarvtri…ya-no-aavshe-ant/

Follow us on

આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો તેમાં પણ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર, જૂનાગઢમાં ઘેડ પંથકમાં સતત અને ધોધમાર વરસાદથી પાણી-પાણી થઇ ગયું તો ગીરસોમનાથના વેરાવળમાં પણ જોરદાર વરસાદ પડ્યો તેવી જ રીતે અમરેલીમાં પણ વરસાદ પડ્યો તો રાજકોટમાં સવારથી ધોધમાર વરસાદ પડતા શહેરમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. રાજકોટ જિલ્લામાં આવેલા તમામ 25 ડેમ ઓવરફ્લો થઈ ગયા હતા, ભાદર 1 ડેમનાં 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા. આજી 1 ડેમ પણ આજે ફરી છલકાઈ ગયો. ન્યારી 1 ડેમનાં 3 દરવાજા ખોલાયા. આજી 2 ડેમનાં 4 અને ભાદર-2 ડેમનાં 4 દરવાજા ખોલાયા.

રાજ્યમાં આજે પણ 123 તાલુકામાં વરસાદે મહેર વરસાવી. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડ્યો તો દક્ષિણ ગુજરાત સહિત મધ્યમાં પણ મહેર વરસી બે-ચાર દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી સૌરાષ્ટ્ર-કચ્છમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે, ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર-કચ્છની નાની-મોટી નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી. ખંભાળિયા પંથકમાં ભારે વરસાદને કારણે વેદમતિ નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:36 am, Sun, 30 August 20

Next Article