સુરેન્દ્રનગર-રાજકોટ વિભાગમાં રેલવેના ડબલ ટ્રેકની કામગીરીના લીધે 4 ટ્રેન રદ્દ, 9 ટ્રેનોને અસર, જાણો કઈ ટ્રેન રદ્દ થઇ

|

Dec 27, 2021 | 7:28 PM

Train canceled : રેલવેના ડબલ ટ્રેકની કામગીરીના લીધે 4 ટ્રેન રદ્દ થઇ, 6 ટ્રેન આંશિક રદ્દ થઇ, 2 ટ્રેનોના રૂટ બદલાયા અને 3 ટ્રેન મોડી દોડશે.

સુરેન્દ્રનગર-રાજકોટ વિભાગમાં રેલવેના ડબલ ટ્રેકની કામગીરીના લીધે 4 ટ્રેન રદ્દ, 9 ટ્રેનોને અસર, જાણો કઈ ટ્રેન રદ્દ થઇ
Surendranagar-Rajkot section rail traffic will be affected till January 11

Follow us on

RAJKOT : રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરીને કારણે 11જાન્યુઆરી,2022 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. વિભાગીય રેલવે પ્રવક્તા અમદાવાદના જણાવ્યા અનુસાર ઉપરોક્ત સેક્શન માં સ્થિત વગડિયા યાર્ડમાં લાઇન ક્ષમતા વધારવા માટે રિમોડેલિંગની કામગીરી હાથ ધરવામાં આવશે જે નીચે મુજબ રેલ ટ્રાફિકને અસર કરશે:

રદ્દ થયેલી ટ્રેનો:

1) ટ્રેન નં.22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ તા.27-12 થી 10-01 સુધી રદ્દ કરવામાં આવી.
2) ટ્રેન નં.22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 28-12 થી 11-10 સુધી રદ્દ કરવામાં આવી.
3) ટ્રેન નં.22937 રાજકોટ-રીવા સુપરફાસ્ટ એક્સપ્રેસ 02-01-2022 થી 09-01-2022 સુધી રદ્દ કરવામાં આવી.
4) ટ્રેન નં.22938 રીવા-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ 03-01-2020 થી 10-01-2020 સુધી રદ્દ કરવામાં આવી.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

આંશિક રીતે રદ્દ થયેલી ટ્રેનો :

1) ટ્રેન નં.19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ તા.27-12થી 10-01-2022 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવશે.

2)ટ્રેન નં.19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 27-12 થી 10-01-2022 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે. આમ સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવશે.

3) ટ્રેન નં.19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ તા.26-12 થી 09-01-2022 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવશે.

4)ટ્રેન નં.19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ તા.27-12 થી તા.10-01-2022 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે ટ્રેન આંશિક રદ કરવામાં આવશે.

5) ટ્રેન નં.22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ તારીખ 27-12 , 30-12 , 01-01, 03-01, 06-01 અને 08-01-2022 ના રોજ બાંદ્રાથી અમદાવાદ સુધી દોડશે. આમ અમદાવાદ-જામનગર વચ્ચે ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવશે.

6) ટ્રેન નં.22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ તા.28-12, 31-12,02-01, 04-01, 07-01 અને 09-01-2022 ના રોજ અમદાવાદથી બાંદ્રા સુધી દોડશે. આમ જામનગર-અમદાવાદ વચ્ચે ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવશે.

આ ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યાં : 

1) ટ્રેન નં.15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ તા.29-12 અને 05-01-2022 ના રોજ પોતાના રેગ્યુલર માર્ગ વિરમગામ-વાંકાનેર-મોરબી-માળીયા મિયાણાની જ્ગ્યા વાયા વિરમગામ-ધાંગધ્રા-માળીયા મિયાના-ગાંધીધામના પરિવર્તિત માર્ગ પર દોડાવવામાં આવશે.

2) ટ્રેન નં.15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ તા.01-01 અને 08-01-2022 ના રોજ પોતાના રેગ્યુલર માર્ગ માળીયા મિયાણા-મોરબી-વાંકાનેર-મોરબીની જ્ગ્યા વાયા માળીયા મિયાણા-ધાંગધ્રા-વિરમગામ ના પરિવર્તિત માર્ગ પર દોડાવવામાં આવશે.

આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું, ગુજરાત આવીને જ શ્રીકૃષ્ણ ‘દ્વારિકાધીશ’ બન્યા

આ પણ વાંચો : સુન્ની વક્ફ બોર્ડે કહ્યું, “બેટ દ્વારકાના બે ટાપુ અમારા”, હાઈકોર્ટે અરજી ફગાવી લગાવી ફટકાર

Published On - 7:28 pm, Mon, 27 December 21

Next Article