World Blood Donor Day: ગુજરાતમાં સ્વૈચ્છિક રક્તદાનમાં રાજકોટ શહેરે મારી બાજી, જાણો રક્તદાન કરવાના ફાયદા

|

Jun 14, 2021 | 4:31 PM

World Blood Donor Day : ગુજરાતમાં સૌથી વધુ રક્તદાન કરવા માટે રાજકોટ (Rajkot) હંમેશા આગળ રહે છે, કોરોના કાળમાં  રક્તની સૌથી વધુ જરૂરિયાત હતી,  ત્યારે  સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ રક્તદાન કરવાનો એવોર્ડ રાજકોટને મળ્યો છે.

World Blood Donor Day: ગુજરાતમાં સ્વૈચ્છિક રક્તદાનમાં રાજકોટ શહેરે મારી બાજી, જાણો રક્તદાન કરવાના ફાયદા
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

World Blood Donor Day: દર વર્ષે 14 જૂનના દિવસને “વિશ્વ રક્તદાતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (World Health Organization) લોકોને રક્ત આપીને નવું જીવનદાન આપતા રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા અને તેમનું મહત્વ વધારવા માટે 2004થી આ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી.

વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં સૌથી વધુ રક્તદાન કરવા માટે રાજકોટ (Rajkot) હંમેશા આગળ રહે છે, કોરોના કાળમાં  રક્તની સૌથી વધુ જરૂરિયાત હતી,  ત્યારે  સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ રક્તદાન કરવાનો એવોર્ડ રાજકોટને મળ્યો છે.

સામાન્ય રીતે બ્લડ ગ્રુપનાં(Blood group) શોધક કાર્લ લેન્ડસ્ટીનરનો(Karl lend Stiner) જન્મદિવસ 14 જુને હોવાથી આ દિવસને “વિશ્વ રક્તદાતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે “Give blood and keep the world beating” એટલે કે, ‘રક્તદાન કરો અને દુનિયાને ધબકતી રાખો’.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

એક અંદાજ મુજબ,  ભારતમાં દર વર્ષે આશરે પાંચ કરોડ જેટલી લોહીની બોટલની જરૂરિયાત ઊભી થાય છે, પરંતુ તેની સામે માત્ર 80 લાખ બોટલ લોહી રક્તદાતાઓ દ્વારા મળે છે.  મુખ્યત્વે,  થેલેસીમિયાગ્રસ્ત દર્દીઓને સૌથી વધારે રક્તની જરૂર પડતી હોય છે.

સૌથી વધારે સ્વૈચ્છિક રક્તદાન રાજકોટ શહેરમાં

રાજકોટ સિવિલની બ્લડ બેન્કમાં(Blood Bank)  હાલ અંદાજીત 500 થી 800 જેટલા બ્લડ યુનિટ ઉપલબ્ધ છે અને કોઈ પણ બ્લડ ગ્રુપના દર્દીને અહિંથી રક્ત મળી રહે છે.  ઉપરાંત રાજકોટમાં મોબાઈલ બ્લડ બેન્ક વાનની વાત કરીએ,  તો તેમાં એક સાથે ત્રણ ડોનર રક્ત  ડોનેટ કરી શકે તેવી સુવિધા ઉપલબ્ધ છે.  કોરોના કાળમાં જ્યારે રક્તની સૌથી વધુ જરૂરિયાત હતી ત્યારે સ્વૈચ્છિક રક્તદાન માટે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ રક્તદાન કરવાનો એવોર્ડ રાજકોટને મળ્યો છે.

ગયા વર્ષે 163 જેટલી રક્તદાન શિબિરમાં(Blood donation camp) બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.  જેમાં 50% રક્તદાન માત્ર મોબાઈલ વાન દ્વારા જ એકઠું કરવામાં આવ્યું હતું.  હાલ,  રાજકોટમાં દર મહિને પંદર જેટલા બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

રક્તદાનનાં ફાયદા

નિષ્ણાંત ડો.સંદીપ જેસલનું કહેવું છે કે  ” જોખમી પરિસ્થિતિઓથી પીડાતા દર્દીઓને રક્તદાન દ્વારા બચાવી શકાય છે. પરંતુ, એ પણ જાણવું જોઇએ કે રક્તદાન કરવાથી દાતાનાં સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે.”

1)સમયસર રક્તદાન કરવામાં આવે તો વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે અને તંદુરસ્તીમાં પણ સુધારો લાવે છે.

2) રક્તદાન કરવાથી હિમોક્રોમેટોસિસ(Hemochromatosis) નું જોખમ ઓછું થઈ શકે છે, ઉપરાંત શરીર દ્વારા  આયર્નનું વધુ પડતું શોષણ થવાને કારણે હિમોક્રોમેટોસિસના વિકાસને અટકાવી શકાય છે.

3)નિયમિત રક્તદાન કરવાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.

4)રક્તદાનથી આયર્ન સ્તર જળવાઈ રહેતું હોવાથી, કેન્સર (Cancer) થવાનું જોખમ ઓછું રહે છે.

5) રક્તદાન કરવાથી નવા રક્તકણોના (Blood cell)ઉત્પાદનમાં વધારો થાય છે.

Next Article