સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી રેડ એલર્ટની આગાહી હટાવાઈ, છતાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

| Edited By: | Updated on: Sep 15, 2021 | 6:21 PM

સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગાહી હટાવાઈ છે. રાજકોટ, જૂનાગઢ, વલસાડમાંથી રેડ એલર્ટ હટ્યું છે. અને અતિશય ભારે વરસાદમાંથી હવે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર આપ્યા છે. સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગાહી હટાવાઈ છે. રાજકોટ, જૂનાગઢ, વલસાડમાંથી રેડ એલર્ટ હટ્યું છે. અને અતિશય ભારે વરસાદમાંથી હવે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ઓડિસા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઇ જતા સંકટ ટળ્યું હોવાનું અનુમાન છે. તેમ છતાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધનીય છેકે આ પહેલા હવામાન વિભાગે(IMD)  ગુજરાતમાં (Gujarat) વધુ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની(Rain) આગાહી કરી હતી.જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.આ તમામ વિસ્તારોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કર્યું હતું.અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રને સતર્ક કર્યું હતું.

સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં સંકટ હજુ ટળ્યું નથી અને રાજકોટ, જૂનાગઢ તથા જામનગર જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના અન્ય શહેરો જેવા કે દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.

આ તરફ મધ્ય ગુજરાતના શહેરો જેવા કે દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ ભારેની આગાહી કરવામાં આવી હતી.જ્યારે દક્ષિણ ગુજરાતના શહેરો, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જોકે, હવામાન વિભાગે રેડ એલર્ટની આગાહી હટાવી લીધી છે. પરંતુ, ભારે વરસાદની આગાહી યથાવત રાખી છે.

 

આ પણ વાંચો : મુંબઈમાં અભિનેતા Sonu Soodના ઘરે અને ઓફિસ પર આવકવેરા વિભાગની રેડ, એકાઉન્ટ બૂકમાં ગડબડનો આરોપ

આ પણ વાંચો : IPL 2021: ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ફટકો, આ ધુંઆધાર ખેલાડી મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં નહીં રમે !

 

 

Published on: Sep 15, 2021 05:28 PM