રંગીલા રાજકોટને મળશે સિક્સલેન રોડ! ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે મનપા એક્શનમાં

|

May 31, 2022 | 6:04 PM

રાજકોટમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા મનપાએ કમર કસી છે. શહેરના હાર્દ સમા કાલાવડ રોડ પર સૌપ્રથમ વખત સિક્સલેન રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રંગીલા રાજકોટને મળશે સિક્સલેન રોડ! ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે મનપા એક્શનમાં
Rajkot will get sixlane road

Follow us on

Rajkot: રાજકોટમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા મનપાએ કમર કસી છે. શહેરના હાર્દ સમા કાલાવડ રોડ પર સૌપ્રથમ વખત સિક્સલેન રોડ (Sixlane Road) બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેકેવી હોલથી મોટા મવા અને મોટા મવાથી અવધ રોડ સુધી કાલાવડ હાઇવેને જોડતા માર્ગને સિક્સલેન બનાવવામાં આવશે. હાલ આ માર્ગ 30 મીટરની પહોળાઇ ધરાવે છે. જેને વધારી 45મીટર કરવામાં આવશે. જો કે 5 કિમી સુધી પથરાયેલા આ રોડ પર 123 જેટલી મિલકતો કપાતમાં આવનાર છે. જેના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે. મિલકત માલિકોની કપાત સામે વાંધાઅરજી અંગે હિયરીંગ પણ હાથ ધરવામાં આવશે.

પ્રિમોન્સુન કામગીરીને લઈને ધોરાજી નગર પાલિકાએ ધોળકુ ધોળ્યુું હોવાનો વિપક્ષનો આરોપ

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અસહ્ય ગરમી બાદ હવે વરસાદની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજકોટના ધોરાજીમાં નગરપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરીમાં ધોળકું ધોળ્યું હોવાનો વિપક્ષનો આક્ષેપ છે. જે કંઈ કામગીરી છે એ કાગળ પર જ રહી ગઈ છે. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી વરતાતી નથી. તેમ છતાં નગરપાલિકાનો દાવો છે કે કામગીરી પૂરજોશમાં ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, ધોરાજી નગરપાલિકા કોંગ્રેસ શાસિત છે. ત્યારે નગર પાલિકાના સત્તાપક્ષના સદસ્યએ પણ એવો દાવો કર્યો છે કે ચૂંટણી વખતે આપેલા વચનો પાલિકા પૂરી નથી કરી શકી.

શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપબાજી

આ તરફ પ્રિ-મોન્સુન કામગીરીને લઈને ધોરાજી શહેર ભાજપના પ્રમુખે પણ કોંગ્રેસ શાસિત પાલિકા પર સવાલો ઉઠાવ્યા છે. ભાજપના શહેર પ્રમુખનો આક્ષેપ છે કે પ્રિ-મોન્સૂન કામગીરીના નામે પાલિકાના સતાધીશોએ લાખો રૂપિયાના બિલ બનાવી અને ભ્રષ્ટાચાર કર્યો છે. તેમજ કામગીરી વગર લોકોની હેરાનગતિ વધારી છે. જોકે આ તરફ ભાજપના આક્ષેપોને નગરપાલિકાના કારોબારી સભ્ય પાયાવિહોણા ગણાવતા કહે છે કે વિપક્ષ પાસે આક્ષેપ સિવાય કોઈ કામ નથી. બાકી પ્રિ-મોન્સુન કામગીરી ચાલુ જ છે.

Next Article