Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ પોલીસ કમિશનર તોડકાંડ કેસમાં તપાસ કમિટીની એક ટીમ રાજકોટ પહોંચી, નિવેદનો નોંધી કડીઓ મેળવવાની કોશિશ કરાઈ

રાજકોટ પોલીસ કમિશનર તોડકાંડ કેસમાં તપાસ કમિટીની એક ટીમ રાજકોટ પહોંચી, નિવેદનો નોંધી કડીઓ મેળવવાની કોશિશ કરાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 4:19 PM

રાજકોટ પહોંચેલી એસપી હરેશ દૂધાતની ટીમે સખીયા બંધુ, પીઆઈ વી.કે.ગઢવી અને પીએસઆઈ સાખરાનું નિવેદન લીધાં હતાં, પોલીસ કર્મચારીઓ ઉપરાંત ડોક્ટર તેજશ કરમટાનું પણ નિવેદન લેવાયું હતું કમિશનર મનોજ અગ્રવાલ પોતાનું નિવેદન આપવા માટે ગાંધીનગર ખાતે આવેલી કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમી પહોંચ્યા હતા.

રાજકોટ (Rajkot) માં ધારાસભ્ય ગોવિંદ પટેલ (MLA Govind Patel)  પોલીસ કમિશનર (police commissioner) સામે તોડ કરવાના આક્ષેપો કરી ગૃહમંત્રી (Home Minister) ને આ બાબતે રજૂઆત કર્યા બાદ સીધી ગાંધીગરનથી આ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ સિનિયર આઈપીએસ ઓફિસર વિકાસ સહાય કરી રહ્યાં છે. આ કેસમાં નિવેદનો લેવા માટે એસપી હરેશ દુધાતની આગેવાનીમાં એક ટીમ આજે રાજકોટ પહોંચી હતી અને કેસમાં જે લોકોના નામ સામે આવી રહ્યા છે તેના નિવેદનો નોંધ્યાં હતાં.

રાજકોટ પહોંચેલી એસપી હરેશ દૂધાતની ટીમે સખીયા બંધુ, પીઆઈ વી.કે.ગઢવી અને પીએસઆઈ સાખરાનું નિવેદન લીધાં હતાં. પોલીસ કર્મચારીઓ ઉપરાંત ડોક્ટર તેજશ કરમટાનું નામ પણ આ કેસમાં સામે આવી રહ્યું હોવાથી તેમને પણ નિવેદન નોંધાવવા માટે સીઆઈડી ક્રાઇમની ઓફિસે બોલાવી તેનું નિવેદન લેવાયું હતું. આ કેસમાં રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પોતાનું નિવેદન નોંધાવવા માટે ગાંધીનગરના કરાઇ ખાતે આવેલી પોલીસ ટ્રેનિંગ એકેડમી ખાતે પહોંચ્યા હતા.

આજે સવારથી તપાસ કમિટીની એક ટીમ રાજકોટ આવી હતી. આ કેસમમાં જે આક્ષેપો કરાયા છે તેના આધારે તપાસ કરી રહી છે. જે સ્થળનો ઉલ્લેખ છે તેની કડીએ જોડવામાં આવી રહી છે અને આક્ષેપો કરનાર અને તેમાં જેના નામ છે તેમના નિવેદન લેવાઈ રહ્યાં છે. આ કેસમાં સખિયા બંધુઓ દ્વારા કહેવાયું હતું કે તેજશ કરમટા દ્વારા પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી હતી તેથી તેનું નિવેદન લેવામાં આવ્યું અને તેમના દ્વારા શું રોલ ભજવાયો તે તપાસ કરાશે. સખિયા બંધુઓ દ્વારા કરાયેલો આક્ષેપ કેટલો સાચો છે અને આક્ષેપમાં કહેવાયું હતું કે રૂપિયા 75 લાખ કમિશનરે લેતી વખતે કરમટા હાજર હતા તે વાતમાં કેટલી ચચ્ચાઈ છે તેની પણ તપાસ થશે.

આ દરમિયાન કમિશનર મનોજ અગ્રવાલ પોતાનું નિવેદન આપવા માટે ગાંધીનગર ખાતે આવેલી કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમી પહોંચ્યા છે. તે વિકાસ સહાય સામે નિવેદન આપશે અને ત્યાર બાદ રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને સોંપવામાં આવશે અને તેના આધારે જે કોઇ દેષિત હશે તેની સામે કાર્યવાહી કરાશે.

આ પણ વાંચોઃ Rajkot : આટકોટના બળધોઇથી ગુમ થયેલી તરૂણી બેંગ્લોરથી મળી આવી

આ પણ વાંચોઃ Rajkot શહેર પોલીસ વિરુદ્ધ એક પછી એક આરોપો, હવે ક્રાઇમ બ્રાન્ચ પર ગોડાઉન પચાવી પાડવાનો આરોપ

g clip-path="url(#clip0_868_265)">