વિવાદોનો અખાડો બની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, હવે ડેપ્યુટી રજીસ્ટ્રાર જી.કે. જોષીને મળી કારણદર્શક નોટીસ

વિવાદોનો અખાડો બની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, હવે ડેપ્યુટી રજીસ્ટ્રાર જી.કે. જોષીને મળી કારણદર્શક નોટીસ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 11:01 AM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડેપ્યુટી રજીસ્ટ્રાર જી.કે. જોષીને કારણદર્શક નોટીસ મળી છે. 10 વર્ષ પૂર્વે થયેલી ઉચાપતની આશંકાને લઈને ડેપ્યુટી રજીસ્ટ્રાર જી.કે. જોષીને શો-કોઝ નોટીસ અપાઈ છે.

RAJKOT : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે વિવાદોનો અખાડો બની ગઈ છે. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદ જાણે કે એકબીજાના પર્યાય બની ગયા હોય એમ એક પછી એક વિવાદ સામે આવતા જાય છે. ત્યારે હવે વધુ એક વિવાદ સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડેપ્યુટી રજીસ્ટ્રાર જી.કે. જોષીને કારણદર્શક નોટીસ મળી છે. 10 વર્ષ પૂર્વે થયેલી ઉચાપતની આશંકાને લઈને ડેપ્યુટી રજીસ્ટ્રાર જી.કે. જોષીને શો-કોઝ નોટીસ અપાઈ છે. 10 કારશ પહેલા જી.કે. જોષી
સેન્ટ્રલ યુનિવર્સિટીમાં હતા. તે સમયે જી.કે. જોષીએ ઉચાપત કરી હોવાનો આક્ષેપ થયો છે, જેને કારણે સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિએ નોટીસ આપતા વધુ એક વિવાદ સામે આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદ વધુને વધુ ઘેરા બનતા જાય છે. અગાઉ ભાજપના જ કોર્પોરેટરે ભાજપના સિન્ડીકેટ સભ્ય કલાધર આર્યનું સિન્ડીકેટ પદ ગેરલાયક હોવાની કુલપતિને રજૂઆત કરી હતી. ભાજપના વોર્ડ નંબર-5 ના કોર્પોરેટર હાર્દિક ગોહિલે કુલપતિને રજૂઆત કરતા કહ્યું હતુ કે કલાધર આર્ય તબલા ક્ષેત્રે કોઇ જ પદવી ધરાવતા ન હોવાની રજૂઆત કરી હતી અને કુલપતિ દ્વારા તેનું સભ્યપદ રદ્દ કરવાની માંગ કરી હતી. તો અ પહેલા પણ ભરતી વિવાદ, માટી કૌભાંડ જેવા વિવાદો સામે આવ્યાં હતા.

આ પણ વાંચો : VADODARA : સ્ટર્લિંગ હોસ્પિટલની મુશ્કેલીઓ વધી, વધુ 14 લોકોએ છેતરપિંડીની ફરિયાદ કરી

આ પણ વાંચો : રાજ્યમાં VVIP પાસીંગ માટેના નવા નિયમો, હવે નાગરિકોએ 3 મિનીટથી વધુ સમય રાહ જોવી નહી પડે

g clip-path="url(#clip0_868_265)">