સુરેન્દ્રનગરમાં નિર્માણ પામી રહેલા ભવાનીધામને લઈને કારડિયા રાજપૂત સમાજના આગેવાનો વચ્ચે વકર્યો વિવાદ- Video

સુરેન્દ્રનગરમાં નિર્માણ પામી રહેલા ભવાનીધામને લઈને કારડિયા રાજપૂત સમાજના આગેવાનો વચ્ચે વકર્યો વિવાદ- Video

| Edited By: | Updated on: Nov 16, 2026 | 9:53 PM

સુરેન્દ્રનગરમાં આકાર લઈ રહેલા ભવાનીધામના નિર્માણને લઈને કારડિયા રાજપૂત સમાજના બે આગેવાનો વચ્ચે વિવાદ વકર્યો છે. સુરેન્દ્રનગરમાં બની રહેલા ભવાનીધામના કાર્યક્રમના મુખ્ય આયોજક વિક્રમસિંહ છે તો રાજપૂત આગેવાન મહેશ રાજપૂતે જાહેરમાં વાણી પર સંયમ જાળવવાની સલાહ આપી છે.

રાજકોટના કારડિયા રાજપૂત સમાજમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતો આંતરિક વિવાદ હવે વધુ વકર્યો છે. આ વિવાદના કેન્દ્રમાં પૂર્વ સાંસદ દીનુ સોલંકી અને વિક્રમસિંહ પરમાર છે, જેઓ ભવાનીધામના નિર્માણ મુદ્દે એકબીજા પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે સમાજમાં ભારે ચર્ચા જાગી છે અને એકતા જાળવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

વિવાદના મૂળમાં સુરેન્દ્રનગરમાં બની રહેલું ભવાનીધામ હોવાનું મનાય છે, જેના નિર્માણને લઈને સમાજના આગેવાનો વચ્ચે મતભેદ ઉભા થયા છે. આ ઘટનાક્રમ વચ્ચે કારડિયા રાજપૂત સમાજ, રાજકોટના પ્રમુખ મહેશ રાજપૂતે સમાજને સંબોધતા એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભવાનીધામના નિર્માણથી સમાજ માટે અનેક સારા અને રચનાત્મક કાર્યો થઈ શકશે. મહેશ રાજપૂતે એ વાત પર ભાર મૂક્યો કે, જો કોઈ વ્યક્તિને કોઈ કાર્યક્રમમાં આમંત્રણ ન મળ્યું હોય, તો તેણે સમાજના કાર્યોને રોકવાનો પ્રયાસ ન કરવો જોઈએ. સમાજ માટે કાર્ય કરવાનો અધિકાર દરેક વ્યક્તિનો છે અને કોઈ પણ સંજોગોમાં સત્કાર્યો અટકવા ન જોઈએ.

મહેશ રાજપૂતે દીનુ સોલંકી અને વિક્રમસિંહ પરમાર, બંને આગેવાનોને પોતાના શબ્દો પર સંયમ રાખવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે કયા પ્લેટફોર્મ પરથી શું બોલવામાં આવે છે, તેનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. આવા ઉશ્કેરણીજનક નિવેદનોથી સમાજની પ્રતિષ્ઠાને નુકસાન ન થવું જોઈએ તેવો તેમનો આગ્રહ હતો. તેમણે બંને આગેવાનોને સાથે બેસીને મનભેદ દૂર કરી, વિવાદનો ઉકેલ લાવવાની સલાહ આપી, જેથી સમાજની પ્રગતિ જળવાઈ રહે.

બીજી તરફ, દીનુ સોલંકી અને વિક્રમસિંહ પરમાર વચ્ચેના શાબ્દિક યુદ્ધે સમાજમાં તંગદિલી વધારી છે. દીનુ સોલંકીએ નામ લીધા વગર સુરેન્દ્રનગર અને અમદાવાદથી આવતા લોકોને સમાજમાં ભાગલા પડાવવાનો આરોપ લગાવ્યો અને પડકાર ફેંક્યો કે જો હિંમત હોય તો મેદાનમાં આવી જાય. તેમણે કોડીનારમાં આવીને ચેલેન્જ આપનારાઓને જવાબ આપતા કહ્યું કે તેમનું જીવન જ પડકારમય રહ્યું છે અને જો કોઈની માતાએ સૂંઠ ખાધી હોય તો અમદાવાદથી અને સુરેન્દ્રનગરથી ઘોડાનું લશ્કર લઈને આવે, કારણ કે મેદાન કોડીનારમાં જ છે.

વિક્રમસિંહ પરમારે પણ આકરા પ્રહાર કર્યા હતા, જોકે તેમણે પણ કોઈનું નામ લીધું ન હતું. તેમણે જણાવ્યું કે સત્કાર્યો માટે જતા સમયે ઘણા લોકો આડુંઅવળું બોલે છે, પરંતુ આવા “ભૂંડડા” પર ધ્યાન ન દેવાય. તેમણે ઉમેર્યું કે “લેવલ વગરના માણસ સાથે ઝઘડો ન કરાય” કારણ કે કોઈની સાથે સંઘર્ષ કરવો હોય તો લેવલવાળો માણસ હોવો જોઈએ, જેની તેની સાથે બાઝાય નહીં. તેમણે સમય આવે ત્યારે આવા લોકોને “ઢીલું ખેંચી ઉપાડી નાખવાની” વાત પણ કરી. આ સમગ્ર વિવાદના મૂળમાં સુરેન્દ્રનગરમાં બની રહેલા ભવાનીધામના કાર્યક્રમનો મુદ્દો હોવાનું મનાય છે, જેમાં વિક્રમસિંહ પરમાર મુખ્ય આયોજક હોવાનું જાણવા મળી રહ્યું છે. મહેશ રાજપૂતે સમાજના કોઈ કાર્યમાં ન બોલાવે તો પણ તે કાર્ય રોકવાનો પ્રયાસ ન કરવાની ટકોર કરીને, સમાજહિતને સર્વોપરી ગણાવ્યું હતું.

ગુજરાતમાં કોળી સમાજનો મુખ્યમંત્રી બનાવવા લોબિંગ થયુ શરૂ, હવે ધારાસભ્ય પબુભા માણેકના નિવેદને જગાવી ચર્ચા- Video

 

Follow Us
Loading...
Unable to load recommendations.