Rajkot : વીરપુરના નાગરિકો આધાર કાર્ડની કામગીરી લઈને ત્રાહિમામ, જેતપુર સુધી થાય છે ધક્કો

|

Jul 14, 2021 | 12:20 PM

વીરપુરમાં (Virpur) આધાર કાર્ડની (Aadhar Card) કામગીરી બંધ થઇ ગઈ છે. જેને લઈને વીરપુરના નાગરિકોને આધાર કાર્ડની કામગીરી માટે જેતપુર જવું પડે છે.

Rajkot : વીરપુરના નાગરિકો આધાર કાર્ડની કામગીરી લઈને ત્રાહિમામ, જેતપુર સુધી થાય છે ધક્કો
વીરપુરના નાગરિકો આધાર કાર્ડની કામગીરીથી ત્રાહિમામ

Follow us on

આધારકાર્ડ (Aadhar Card) હવે તમામ સરકારી કામકાજમાં ઉપયોગી અને ફરજીયાત કરવામાં આવ્યું છે. રાજકોટ (Rajkot) જિલ્લાના વીરપુર (Virpur) ગામમાં આધાર કાર્ડની કામગીરી થતી જ નથી અને લોકો આધાર કાર્ડ કાઢવા માટે ત્રાહિમામ પોકારી જાય છે.

20 હજારની વસ્તી ધરાવતા વીરપુર ગામના લોકને એક આધાર કાર્ડ કઢાવવા માટે કે તેને લગતી કોઈ કામગીરી કરવા માટે વીરપુરથી જેતપુર સુધીનો 20 કિલોમીટરનો ધક્કો ખાવો પડે છે. ખેત મજૂરો અને ખેડૂતની વધુ વસતી ધરાવતું આ ગામના લોકોને આધાર કાર્ડ કઢાવવા માટે સવારના તમામ જાતના કામને પડતા મૂકીને જેતપુર આવી જવું પડે છે. આમ છતાં કામ એક દિવસમાં પૂરું થતું નથી. એક આધાર કાર્ડ માટે જેતપુરનો ધક્કો ખાવો પડે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

નોંધનીય છે કે, 20 હજારની વસ્તી ધરાવતા વીરપુરમાં આધાર કાર્ડની કામગીરી માટે 5 માસ પહેલા સરકારે વીરપુર પોસ્ટ ઓફિસમાં તમામ જાતની સુવિધા કરી આપી છે. પરંતુ આમ છતાં અહીં કાયમ માટે આધાર કાર્ડની કીટ બંધ છે. આ બાબતે વીરપુર ગ્રામ પંચાયત અને વીરપુરના સરપંચ દ્વારા સરકારના તમામ લગતા વળગતા વિભાગોને લેખિત મૌખિક રીતે રજુઆત કરી ચુક્યા છે. પરંતુ કોઈ નિવેડો આવ્યો નથી.

Next Article