રાજકોટમાં દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2 જગદિશ બાંગરવાએ આપ્યુ ચોંકાવનારુ નિવેદન- Video
રાજકોટમાં દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડાની કાર્યવાહી બાદ DCP ઝોન-2 જગદિશ બાંગરવાએ મોટુ નિવેદન આપ્યુ છે. ઓનલાઈન FIRમાં ભૂલ થઈ હોવાનુ DCP ઝોન -2 એ સ્વીકાર્યુ. તેમણે કહ્યુ PSOની શરતચૂકને કારણે સ્થળમાં ભૂલ થઇ છે.
એમ તો ગુજરાતમાં દારૂબંધી છે. તેમ છતાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષણના ધામમાં અથવા તેની આસપાસ દારૂની બોટલો કે થેલીઓ મળવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે પોલીસની કામગીરી પર અને નિયત પર ગંભીર સવાલો ઉભા થાય છે. PSOની શરતચૂકને કારણે ઓનલાઈન FIRમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને દરોડાનું સ્થળ દર્શાવ્યુ હતુ.
તેવામાં રાજકોટમાં દારૂની ભઠ્ઠી પર દરોડાનો મામલો સામે આવ્યો. જેમાં પોલીસ વિભાગની ફરિયાદમાં મોટી ભૂલ સામે આવી. યુનિવર્સિટીથી 100 મીટરના અંતરે આવેલા રૈયાધારમાં થયેલા દરોડાનું સ્થળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દર્શાવતા વિવાદ સર્જાયો. આ મામલે બાદમાં DCP ઝોન-2 જગદિશ બાંગરવાએ સ્પષ્ટતા કરી કે ઓનલાઈન FIRમાં ભૂલ થઈ હતી. PSOની શરતચૂકને કારણે સ્થળમાં ભૂલ થઈ હતી. PSO સામે તપાસ સોંપવામાં આવી છે. ACP પશ્ચિમને તપાસ સોંપવામાં આવી છે. તપાસ પૂર્ણ થતા જ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે. ફરિયાદમાં જ ભૂલ છે જેથી કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે.
જો કે વિવાદ બાદ પોલીસે ફરી ફરિયાદની કોપીની તપાસ કરી તો પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો અને તેઓને પોતાની ભૂલ સમજાઈ અને સમગ્ર મામલે સ્પષ્ટતા કરવી પડી. સાથે જ પોલીસ કર્મચારીઓ સામે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હોવાનું જણાવ્યું.
ઓનલાઇન FIRમાં ભુલ થઇ હોવાનું DCP જગદિશ બાંગરવાએ સ્વીકાર્યું. તો બીજી એક વાત પણ તેઓ પત્રકાર પરિષદમાં બોલ્યા જેની નોંધ લેવી પણ જરૂરી છે. DCP જગદિશ બાંગરવાએ કહ્યું કે અવારનવાર રૈયાધાર વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ પર કેસ કરવામાં આવે છે. પરતું આ નિવેદનથી પોલીસની કામગીરી પર સવાલ એટલા માટે ઉઠે છે કેમ કે જો પોલીસ વારંવાર રૈયાધારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર કાર્યવાહી કરતી હોય તો ત્યાં ફરી કેવી રીતે બુટલેગરો અને દેશી દારૂની હાટડીઓ ચલાવતા લોકો સક્રિય થઈ જાય છે.
આ તરફ રાજકોટમાં દારૂની ભઠ્ઠી પર દરોડા મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું. જેમાં તેઓએ કહ્યું કે સમગ્ર મામલે ગૃહ વિભાગ સંજ્ઞાન લેશે