Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VADODARA : સ્ટર્લિંગ હોસ્પિટલની મુશ્કેલીઓ વધી, વધુ 14 લોકોએ છેતરપિંડીની ફરિયાદ કરી

VADODARA : સ્ટર્લિંગ હોસ્પિટલની મુશ્કેલીઓ વધી, વધુ 14 લોકોએ છેતરપિંડીની ફરિયાદ કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 10:29 AM

હોસ્પિટલ દ્વારા પલ્મોનોલોજીસ્ટ ડૉક્ટર તથા પેકેજમાં સમાવિષ્ટ સુવિધાઓના નામે કોરોના દર્દીઓ પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવાયાનો આક્ષેપ છે.

VADODARA : વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલની મુશ્કેલીઓ વધી છે. સ્ટર્લિંગ હોસ્પિટલ સામે વધુ 14 લોકોએ પોણા બે કરોડની ઠગાઈનો આરોપ લગાવ્યો છે.. દિવાળીની રજાઓ દરમિયાન પોલીસ પાસે વધુ 14 લોકોએ પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ કરી છે.. હોસ્પિટલ દ્વારા પલ્મોનોલોજીસ્ટ ડૉક્ટર તથા પેકેજમાં સમાવિષ્ટ સુવિધાઓના નામે કોરોના દર્દીઓ પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવાયાનો આક્ષેપ છે.

બીજી તરફ ભોગ બનનારાઓએ રાજ્યના મુખ્યપ્રધાન, આરોગ્ય વિભાગ અને કોર્પોરેશનમાં પણ લેખિત ફરિયાદો આપતાં હવે ત્રણ મોરચે જંગ છેડાયો છે.આ લડતમાં ફરિયાદ આપનારા લોકોની સંખ્યા વધીને 25 થઈ છે. ફરિયાદીઓનું કહેવું છે કે ડૉ.સોનિયા દલાલના નામે તેમની પાસેથી પૈસા વસૂલવામાં આવ્યા છે.મેડિકલ સ્ટાફ એક જ PPE કિટ પહેરીને રાઉન્ડમાં નીકળતા હતા તેમ છતાં અલગ-અલગ ચાર્જ વસૂલવામાં આવ્યો છે.કોઈ દર્દી વેન્ટિલેટર પર હોય તો તેના નામે પણ લંચ અને ડિનરના નાણા વસૂલ્યા છે.એટલું જ નહીં એક્સરે જેવી સુવિધાઓ પેકેજમાં આવરી લીધી હોવા છતાં અલગથી નાણા વસૂલવામાં આવ્યા છે.

ઉલ્લખનીય છે કે આ અગાઉ કોરોનામાં વધુ બિલ લીધાની ફરિયાદોમાંથી 23 ફરિયાદો તો સ્ટર્લિંગ હોસ્પિટલ સામે જ થઇ હતી. આ ઉપરાંત આ હોસ્પિટલના સત્તાધીશો સામે દર્દીઓ પાસેથી વધુ રૂપિયા ખંખેર્યા હોય તેવી વધુ 21 ફરિયાદો તો પેન્ડિંગ છે. પાલિકાએ આ હોસ્પિટલ પાસેથી જ રૂપિયા 4 લાખ 39 હજાર 272 રૂપિયાની માતબર રકમ દર્દીઓના સગાઓને અપાવી હતી. દર્દીને વધુ વસૂલેલા રૂપિયા પરત અપાવ્યા હોય તેવી હોસ્પિટલોમાં સ્ટર્લિંગ, બેંકર્સ હાર્ટ, ગુજરાત કિડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સવિતા હોસ્પિટલ, સ્પંદન, પ્રાણાયામ અને સ્વાસ્થ્ય હોસ્પિટલનો સમાવેશ થાય છે. અત્યાર સુધી કોર્પોરેશનની કાર્યવાહીમાં 265 ફરિયાદોમાંથી 59 ફરિયાદો પેન્ડિંગ છે.

g clip-path="url(#clip0_868_265)">